SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન શાસનમાં શ્રી. ભગવતી દીક્ષાનું સ્થાન લેખક : - પૂજ્ય આ. શ્રી. વિજયજંબુસૂરીશ્વરજી - 5 જેને દર્શન જગતમાં ઊંચામાં ઊંચું આત્મદર્શન છે. કર્મના બંધનમાં જકડાયેલા આત્માની મુક્તિ શી રીતે થાય એ જ એમાં ઉપદેશવામાં આવ્યું છે. અને એ જ હેતુથી આત્મા બંધનમાં શી રીતે ફસાયે છે, નવાં નવાં બંધનોમાંથી શી રીતે બચી શકાય તેમ જ જૂનાં બંધને શી રીતે છૂટે એ હકીકતે યથાસ્થિત છણીને પરમ પદપ્રાપ્તિ સુધીની સઘળી પ્રક્રિયાઓ આ દર્શનમાં બતાવવામાં આવી છે. ભૌતિક પદાર્થો ઉપરના રાગ વગેરે દોષોથી પ્રત્યેક આત્માનું શુદ્ધ સ્વરૂપ જે બગડવું છે તે તેના ત્યાગ વગેરે ગુણકારી જીવનથી જ સુધરે. આ એક મૌલિક પાયાની હકીકત જે હૃદયથી સમજવામાં આવે તો ભાગવતી દીક્ષાનું મહાઉપકારી સ્થાન કોઈનાથીયે નકારી શકાશે નહીં. સંસારમાં અનેકવિધ યોનિઓમાં જીવનાં જન્મ-મરણ થાય છે. પશુ વગેરે અન્ય કોઈ યોનિ એવી નથી કે જેમાં આ ત્યાગની સાધના સંપૂર્ણ શકય હોય, સિવાય એક મનુષ્ય યોનિ. આ મનુષ્ય નિમાં પણ જીવના અનેક વખત અવતાર થઈ ગયા હોય છે, છતાં ત્યાગની દષ્ટ સાધના તે કોઈ વિરલ અવતારમાં જ શક્ય બને છે. મેહમાયાના અનાદિ સંસ્કારનું જેર તૂટયા વિના જીવને ત્યાગ જીવન સારી રીતિએ સાંપડતું નથી. એ માટે જ સુખના કામી મનુષ્યએ મુમુક્ષભાવે પિતાના આ મેધા જીવનમાં છેક બચપણથી મરણ પર્યત ત્યાગી જીવનને પ્રવેગાત્મક અભ્યાસ પાડે એ પણ ઘણું જરૂરી અને હિતાવહ છે. યોગ્યતાપૂર્ણ આ સુંદર સ્વાર્પણ-યામાં કોઈની રુકાવટ ન હોય કિન્તુ સહાનુભૂતિ જ હેવી ઘટે. આત્મા, પરમાત્મા, આ જન્મ, પુનર્જન્મ, આ લેક, પરલેક, સંસાર, મેક્ષ વગેરે માનનાર દુનિયાનો કોઈ ધર્મ, કોઈ સમાજ, કોઈ રાષ્ટ્ર કે કોઈ ધર્મગ્રંથ એવો નથી કે જેમાં ત્યાગની મહત્તા માનવામાં ન આવી હોય. જે મનુષ્યો સંસારમાં રહીને પણ પિત સ્વાર્થ-ત્યાગપૂર્વક સેવાપરાયણ બને છે તે આ દેશમાં કે પરદેશમાં સર્વત્ર પૂજાય છે. આ એક હકીકત છે, તે પછી જેઓ પોતાની શિશુવયમાંથી સર્વ ત્યાગનો પદાર્થ પાઠ સ્વીકારી મહાસેવાપરાયણ બને છે તેના તરફ સુગ રાખવી એ અધૂરી સમજનું પરિણામ છે. દીક્ષા જનતાને સર્વ ત્યાગને પદાર્થ પાઠ આપે છે. અને એનાથી મનુષ્યનું જીવન ઉન્નત બની જગતમાં દરિદ્રનારાયણદ સર્વ પ્રણગણુની મહાસેવામાં દીક્ષિત પોતાના સમસ્ત જીવનને અર્પણ કરી દે છે. એના ભવ્ય માર્ગમાં અંતરાય કરવાનું દુઃસાહસ જેઓ પોતાને સભ્ય, સુધરેલા અને સુશિક્ષિત ગણાવે છે તેમનાથી હરગીજ થઈ શકે નહિ, એમ અમારું નિશ્ચિત માનવું છે જેન ધર્મમાં સંસારત્યાગની દીક્ષા આઠથી સિત્તેર વર્ષની ઉમર સુધી ગ્રહણ કરી શકાય, છતાં એમાં જેને તેને મૂડી સાધુ બનાવી દેવામાં આવતા નથી. તે નીચે રાખવામાં આવેલી સાવચેતી ઉપરથી જોઈ શકાશે. For Private And Personal Use Only
SR No.521726
Book TitleJain_Satyaprakash 1955 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy