SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. જ્યાં સુધી મનુષ્ય મુક્ત ન થાય, નિર્વાદશા ન પામે, યાં સુધી તે ફરી ફરી જન્મે છે, અને આ જન્મમાં તેની કેવી સ્થિતિ થશે, તેને કેવા સંજોગ મળશે, તેનું ચારિત્ર કેવા પ્રકારનું થશે, તેને શરીર વગેરે સામગ્રી કેવા પ્રકારની પ્રાપ્ત થશે, આ સર્વને આધાર પુનર્જન્મ અને કર્મને નિયમો છે ? આત્મા અમર છે, તે શરીર બદલે છે, પણ તે મરતે નથી, અને બીજા જન્મની તેની સ્થિતિને આધાર પૂર્વભવમાં કરેલાં કાર્યો, વિચારો અને ભારપર રહે છે. આમાં સવ સિદ્ધાંત સમાઈ જાય છે. આ સ્થળે પુનર્જ, ન્મ અને કર્મના નિયમોની સતા પુરવાર કરવામાં આવતી નથી, પણ તે સિદ્ધાંતનું ટુંક સ્વરૂપજ દર્શાવવામાં આવ્યું છે. જે લોકે આ સિદ્ધાંતોને સભ્ય તરીકે કબુલ કરતા હોવ, તેમના જીવન પર આ સિદ્ધાંતને કવી અસર થવી જોઈએ, એ આ લેખમાં ચર્ચવાની અમારી ઇચ્છા છે. જે મનુષ્યોને આ સિદ્ધાંત પર સંપૂર્ણ શ્રદ્ધા છે, તે મનુષ્યનું જીવનજ બદલાઈ જાય છે. તેને મન આ જીંદગી એજ સર્વસ્વ નથી. આ અંદગીને અનેક જીદગીઓની પરંપરામાંની એક તરીકે તેજ સ્વીકારે છે, અને તેથી જગન્માત્ર તરફ તે જુદી દૃષ્ટિથી નિહાળતાં શિખે છે. તે વસ્તુઓની ખરી કીમત આંકી શકે છે, અને તેથી કરીને સાંસારિક વરતુઓથી લોભાઈને તે આત્મહિત બગાડતો નથી. આમા અમર છે અને તે ત્રણે કાળમાં નાશ પામતું નથી અને સંસારની બધી જડ વસ્તુઓ કાંતે નાશ પામે છે, જુદા આકાર ધાર કરે છે, અથવા તેમને છેડીને ચાલ્યા જવું પડે છે, એમ તે બરાબર સમજે છે, અને તેથી નિત્ય અને અનિત્ય વરતુને મદ તેના - ણવામાં આવે છે. આ રીતે સમજનાર પુરા અનન્ય વરના લાભ માટે આત્માના નિત્યગુણોને મલિન કરતો નથી. તે જગતમાં પણ ન્યાય નીતિથી વર્તે છે. કર્યું છે કે – राज्यदण्डभयात्पाप नाचरत्यधमो जनः ॥ परलोकभयादमध्यमः स्वभावादेवोत्तमः ॥ અધમ પુરૂષ રાજદંડના ભયથી, ભય પુરૂષ પરલોકના ભયથી, અને ઉતમ પુરૂષ સ્વભાવથીજ પાપ આચરતા નથી. જે મનુષ્ય પુનર્જન્મને માને છે, તે કદાપિ કોઈને છેતરતો નથી, તે સારી પેં સમજે છે કે આવતા ભવમાં ને છેતરવાનું ફળ તેને ભાગવ પડશે. આ રીતે પાકને ભય તેને નીતિને માર્ગ વાળે છે. બીજને છેતરથી બીજી પણ એક મોટો ગેરલાભ થાય છે, તે દાખલો આપી આપણે સિદ્ધ કરીશ.
SR No.522004
Book TitleBuddhiprabha 1909 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size950 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy