________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કસો આ૦ શ્રીહેમચંદ્રસૂરીશ્વરજીની
દીક્ષા-કુંડલી લેખક : પૂર્વ મુનિરાજ શ્રીદર્શનવિજ્યજી (ત્રિપુટી) સરના કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસુરિજીનું ચરિત્ર અનેક ગ્રંથોમાં વિવિધ રીતે મળે છે. તેમાં તેઓના દીક્ષા સમય માટે ઉલ્લેખ પણ મળે છે પરંતુ એ ઉલ્લેખો એવી શૈલીથી રજુ થયો છે કે–સામાન્ય પાઠક તે સહેજે શંકામાં જ પડી જાય. આ કારણે પૂ. આચાર્યદેવની દીક્ષા-કુંડલી માટે આજે વિસંવાદ ઊભો થયો છે.
તેઓની દીક્ષા-કુંડલી માટે નીચે મુજબ ખાસ બે ઉલ્લેખ મળે છે – माधे सितचतुर्दश्यां, ब्राझे विष्ण्ये शनेदिने। धिष्ण्ये तथाष्टमे धर्म-स्थिते चन्द्रे वृषोपगे ॥३१॥ लाग्ने बृहस्पतौ शत्रु-स्थितयोः सूर्यभोमयोः ॥३२॥ - સં. ૧૧૫૫માં મહા શુદિ ૧૪ બ્રાહ્મ ધિણ્યમાં, શનિના વારમાં, આઠમા ધિણ્યમાં, ધર્મના વૃષના ચંદ્રમામાં (ચાંદ્રમાં), ગુરુવાલા લગ્નમાં અને રવિ મંગલ છઠ્ઠા સ્થાનમાં.
–આ. પ્રભાચંદ્ર કૃત–પ્રભાવક ચરિત્ર પ્ર. ૨૨, સં. ૧૩૩૪) अथ श्रीवर्धमानस्य, प्रासादे सादिताहसि । माघमासस्य धवले, पक्षे चतुर्दशेऽहनि ॥१६॥ रोहिण्यां शनिवारे च, रवियोगे त्रयोदशे । सप्तग्रहबलोपेते, वृषलाने शुभेशके ॥१६॥
ભગવાન શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં મ. શુ. ૧૪, શનિવાર, રોહિણી, તેમે રવિયોગ, વૃષભલગ્ન, શુભ અંશ, અને બલવાન સાત ગ્રહો હતા ત્યારે.
–(આ. જ્યસિંહ કૃત-કુમારપાલચરિત્ર મહાકાવ્ય, સં. ૧૪૨૨) ઉપર મુજબ બે ઉલ્લેખે દીક્ષા માટે મળે છે. હવે જ્યોતિષના હિસાબે વિચારીએ તે તેમાં સામાન્ય રીતે નીચે મુજબ વિરોધ ઊઠી શકે છે.
(૧) અહીં બ્રાહ્મ અને આઠમું એમ બે નક્ષત્રો બતાવ્યાં છે. કોઈ પણ એક નક્ષત્ર હોવું જોઈએ. (૨) મહા સુદિ ૧૪ ને દિવસે રોહિણી નક્ષત્ર હોય જ નહીં.
(૩) મહા મહિનામાં ધનિષ્ઠા અને કુંભનો સૂર્ય હોય છે, તેથી તેરમે રવિ પુષ્પ નક્ષત્રમાં આવે, રેહિણમાં ૧૩મે રવિયાગ ન થાય.
(૪) શુદિમાં તેરશે કે કદાચ ચોદશે તેરમે રવિલેણ બને છે. (૫) મહા સુદ ૧૪ ને દિવસે પુષ્ય નક્ષત્ર હોય પણ તેમાં વિવાહ તથા દીક્ષાનો નિષેધ છે.
(૬) ધિર્યને અર્થ નક્ષત્ર થાય છે. કદાચ ધિક્ષ્યને અર્થ મુહૂર્ત કલ્પવામાં આવે તે દિવસે મું મુક્ત અભિજિત અને શું મુદત રોહિણી છે. રાતે ૮મું મુદત રહિણી, ૧૧ પુષ્ય અને રલ્મ બ્રાહ્મ મુહૂર્ત આવે છે. પરંતુ ધિષ્યને અર્થ મુહૂર્ત લેવા માટે પ્રમાણ જોઈએ.
(૭) વૃષભનો ચંદ્ર લગ્નમાં હોય પણ લગ્નનો ચંદ્ર દીક્ષામાં નષ્ટ મનાય છે. (૮) ચંદ્ર લગ્નમાં અને ધર્મમાં એમ બે સ્થાને હેય નહીં,
For Private And Personal Use Only