SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થયપરિણા (સ્તવપરિજ્ઞા) અને એની યશોવ્યાખ્યા લે. . હીરાલાલ ર. કાપડિયા એમ. એ. , સમભાવભાવી શ્રી. હરિભદરિએ કેટલીક બાબતોના નિરૂપણમાં પહેલ કરી છે. એનો એક પૂરા તે એમણે રચેલી પંચવઘુગ નામની કૃતિ અને એની શિષ્યહિતા નામની પણ ટીકા છે. આ મૂળ કૃતિના ૧૧૧૦મી થી ૧૩૧રમા સુધીનાં એટલે કે ૨૦૩ પો થયપરિણાને લગતાં છે. એના ઉપર શ્રી. હરિભદ્રસૂરિની ટીકા છે. એને લક્ષ્યમાં લેતાં આ જઈણ ભરહટ્ટી (જેને મહારાષ્ટ્રી)માં રચાયેલાં પોની સંત છાયા સહેલાઈથી તૈયાર થઈ શકે તેમ છે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીયશોવિજ્ય ગણીએ કેટલીક પ્રાચીન કૃતિઓનું સંપૂર્ણ વિવરણ રચું છે તે પ્રસંગવશાત સમ્મઈપયરણની ઘણું ગાથાઓને અંગે એમણે એમની ભિન્ન ભિન્નર કૃતિઓમાં તેમ કર્યું છે, પરંતુ થયપરિણાની તે પ્રત્યેક ગાથાની સંક્ષિત વ્યાખ્યા એમણે એક જ કૃતિમાં પ્રતિમાશતક (લે. ૬૭)ની પજ્ઞ વૃત્તિ (પત્ર ર૦૫-૨૪ર) માં કરી છે તે મહત્ત્વની ગણાય. અહીં એમણે થયપરિણુંની તમામ (૨૦૩) ગાથાઓ ઉદ્ધત કરી છે. એની અંતિમ (૨૦૩મી) ગાથાની વ્યાખ્યાના અંતમાં શ્રી. યશોવિજ્ય ગણીએ ત્રણ પદ્ય રચ્યાં છે. તેમાંનું આદ્ય પદ્ય પાઈયમાં છે, જ્યારે બાકીનાં બે સંસ્કૃતમાં છે. એ આદ્યપદ્ય ૧. આનું ગુજરાતી ભાષાન્તર “ આગમ દ્ધારક” શ્રી. આનન્દસાગરસૂરિએ કર્યું છે. એને ઉઘાત (પૃ. ૧)માં થયપરિણુણની વિરલતા વિષે નીચે મુજબ વિધાન કર્યું છે? “ચોથી ગણુનુજ્ઞા નામની વસ્તુમાં આચાર્યાદિના ગુણ અને કાર્યોની સાથે આખા જૈન શાસનમાં બીજે કઈ પણ સ્થાને ઉપલબ્ધ નહિ થતી એવી પૂર્વગત શ્રુતમાંથી ઉદરેલી સ્તવપરિજ્ઞાનું વિવેચન કરવામાં આવ્યું છે.” ૨. શ્રી યશોવિજયગણીએ સ્વરચિત અનેક ગ્રંશે સન્મતિ-પ્રકરણને આશ્રીને જ રચ્યા છે એ દર્શાવવા તે તે ગ્રંશમાં ઉધૃત કરાયેલી ગાથાઓની સૂચિ એ મતલબના લખાણ પૂર્વક ત્રીજુ પરિશિષ્ટ સન્માનિત પ્રકરણને જે ત્રીજા કાંડરૂપ પાંચમે વિભાગ વિ. સં. ૧૯૮૭માં પ્રકાશિત થયો છે તેમાં અપાયું છે. એમાં આ ઉપાધ્યાયજીની આઠ કૃતિઓ નીચે મુજબ ગણવાઈ છે – શાસ્ત્રવાર્તાસમુચ્ચયટીકા, નપદેશ, અનેકાન્તવ્યવસ્થા, જ્ઞાનબિન્દ, દ્રવ્યગુણસ્પર્યાયને રાસ, મહાવીરસ્તવ, ધર્મ પરીક્ષા અને ગુ તત્ત્વવિનિશ્ચય. , અહીં ગુરુતત્તવિછિય જેવી પાઈ કૃતિને સંસ્કૃત નામે નિર્દેશ છે તેમજ ઉપર્યુક્ત આઠ કૃતિનાં નામ કોઈ વિશિષ્ટ ક્રમે અપાયાં હોય એમ જણાતું નથી. એ વાત બાજુ પર રાખીએ તો પણ પ્રતિમાતક (લે. ૧૫)ની પજ્ઞ વૃત્તિ (પત્ર ૬૨)માં દ્રવ્યસમ્યક્તવને અંગે સમઈ-પુયરભુની બે ગાથા ઉદ્ધત કરાયેલી હોવા છતાં તેને ઉલેખ કેમ નથી એ પ્રશ્ન તેમજ શ્રી. યશોવિજ્ય ગણીની અન્ય કઈ કૃતિ પણ નોંધવી રહી તે નથી ગઈ એ પ્રશ્ન પણ ઊઠે છે. ઉપર્યુક્ત પત્ર ૬૨માં બે ગાથા સમઈપયરણમાં હોવાનું કહ્યું છે. તેમાંની પહેલી નિમલિખિત ગાથા ત્રીજા કાંડની ૨૮મી ગાથાથી પૂર્વાધ પૂરતી ભિન્ન છે. જ્યારે બીજી ગાથા ત્રીજા કાંડની ૬૭મી ગાથા સાથે સર્વાંશે મળતી આવે છે – " छप्पि य जीवनिकाए सद्दहमाणो ण सद्दहइ भावा । ___ हंदी अपज्जवेसु सद्दहणा होइ अविभत्ता ॥" પર પાઠાંતર તરીકે આ ગાથાને પૂર્વાર્ધ સન્મતિતર્ક પ્રકરણના વિદ્વાન સંપાદએ નેધેલ જણાતે નથી. જો એમ જ હોય તો તેનું શું કારણ? For Private And Personal Use Only
SR No.521737
Book TitleJain_Satyaprakash 1956 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy