SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શાંત મનથી વિચારીશું તે આપણને લાગશે કે આપણા જીવનવ્યવહાર નાના નાના બનાવો બનેલો છે; અને કુદરતનો એવો નિયમ છે કે જે મનુષ્ય નાની બાબતે વફાદારીથી અને અનન્ય નિદાથી કરે છે, તે માટાં કાર્યને સારું કંક વખતમાં લાયક અધિકારી બને છે. પરિણમનો વિચાર કરવો એ આપણું કામ નથી. આપણે તે યથાશક્તિ યથામતિ શુભ કાર્યમાં બીજ વાવવાનું છે, ત્યાં આપણી ખમદારીને અંત આવે છે. જેને આપણે સામાન્ય કાર્યો તરીકે ગણીએ છીએ, તે કાર્યોમાં પણ બીજાનું ભલું કરવાની સત્તા રહેલી છે, અને તેવાં કાર્યો બીજની જીંદગીપર અસર કરવાનું સામર્થ્ય ધરાવે છે, એ વાત એક ક્ષણભર પણ વિસરવી જોઈએ નહિ. યોગ્ય સમયે બાલાયલા દવાના કે લાલુના એક શબ્દથી બીજા મનબને નિરાશાથી બચતો શું તમે નથી જોયો ? શું તેવા શબ્દથી તેનું આખું જીવન બદલાતું તમે નથી નિહાળ્યું ? જો આવું શ દનું માહા " તમારા સમજવામાં ન આવવું હોય તે આજથી તે શિખવાને આરંભ કરો. એક કવિ લખે છે કે:-- Words may ofter; uvotho it sutten Guild a joy or Halit parin They are treasures, Yiokliny pleasures It is wicked to retain. શબ્દો ઘણીવાર મનુષ્યોને દિલાસા આપે છે, અને શાંત કરે છે, આ નંદને વધારે છે, દુ:ખને દૂર કરે છે; શબદ એ આનંદ આપનારા ખનના છે, માટે તેવા શબ્દોને ભરી રાખવા, એટલે કે બીજાના કલ્યાણ સારૂ તેને ઉપયોગ ન કર, એ એક પ્રકારનું ઘાતકીપણ છે, (યોગ્યતા જાણીને ન કરે તે.) વખતસર નહિ બોલાયેલા યોગ્ય શબ્દને લીધે ઘણાક પુરૂષની અંદગી નિષ્ફળ ગયેલી જોવામાં આવે છે; આપણે જે બરાબર વિચાર કરીએ, અને બીજાને અસર કરતાની આપણી શક્તિ છે એવો ખ્યાલ લાવીએ તે અનેક પુરૂને દુઃખમય સ્થિતિમાં આવી પડતાં બચાવી શકીએ, અને જેઓ દુઃખમાં પડેલા હોય તેને આપણે પ્રીતિભર્યા અને દવા શબ્દોથી ઉદ્ધાર કરી શકીએ. બીજાને સહાય આપવામાં દરેક વખતે કેવળ રૂપીઆ, આના કે પાઈ અથવા તો લાગવગનીજ જરૂર પડતી નથી, ઘણાક પુર ધનના અભાવથી નહિ પણ ખરા જીગરના પ્રમના અભાવથી દુ:ખે માલુમ પડે છે, આપણે
SR No.522004
Book TitleBuddhiprabha 1909 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size950 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy