________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૨] હું તે ભલે એકલે
(૨૫૭ મિથિલાપતિ અને માલવપતિ સહોદર ! સૌના અંતરમાં ભારે કડાકે થશે, પણ યુદ્ધનો નાદ એવો ઘેરો બન્યો હતો કે કડાકો એમાં સમાઈ ગયે. સાધ્વી સુત્રતાને બીજો દાવ પણ નિષ્ફળ ગયો.
[૩]
- હું તમારી જનની ! પણ સુવ્રતાએ સંસારના ઘણા રંગ જોયા હતા. એ વૈરાગિણીના અંતરમાંથી ખમીરને ઝર કંઈ સુકાઈ ગયો ન હતો. પિતાની ધારેલી વાતને પાર પાડવા માટે કૃતનિશ્ચય બનીને એ હજી નમિરાજની શિબિરમાં જ ઊભી હતી.
નમિરાજનું અંતર એની હાજરીમાં ગૂંગળાતું હતું. એને થતું હતું, હવે આ ચાલી જાય તે સારું.
મંત્રીઓ અને સામત પણ અવાક થઈ ગયા હતા.
સુત્રતાએ એક વધુ પ્રયત્ન આદર્યો. એણે કહ્યું: “રાજન ! મારું માને, અને નાના ભાઈના હાથે મોટા ભાઈને સંહાર થતો અટકાવો! મંત્રીઓ અને સામત ! તમારા રાજવીને બંધુહત્યાના પાપથી વારવા તમારે ધર્મ છે. વડીલ બંધુ તે પિતાતુલ્ય ગણાય !”
સૌનાં અંતર દુવિધામાં પડી ગયાંએક બાજુ યુદ્ધ, યુદ્ધ ને યુદ્ધનો નાદ ગાજતે હતે. એમાં બીજી બાજુ મિથિલાપતિ અને માલવપતિ બને સહેદર એ ભેદ ઘૂંટાવા લાગ્યો. ઇચ્છા અનિચ્છાએ પણ સૌની જિજ્ઞાસા આ ભેદને પામવાને સતેજ થઈ - એક મંત્રીએ પૂછયું: “આર્યા ! આ બે રાજવીઓ સહોદર એ નવી વાત વળી આપ કયાંથી લાવ્યાં ?”
સાધ્વીએ કહ્યું: “મહાનુભાવ, અસત્ય નહીં બેલવાનાં અમારાં વ્રત છે.”
નમિરાથી ન રહેવાયું: “પણ આર્યા! આવી વાત સાચી શું મનાય ? ક્યાં હું અને ક્યાં માલવપતિ ચંદ્રયશ ! અને આપ તે કહે છે, અમે બન્ને સહેદર ! ”
નમિરાજ, સાંભળે ત્યારે વાતને ભેદ. માલવપતિ ચંયશ એ યુગબાહુ અને મદનરેખાને પુત્ર થાય. તમે પણ એ જ યુગબાહુ અને મદનરેખાના પુત્ર છે.”
પણ નમિરાજ એ વાતને માનતા નથી. એ તે કહે છે: “આયી ! આપની વાત આપ જાણો! મારાં માતાપિતા આપ કહે છે તે નથી. પદ્મરથ મારા પિતા અને પુષ્પમાલા મારી માતા. આખી દુનિયા આ વાત જાણે છે. અને વળી આપ નવી જ વાત કાં કહે છે ?”
મહાનુભાવ ! એ તમારાં માતાપિતા ખરાં, પણ જન્મ આપનાર નહીં, તમારું પાલન-પોષણ કરનાર ! તમારાં સાચાં માતાપિતા તો હું કહું છું તે જ ! તમે અને ચંદ્રયથા બને સહેદર. ચંદયશ મેટો ભાઈ તમે નાના ભાઈ! કહો, ભાઈ ભાઈ થઈને હજુય તમારે યુદ્ધે ચઢવું છે? યુદ્ધની શાંતિની મારી ભિક્ષા હય તમારે નકારવી છે?”
આર્યો ! એ જે હોય તે. પણ આજે એનું શું? અમે બે સહોદર હોઈએ કે દુશ્મન બનીને કપાઈ મરીએ એમાં આપને શું ? આપ આપને ધર્મ પાળે, અમને અમારે માર્ગે જવા દે.”
For Private And Personal Use Only