________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|૩ અ* I अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्य प्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : धीकांटा रोड : अमदावाद (गुजरात)
તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨૨ || વિક્રમ સં. ૨૦૧૨: વીર નિ.સં.ર૮૮૧: ઈ. સ. ૧લ્મ | માં વાંક : ? || આસો સુદ ૧૫ સેમવાર : ૧૫ ઑકટોબર २५३
બાવીસમું વર્ષ
કમેક્રમે મજલ કાપતાં કાપતાં “શ્રી જૈન સત્યપ્રકાશ” એકવીસ વર્ષ પૂરાં કરીને આ અંકે બાવીસમા વર્ષમાં પ્રવેશ કરે છે, તે પ્રસંગે અમે સૌ કોઈને સાથ, સહકાર અને શુભેચ્છાની માગણી કરીએ છીએ.
અખિલ ભારતીય સૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસમેલને સ્થાપન કરેલ શ્રી. જૈન ધર્મ સત્યપ્રકાશક સમિતિનું આ માસિક મુખપત્ર અંદર અંદરની કેઈ પણ ચર્ચાથી સર્વથા અળગા રહીને માત્ર બીજાઓ તરફથી જૈન ધર્મ કે એના કોઈ પણ અંગ ઉપર થતા આક્ષેપોનો યુતિપુર:સર પ્રતિકાર કરવાની નીતિને વરેલ હેવાથી જુદા જુદા ગરછ અને સમુદાયેનું એ એક મિલનસ્થાન બની રહેલ છે અને પ્રતિકાર ઉપરાંત જૈન તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કળા, પુરાતત્તવ, ઈતિહાસ વગેરે વિષયને લગતી લેખનસામગ્રી એ પિતાની મર્યાદા અનુસાર પ્રગટ કરતું રહે છે.
સમિતિની આર્થિક સ્થિતિ જરાય સદ્ધર નથી. ખરી રીતે તે દર વર્ષે મેળવે અને દર વર્ષે ખરચ કરે એવી આકાશવૃત્તિ જેવી સમિતિની સ્થિતિ છે. એવી આર્થિક સ્થિતિની પણ અમને વિશેષ ચિંતા એટલા માટે નથી કે અત્યાર સુધી ચતુર્વિધ સંઘે જેવી રીતે એની આર્થિક જરૂરિયાત પૂરી પાડી છે, તેવી જ રીતે ભવિષ્યમાં પણ પૂરી પાડતા રહેશે, કારણ કે આ સમિતિ અને આ માસિક એ શ્રીસંઘનાં પિતાનાં જ છે.
આમ છતાં એક વાત ખરી કે જે સમિતિ પાસે વિશેષ આર્થિક સગવડ
For Private And Personal Use Only