________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬] શ્રી. જેન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૧ કરાયા હોય તે પણ બધાં પ્રકાશનની પ્રાપ્તિ કરવામાં સમિતિને વધુ સાધનસામગ્રી અને સંવેગોને પહોંચી વળવા માટે ચાલુ ખર્ચ કરતાં પણ વધુ આર્થિક સ્થિતિની સંગીનતાની જરૂર છે. સમિતિએ જે ઉદ્દેશથી આ માસિકને આજદિન સુધી પ્રસિદ્ધ કર્યું છે, અને હવે પછી જે ઉદ્દેશથી આગળ વધવાની મુરાદ સેવે છે તે માટે જેન વેટ મૂર્તિપૂજક ચતુર્વિધ સંઘની દરેકે દરેક વ્યક્તિએ પછી ભલે તે સાધુ હોય કે સાધ્વી હોય શ્રાવક હોય કે શ્રાવિકા હોય તે બધાંએ તન-મન-ધનથી આ માસિક માટે યથાશક્તિ ઉદ્યમ કરી છૂટવે જોઈએ. સંમેલનની સ્મૃતિ અંગે દરેકે દરેક વ્યક્તિએ આર્થિક મદદ, વાંચકે વધે એવી જનાની સલાહ લેખ વગેરે અર્પણ કરીને, અને સાથે સાથે જ્યાં જ્યાં શાસનવિરુદ્ધ આક્ષેપ જેવું લાગે તે સાહિત્ય લાલ નિશાન કરીને તરત સમિતિ પર મોકલવા આગ્રહભરી ભલામણ છે.
શિ૯પીઓની ખલના નિવેડો લાવો
શ્રી, નંદલાલ ચૂનીલાલ સેમપુરાએ જૈ. સ. સ. ના વર્ષ ૨૦, અંક: ૧૨ માં “ખલનાઓની સમીક્ષાને પ્રત્યુત્તર' શીર્ષક લેખ આપે છે. એ લેખમાં જે વલણ દાખવી છે એ જોતાં સામસામે લેખ લખવાથી ચર્ચાને અંત આવે એમ લાગતું નથી, ત્યારે વ દી–પ્રતિવાદીઓના શાસ્ત્રાર્થથી ચર્ચાને નિવેડો લાવ યેગ્ય જણાય છે. તેમણે પણ એવા શાસ્ત્રાર્થસભાના આયોજનની સૂચના તેમના લેખમાં કરી છે, ત્યારે વાદી તરીકે તેમણે પ્રથમ ચેલેંજ આપવાની ફરજ થઈ પડે છે.
જે. સ. પ્ર. ના વર્ષ: ૨૦, અંક: ૧૦ માં પ્રગટ થયેલે “એ અલનાઓ ખરી નથી” શીર્ષક અમારે લેખ હજીયે અખંડિત હોવાનું અમે માનીએ છીએ. શ્રી. નંદલાલના ખલનાઓની સમીક્ષાને પ્રત્યુત્તર” શીર્ષક લેખથી એકેય મુદ્દાને નિરાસ કે ખરે ઉત્તર મળતું નથી. આથી અમે એ જાહેર કરવું એગ્ય ધારીએ છીએ કે, આવા વિવાદનો નિર્ણય શાસ્ત્રાર્થ દ્વારા કરાવવા શ્રી નંદલાલ ઈચ્છતા હોય તે અમે એ માટે તૈયાર છીએ. જૈન વિદ્યાશાળા ) અમદાવાદ
કલ્યાણવિજય ૩૦-૧૦-૫૫
For Private And Personal Use Only