SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળ જુવાનીમાં જ નહિ પણ અંદગીની દરેક ક્ષણ બહારની વસ્તુઓ સંબંધમાં આવતા મનુષ્ય, મળલા પ્રસંગો, વચલાં પુસ્તક વગર આપણું પર અસર કરે છે. અનિટ અને ખરાબ અસર દૂર કરવાને જેટલું આપણે તત્પર રહેવાનું છે, તેટલાજ સારી અને દેટ અસર મેળવવાનો પ્રયત્ન કરવાને છે, તેને વારતે સાસમાગમ જેવું ઉત્તમ સાધન એક પણ નથી. સત્યમાગમના લાભ વર્ણવી શકાય તેમ નથી, તો પણ બીભતૃહરિ કવિને શ્લોક આ સંબંધમાં યાદ આવે છે કે – जाइयं धियो हरति सिञ्चति वाचि सत्यं मान्नोन्नति दिशति पापमपा करोति । चेत: ग्रमादयति दिक्षुःतनोति कीर्ति सत्संगति कथय किं न करोति पुंसाम ॥ અર્થ–સસંગ બુદ્ધિની જડતાને દૂર કરે છે, વાણીમાં સત્ય સિંધ છે, માન અને ઉન્નતિનો માર્ગ બતાવે છે, પાપને કહાવે છે, ચિત્તને નિમન કરે છે. અને સઘળી દિશામાં કાતિને ફેલાવે છે. તે મિત્ર ! સરસંગથી મનુષ્યનું કયું શ્રેય સધાતું નથી, તે તું કહે. આપણા સમાગમમાં આવતા મનુષ્યો પર સારી અસરને પ્રકાશ પાડવો તે પણ કાંઈ ઓછું અગત્યનું નથી. કારણ કે આપણે યાદ રાખવું જોઈએ કે સારી જગ્યામાં અને સારા સ્થળે રોપેલું નાનું બીજ પણ, ધાએ સારું ફળ આપે છે. કેટલીકવાર તો આપણે તે બીજ 'યું હતું એ વાત આપણે વિસરી ગયા હોઈએ છીએ, છતાં આપણે રોપેલા બીજને સારૂં ફળ મળ્યું છે, એ »ાણનું કાંઈ ઓછું આનંદજનક અને સંતોષકારક નથી. અત્ર નાનું બીજ કહેવામાં આવ્યું છે, તેનો આશય એજ છે કે બહારથી દેખાતી નાની બાબતોમાંથી પણ ઘણીવાર માટે અને અજાયબી પમાડે તેવું પરિણામ આવે છે. કેઇ પણ મારું કે આગેવાની ભલે કામ કરવાને આપણે અશકા છીએ, એ વિચાર આપણને નિરસાહી બનાવે છે અને તેથી આપણા હાલના કાવમાં પણ આપણે ઉત્સાહથી ભાગ લઈ શક્તા નથી. આપણામાં રહેલી કાર્ય કરવાની શક્તિ પ્રથમ દર્શને આપણને એવી નવવી અને તુછ ભાસે છે કે કાંઈ પણ કામ નજ કરવું એજ બહેતર છે, એવો વિચાર કરવાને આપણે દેરવાઈએ છીએ. આવા વિચાર કરવા તે માટામાં મોટી ભૂલ છે જે આપણે જરા
SR No.522004
Book TitleBuddhiprabha 1909 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size950 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy