________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણું આવશ્યક સૂત્ર...,
[ ૧૧ ટીકાકારનું કર્તવ્ય સૂત્રના પાઠની શુદ્ધિ કરવાનું હતું, એ માટે આવશ્યકનિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓની જૂનામાં જૂની પ્રતિ એકત્ર કરીને પ્રત્યેક સુત્ર અને સૂત્રખંડના પંચાંગીના પ્રાકૃત, સંસ્કૃત પાઠોની સાથે અર્થની દૃષ્ટિએ મિલાન કરવાનું અને જ્યાં અર્થવૈષમ્ય જણાતું હોય ત્યાં મૂલનાં પ્રતીક તપાસી અશુદ્ધિઓ પકડવાનું હતું. આ કાર્ય માટે માત્ર આવશ્યક પંચાંગીની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓની જે જરૂરત હતી, નહિ કે ૧૧૨ જેટલા આધાર ગ્રંથ કે ૩૧ જેટલી હાથપોથીઓની બાંધછોડ કરવાની, ઈ દોની સમાલોચના, કરવાની કે તાંત્રિક તત્ત્વનું પ્રદર્શન કરવાનું કંઈ જ પ્રજને ન હતું. અષ્ટાંગ વિવરણને બદલે ૧ શુદ્ધ મૂલપાડ, રે સંસ્કૃત છાયા, ૩ ગુજરાતી ભાષામાં શબ્દાર્થ ૪, અન્યથાર્થ અને ૫ તાત્પર્યા–આટલી વસ્તુઓને અનુલક્ષીને જ વિવરણ કરવાની જરૂર હતી. અનિશ્ચય તાત્પયર્થમાં આવી જાય છે જ્યારે આધાર, ઈતિહાસને સારા કે છંદનું નામ, લક્ષણ ટિપ્પણમાં પણ આપી શકાતું હતું. લેખકે જે ઉપર્યુકત માર્ગ ગ્રહણ કર્યો હોત તે ઓછા પરિમે અને ઓછા ખર્ચે આનાથી વિશેષ સારા સંસ્કરણ તૈયાર થઈ શકયું હતું અને થોડા મૂલ્યમાં આને સર્વત્ર પ્રચાર થઈ શક્યો હોત. પણ જે કામ થઈ ગયું છે તેને અંગે હવે વધુ લખવાનું અનાવશ્યક છે.
હવે અમે આપણા “આવશ્યકસૂત્રમાં તેમજ પ્રતિક્રમણમાં બોલાતી, સ્તુતિ-સ્તવાદિમાં અજ્ઞાતપણે પ્રવેશેલી અને આજ પર્યત ચાલી આવતી અશુદ્ધિઓની સૂચી આપીને આ ચર્ચાને સમેટી લઈશું.
લગભગ ત્રણેક વર્ષ ઉપર અમોએ મહેસાણાના સંસ્કરણને આધાર કલ્પી આવશ્યક સંબંધી સૂત્રોનું એક શુદ્ધિપત્રક તૈયાર કર્યું હતું અને તેને છપાવી પ્રકટ કરવાને પણ વિચાર કર્યો હતો પણ એ પછી થોડા જ સમયમાં “પ્રબોધટીકા'ના પ્રથમ ભાગના પ્રકાશનની ખુશીમાં મુંબઈ મુકામે જેનેની સભા થઈ અને લાગતાવળગતાઓને અભિનંદન અપાયાં. આ બનાવ ઉપરથી અમને લાગ્યું કે હવે “પ્રતિક્રમણ સૂત્ર'નું શુદ્ધ સંસ્કરણ પ્રકાશિત થતાં અમારા આ શુદ્ધિપત્રકને પ્રકટ કરવાની આવશ્યકતા રહેશે નહિ, અમોએ પ્રધટીકાવાળા સંસ્કરણને પ્રથમ ભાગ મંગાવીને દષ્ટિગોચર કર્યો, કેટલીક ભૂલે તેમાં સુધરેલી જણાઈ ત્યારે કેટલીક નવી ભલે દૃષ્ટિગત થઈ. અમોએ આખો ગ્રન્થ છપાઈ ગયા પછી જે એના સંબંધમાં કંઈ પણ લખવાનો નિર્ણય કર્યો, ગત ચાર્તુમાસ્યમાં અન્તિમ ભાગ બહાર પડ્યો તે મંગાવીને આખા ગ્રંથનું મૂલમાત્ર વાંચી લીધું અને નજરે ચઢેલી ભૂલેની નોંધ કરી લીધી. .
અહીં અમે પ્રથમ મહેસાણાના સંસ્કરણની અને તેની સામે પ્રધટીકાના સંસ્કરણની અશુદ્ધિઓનું શુદ્ધિપત્રક આપીશુંજેથી પૂર્વે આ સૂત્રમાં કેટલી અશુદ્ધિઓ હતી અને આ નવા સંસ્કરણમાં કેટલી રહી અને કેટલી નવી પ્રવિષ્ટ થઈ એને વાચકગણ વિચાર કરી શકે –
મહેસાણુ-સંરકરણું
અશુદ્ધ
પ્રધટી સંસ્કરણ જગચિંતામણિમાં
શુદ્ધ અશુદ્ધ મહુરિપાસ
મહુરિપાસ કેડીએ.
કોડીઓ,
મુહરિપાસ કવિઓ
For Private And Personal Use Only