________________
૧૮૮
આ બધા કાચના કડકા છે, પણ જે હું અત્યારે એમ જણાવીશું કે આ બધા કાચના કડકાં છે, તે મારી બહેન તથા આ ભાણેજને વીશ્વાસ આવશે નહિ અને તેઓ એમ માનવાને દેરાશે કે મામાની દાનત બગડી છે.
માટે વિચાર કરી તેણે પોતાના ભાણેજ વીરચંદ્રને આ પ્રમાણે જવાબ આ “ ભાઈ આ હીરા બહુ મૂલ્યના છે. હાલ બજારમાં તેના ભાવ શી ગયા છે, આ બરાબર સાચવીને પાટકું મૂકી દે છે, જ્યારે ભાવ આવશે ત્યારે હું તને જણાવીશ, હાલ તે તું મારી સાથે ઝવેરાતમાં ફર” તે ભાશેજે પણ તે પ્રમાણે કર્યું. બે ત્રણ વર્ષ સુધી પોતાના મામા પાસે ઝવેરાતમાં એવી સારી તાલીમ લીધી કે તે ભલભલા ઝવેરીઓને પણું હીર પારખવામાં અને કીંમત આંકવામાં મહાત કરી દેતો હતે. મામાને જ્યારે જોયું કે હવે ભાણેજ ઝવેરાતમાં બરાબર પ્રવીણ થયેલ છે. ત્યારે તે પોટુ લેઈ આ વવાને મામાએ તેને ફરમાવ્યું. તેણે પિોટકું લીધું, અને હવે પિતે હોંશીયાર ઝવેરી બનેલું હોવાથી જાતેજ તે તપાસ્યું. તપાસતાં લાગ્યું કે આ તે કા• ચના કડકા છે, તરત જ તેણે તે ફેંકી દીધા અને મામા પાસે ગયે. મામાએ પુછયું કેમ ભાઈ? તું પોટલું લાવ્યો?” તેણે જવાબ આપે છે એ કાચના કડક હતા તેથી મેં નાંખી દીધા” મામાએ શા સારૂ આ રીતે લીધો હતો તેનું કારણ તે વખતે તેને સમજાવ્યું.”
મામાએ વાપરેલી યુક્તિ ઉપદેશકોએ-ધર્મગુરૂઓએ વાપરવી જોઈએ છે. જે સારું હોય તે લોકોને બતાવો, સારાની શ્રદ્ધા કરવો એટલે ખોટાની સ્વયમેવ તેઓ ત્યાગ કરશે. કઈ લીટી દોરેલી હેય, તેને ટુંક કરવા ગમે તેટલે પ્રયત્ન કરીએ પશુ તે ટુંકી થઈ શકતી નથી, તેની સાથે લાંબી લીટી દોરો એટલે તરતજ તે લીંટી કંકી જશે, તેવી રીતે માણસને ગુણ તરફ વાળે, જે સારું હોય તે તરફ દોર, એટલે તરતજ તેઓ દેવ અને અશુભ બાબતોનો ત્યાગ કરશે.
આવી રીતે વર્તનાર ગુણદષ્ટિવાળે પુરૂપ સર્વ પ્રત્યે પ્રેમભાવથી વર્તી કે છે. સર્વ ઉપર સમદષ્ટિ રાખી શકે છે, અને આ રીતે સમભાવને લીધે જગતમાં રહેવા છતાં, પ્રતિકૂળ સંગોમાં વસવા છતાં, આધિવ્યાધિ અને ઉપાધિના વિવિધતાપની વચમાં જીવન પસાર કરવા છતાં પણ અનુપમ શાંતિ અનુભવે છે. અને તે શાંતિ માંજ “મેક્ષ સુખની વાનગી છે.”