________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I ૩ અર્ધ છે अखिल भारतवर्षीय जैन घेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨૨ | વિક્રમ સં. ર૦૧૩:વીર નિ. સં. ૨૪૮૨: ઈ. સ. ૧૬ || क्रमांक સંવ : ૨ | કારતક સુદ ૧૨ ગુરુવાર : ૧૫ નવેમ્બર
२५४
શ્રી. મલ્લિનાથ ભગવાનની
એક મહત્ત્વની પ્રતિમા
લેખક : શ્રી, ઉમાકાના પ્રેમાનન્દ શાહ *વેતામ્બર સમ્પ્રદાયના મતે ઓગણીસમા તીર્થંકર શ્રી. મલ્લિનાથ સ્ત્રી-દેહે અવતર્યો હતા. બાકીના તીર્થ કરે પુરુષ હતા. પણ મલ્લિ પિતે એક સ્વરૂપવાન રાજકુમારી હતાં. દિગમ્બર મતે સ્ત્રીઓને મુક્તિ કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવી શક્ય ન હોવાથી, દિગમ્બર સમ્પ્રદાયમાં શ્રી. મલિનાથને પુરુષરૂપે જ સ્વીકારવામાં આવે છે. તે આ બે મતોમાં ક્યો મત વધુ વિશ્વસનીય અને જૂનો હશે ? આ નિર્ણય કરે એકદમ સરળ નથી, પણ જ્ઞાતાસૂત્ર જેવા પ્રાચીન ગ્રન્થમાં વેતામ્બર માન્યતા મુજબ મલિને એક અતીવ રૂપવતી રાજકુમારી તરીકે વર્ણવવામાં આવ્યા છે તે યાદ રાખવું ઘટે.
દિગમ્બર પરમ્પરાઓ મુજબ વંગદેશમાં મિથિલાના રાજા કુંભ અને રાણી પ્રજાવતીના પુત્રરૂપે મલ્લિનાથ જન્મ્યા હતા. એઓના શરીરને વર્ણ સુવર્ણ સમાન હતા, અને એમનું લાંછન “કળશ”નું હતું. ઉત્તરપુરાણના કથન અનુસાર, મોહરૂપી મલ્લને જીતવાથી તેઓ મલ્લિનાથ કહેવાયા:
मोहमल्लममलं यो व्यजेष्टानिष्टकारिणम् । करोन्द्रं वा हरिः सोऽयं मल्लिः शल्यहरोऽस्तु नः ॥
–લત્તરપુરા . ૧. દિગમ્બર મત પ્રમાણે મલ્લિનાથના જીવનચરિત્ર માટે જુઓ ઉત્તરપુરાણ, વર્ષ ૬ ૬. વળી જુઓ તિરોચપતિ , ૪. ૧૧૨ થી આગળ, પૃ. ૨૦૬ થી આગળ,
For Private And Personal Use Only