________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason. ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं बुद्धिप्रभा' मासिकम् ।।
વર્ષ ૧ લું. તા. ૧૫ મી સપ્ટેમ્બર સન ૧૯૦૯,
અંક ૬ છે.
અનબ્રમર, ઓધવજી સદે કહેશે સ્પામને–એ રાગ મનઃ ભ્રમર બહુ ભ્રમણ કરે ભવવનવિષે, ઘડી ઘડીમાં નવનવ વૃક્ષે જાય; ગુંજારવ કરતે ગર્વિત થઈ આથડે, વિષય પુષ્પને દેખીને હરખાય જે. મન. ૧ રાગદ્વેષ બે પાંખ કાળી તેહની, ષપદના મિષે ષડરિપુનું ઠામ, નવનવરંગી વિષયપુષ્પપર બેસતે, કામકમળમાં લપટાતો દુ:ખ ધામ. મન, ૨. શામ્યવંશને કેતરતે જે તુર્તમાં, કાળહસ્તિથી કામ કમળ ભક્ષાય; ચીંચીં કરતે કાળકોળી થઈ રહે, રવિવિદ્યુત પેઠે તે ચંચળ થાય જે. મન ૩
ભ૦