SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra અર્ક : ૨] www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજબ સાધના [૪] અમ સાધના દક્ષિણ વિભાગની ધરતીને સજળ કરતી ગોદાવરી નદીને કાંઠે પ્રતિષ્ઠાનપુર નગર વસેલું છે. ત્યાં રાજા શાલિવાહનનું રાજ્ય તપી રહ્યું છે. નિમિતશાસ્ત્રના નિપુણ અનેક આજીવક શ્રમણા એ નગરીમાં વાસ કરી રહ્યા છે. ૨ ૪૧ આર્ય કાલક ા પોતાના વિપુલ શાસ્ત્ર-જ્ઞાનના બધા ભંડાર અંતરમાં સમાવીને એક સાચા વિદ્યાર્થી બની ગયા છે. નિાંમનશાસ્ત્રના અધ્યયન વિના એમને બીજી વાતમાં રસ નથી સાધુજીવનના આચાર અને નિમિત્તજ્ઞાનના અભ્યાસ એમના શ્વાસ અને પ્રાણ અન્યા છે. એ તા જિજ્ઞાસાના પ્રેર્યા જુદા જુદા ગુરુઓને શોધે છે; અનેક શકાએ પૂછ્યા કરે છે; અનેક પ્રશ્નો પૂછીને સમાધાન મેળવે છે. કયારેક કયારેક તે નાના ગુરુ અને મેટા ચેલા જેવા તાકડા થઈ જાય છે, પણ આકાલકને એના જરાય સકેંાચ નથી, લેશ પણ શરમ નથી, શરમને અને વિદ્યાધ્યયને તેા સે ગાઉનું અંતર. એ અંતરને આકાલક ઓળંગી ગયા છે. આર્યકાલકની સાધના સફળ થાય છે. જનતા એમની આ સાધનાને વદી રહે છે. અજબ એમની સાધના છે; ગજબ એમને પુરુષાર્થ છે. સૌના શિરામણિ આર્ય કાલક અહીં તો સૌના સેવક જેવા બની રહ્યા છે. એક વાતની ચાનક ચડી, એટલે એને છેડે લીધે છૂટકા, એવા દૃઢ એમને સ્વભાવ છે. અને અંતરની એ દતાની વેલી એક દિવસે શતમુખ ફૂલડે પાંગરી ઊઠે છે. નિમિત્તશાસ્ત્રના અધ્યયન માટે પ્રૌઢ વયે વિદ્યાથી બનનાર આ કાલક એક દિવસ નિમિત્તશાસ્ત્રના પંડિત તરીકે વિખ્યાત બને છે, [૫] આ અમારી ગુરુદક્ષિણા ! નિમિત્તશાસ્ત્રના પતિ આકાલકની ખ્યાતિ વિસ્તરી રહી છે. એક દિવસની વાત છેઃ ખળખળ વહેતી ગોદાવરી નદીને તીરે, એક વિશાલ વટવૃક્ષની નીચે આકાલક બેઠા છે ત્યાં પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહન એમની ખ્યાતિ સાંભળીને, એમના નિમિત્તશાસ્ત્રના જ્ઞાનના પરચા જોવા આવી ચડે છે. For Private And Personal Use Only આ કાલક પ્રત્યે રાજાના અંતરમાં ભક્તિ છે. અને આર્યકાલકના નિમિત્તશાસ્ત્રના જ્ઞાન પ્રત્યે રાજાના મનમાં કુતૂહલ ભર્યુ છે. રાજા એક સવાલ પૂછે છે, આર્યકાલક પોતાના નિમિત્તશાસ્ત્રના જ્ઞાનના બળે એને તરત જ ઉત્તર આપે છે.
SR No.521739
Book TitleJain_Satyaprakash 1956 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy