________________
એક મજુર પાસે આપણે કોઈ કામ કરાવાયું; તેના બદલા તરીકે ચાર આના આપવાનું નક્કી કથા, તેણે તે કામ બરાબર , છતાં પૈસા આપતી વખતે આપણે લેભથી કે અન્યાયથી ચાર આનાને બદલે તેને સાડાત્રણ આના આપીએ, તે તેમાં ગેરલાભ કોને ? તે મજુરને તે માત્ર અધ આ નાનું નુકશાન થયું, પણ આ પણને તેથી જે ગેરલાભ થાય છે, તેને કદાપિ તમે વિચાર કર્યા છે ? ન કર્યો હોય તો અત્યારે જ કરે. આ રીતે અધ. મથી વર્તવાથી આપણામાંથી ધીમે ધીમે ન્યાયનું તત્ત્વ (Trincipal of justies ) નાશ પામતું જાય છે. અને અન્યાયથી વર્તવાની આપણને ખરાબ ટેવ પડે છે. આથી મન મલિન થાય છે, અને આ માના ગુણો જે આપણી શાશ્વત રિદ્ધિ છે તે પ્રકટ થઈ શક્તા નથી. શું આમરિદ્ધિના નાશ એ એછી હાનિ છે? જે મનુષ્ય આ રીતે બરાબર સજ્ઞાન મેળવે છે, તે કદાપિ આવું કાર્ય કરે નહિ. શ્રાવપણને મનુષ્ય યોગ્ય થાય, તે સારૂ જે પાંત્રીસ માબાનુસારીપણાના ગુણે વર્ણવવામાં આવ્યા છે, તેમાં પણ ન્યાય સંપન્ન વિભવને પ્રથમ પદ આપવામાં આવ્યું છે. આ જગતના કાર્યો કરવાને ધનની જરૂર છે, અને તે મેળવવા પ્રયન કરે, પણ ન્યાય નીતિથી તે પ્રાન થી જોઇએ.
કેટલીકવાર આ જગતમાં ધમ પુરાને માથે પડતું દુ:ખ જોઈ, તે મજ અધમ પુરધાને જગતમાં ફરી જતા જોઈ સારા પુરની પણ શ્રદ્ધા ડગી જાય છે. જે ધમીને માથે દુઃખ પડે, અને અધમાં સુખી થાય તે પછી ધમ કરવાથી લાભ શો ? આપણે પણ શા સારૂ આડે માર્ગ ને ચાલવું - ઇએ ? આપણે પણ અન્યાયથી ધન કેમ પેદા ન કરવું જોઈએ ? આવા આવા અશુભ વિચારે ઘણીવાર સારા પુરૂાના દિલને પણ લાવી નાખે છે, અને ઘણીવાર તેઓ પણ પામર મનુષ્યની માફક વેત છે, અને અન્યાયથી ચાલે છે. આ વખતે શ્રદ્ધાની ખરી કસોટી થાય છે. જે મનુ ય કર્મ અને પુનર્જન્મને નિયમ યથાર્થ સમજે છે તે આવા સમયે વિચારે છે કે “ધમાં મનુષ્યને માથે જે દુ:ખ પડે છે, તે આ ભવમાં કરેલાં સ કાર્યનું ફળ નથી પણ તેને પૂર્વભવનાં દુષ્કાનું પરિણામ છે, આ ભવમાં કરેલાં સારાં કાર્યનું ફળ તો આવતા ભવમાં તેને અવશ્ય મળશે.
વળી અધમ પુરૂષ કદાચ જગતમાં ફાવી જતો હોય તો તેણે આ ભાવમાં કરેલાં અશુભકાર્યનું તે બળ નથી, પણ પૂર્વભવનાં કઈ સારાં કૃત્યનું પરિણામ છે, અને આ ભવમાં કરેલાં અશુભ કૃપોને સારૂ જરૂર તેને આ