________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ]
શ્રી. મલ્લિનાથ............પ્રતિમા | તીર્થકર ભગવાન પદ્માસને ધ્યાનમુદ્રામાં બિરાજેલ છે. પલાંઠી નીચે આસનની મધ્યમાં એક ચેરસ તકતી છે તેમાં લાંછનની ઝાંખી આકૃતિ છે જે ફેટામાં સ્પષ્ટ નથી, પણ મૂળ પ્રતિમા જતાં, કુંભ જેવી લાગે છે.
પ્રતિમા ખંડિત હોવાથી, મસ્તક છૂટું પડી ખોવાઈ ગયું છે, પણ ભગવાનના સ્તન પૂરતાં મેટા અને વિકસિત છે, જેથી કઈ પણ જેનારને આ પ્રતિમામાં ઉદ્દિષ્ટ તીર્થકરના નારી-દેહ વિષે શંકા રહેતી નથી. લાંછન ઝાંખું હોવા છતાં પણ, અને લાંછન ના હોય તે પણ સહેલાઈથી ઓળખી શકાય એવી આ પ્રતિમા છે. કેમકે ફક્ત મલ્લિનાથ જ નારી-રૂપે જન્મ્યા હતા.
પ્રતિમા મધ્યકાલીન છે, ઈ. સ. ના અગિયારમાં બારમા સૈકા આસપાસની હોઈ શકે. આથી જૂની માનવાનું સાહસ ખેડવા જેવું નથી. શિલ્પની શીલ ઉપરથી એ મધ્યકાલીન માની શકાય.
આનો અર્થ એ નથી કે એ સમય પહેલાં મલ્લિનાથની પૂજા કે માન્યતા નહોતી. એનો એવો પણ અર્થ નથી કે એ પહેલાં આવા નારી-દેલ વાળી શ્રી, મલ્લિનાથની અન્ય પ્રતિમા નહીં ભરાઈ—ઘડાઈ હોય. પણ આજે તે આખા હિન્દુસ્તાનમાંથી શ્રી. મહિલનાથ ભગવાનની આ એક જ પ્રતિમા જોવામાં અને જાણવામાં આવી છે કે જે સંપ્રદાય અનુસાર નારી-દેહે હોય.
પ્રયાસ કરતાં કદાચ આવી બીજી પ્રતિમાઓ જડી પણ આવે. યાત્રિકોને, સંશોધન આ બાબતમાં જાગૃત રહી શેધ કરતા રહેવા નમ્ર વિનંતિ છે.
[ અનુસંધાન પાના ૩૦માનું ચાલુ ]. “પ” એવો એમણે પોતાને માટે ઉલ્લેખ કર્યો છે. આ રહી એ પંક્તિઓ –
"पं. यशोविजयेन पुस्तकं लिखित " " पूर्व पं. यशोविजयगणिना श्रीपत्तने वाचितम् ॥ छ । અહીં જે “પ ' એમ કહ્યું છે તેને અર્થ “પંડિત ' થાય છે..
પદવી–ગણિવાચક અને ઉપાધ્યાય એ પદવીઓ તે ન્યાયાચાર્યને અપાયેલી છે એટલે તેઓ પોતાના નામ સાથે એને પ્રયોગ કરે તેમાં કંઈ જ ખોટું નથી, પણ કવિ, પંડિત, બુધ અને વિબુધ માટે વિચારવાનું રહે છે. તેઓ કોઈ સામાન્ય કક્ષાના કવિ કે પંડિત નથી, એમ તે હરકોઈ ભલભલા વિદ્વાન પણ માને છે જ, પરંતુ એમને “કવિ કે પંડિત' જેવા અર્થવાળી પદવી કોઈ તરફથી મળી હોય એમ જાણવામાં નથી, તે આ બાબત તેમજ સુશિષ્ય અને “શ્રી ને લગતી બીના વિચારવા હું તજજ્ઞોને વિનવું .'
૬-૭. જુઓ “જૈન” (સાપ્તાહિક )ને તા. ૩૧-૩-૫૬ને અંક.
૮. શું ઈદની ખાતર “સુ ને પ્રવેગ કરાયો હશે ? એવા પ્રયોગવાળી પક્તિ કર્તાના કેઈ ભકત્ત-પ્રશંસકે છ હશે?
For Private And Personal Use Only