SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ વિનયસિંહ. (૩૯) હસન ગણી અને (૪૦) હર્ષસિંહગણી. એ પ્રખ્યાત મૂનિઓ છે. જે મોટા પંડિત હતા. સામ સુંદર સૂરિના અગ્રણી ગ૭માં મેહ અને દેહ ન હતા તેમ પ્રસાદ અને છળ પણ કાઇ કરતું નહીં બધા સાચા બોલા હતા. અને કોઈ પર નિંદા કરતું નહીં. સેમ સુંદર સૂરિ બાળબ્રહ્મચારી હતા. તેમને કવિ શુળભદ્રની જોડે મુંકે છે. એ કાંઈ નાહની સુની વાત નથી. તેમનો ઉપદેશ ચીતમાં એને તેવો હતો. કવિ કહે છે કે એ શોમસુંદર સૂરિનું હમેશાં ધ્યાન કરવાથી પુન્યની પ્રાપ્તી થશે. ઉપર પ્રમાણે કાવ્યની મતલબ છે. પણ જે બીનાઓ અને આ વિગેરેનું વર્ણન કાવ્યમાં છે તેને, તથા જે દ્રવ્ય ધનવાન પુરૂષોએ તે એ છવ વિગેરેમાં ખરચેલું છે તેને ખ્યાલ અસલ કાવ્ય કે તેનું ભાષાંતર વાંધા વગર આવવાને નથી. હવે કાવ્ય રચનાર વિશે કહીએ તે તે સામસુંદર સૂરિના “સોમ ” નામ શિષ્ય હતા. તે જેવા તેવા નેતા પણ પ્રખ્યાતિ પામેલા પંડિત હતા. (ભાષાંતર કરનાર તેમને “સુર” કહે છે તે ભુલ છે. પેલે સર્ગ પુરો થયા પછી તેની જે જરાક મતલબ સંસ્કૃતમાં તે સર્ગના છેવટે છે તેમાં “સુર” એ શબ્દ નહીં છતાં તેના ભાષાંતરમાં “અરિ” શબ્દ મુક્યો છે તે છે{ છે.) એ પંડિત સામ વિશે પન્યાસ ગુલાબ વિજયજી મહારાજે (મને) કહ્યું છે કે એમનો રચેલે ઉપદેશ શીરી ” નામે ગ્રંથ તેમની (ગુલાબ વિજયજીની) પાસ છે. આ કાવ્ય રચાયાનું વર્ષ દશમા સર્ગના છ મા લેકમાં સંવત ૧૫૨૪ બતાવ્યું છે તે બરાબર છે, એમ તપાસ કરતાં જણ્ય છે ત્યારે ભાષાંતરમાં ૧૫૫૪ લખ્યા છે તે ભૂલ છે. સંવત ૧૪૯૮ માં સોમસુંદર મૂરિ દેવગત થયા એટલે આશરે ૨૫ વર્ષ પછી આ કાવ્ય રચાયું તેથી એમ અનુમાન થાય છે. કે કાવ્ય અંદર સોમસુંદર સૂરિ વિગેરેના લગતી જે બીના કહી છે તે રચનારની નજર્ની જોયેલી હતી; અથવા જે નજરે જોયેલી તેમની પાસેથી રચનારે સાંભળી હતી અને તેથી કરીને તે ભરૂં સે રાખવા લાયક છે. આ કાવ્યમાં જે કેટલાંક નગરે અને રાજાઓ વિગેરેના નામ આવ્યાં છે તેમાંથી જેમના વિષે મારા ગણવામાં આવ્યું છે. તે વિષે - કામાં હવે લખું છું, વ્હાદન તાર. આ શહેર હાલ પાલનપુરના નાથ ઓળખાય છે.
SR No.522005
Book TitleBuddhiprabha 1909 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size963 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy