SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. રેન સત્ય પ્રકાશ '[ વર્ષ: ૨૧ કર્યા છે, એ પણ અવિચારિત કાર્ય કર્યું છે, આવા પ્રક્ષેપ કાલાન્તરે લેખકોના અજ્ઞાનથી સૂત્રોનાં અંગ બનીને મૂળ વસ્તુને વિકૃત કરે છે કે જેનું સંશોધન પણ અશક્ય બની જાય. વન્દનાક સૂત્ર” તથા “અભુઠિઓ ' આદિમાં દાખલ કરેલાં “ગુરુપ્રતિવચનો,' “સ્થાન નિવેદન ” આદિ બાબતો અજાણ સ્વયં શીખનારાઓ માટે હાનિકર થશે, એટલું જ નહિ પણ પોથીલેખ દ્વારા સૂત્રનાં અંગ બનીને તે મૂળ વસ્તુને બગાડનાર નીવડશે. આ પ્રતિવચને, સ્થાનાદિ નિવેદન વિધિમાં શોભનારીવરતુઓ છે, જેઓને મૂળમાં પ્રવેશ કરાવીને સંપાદકે અક્ષમ્ય ભૂલ કરી છે. લઘુશાન્તિસ્તવમાં ‘વિજ્યાદિ જગમંગલ કવચ, અારસ્તુતિ, આમ્નાય, ફલશ્રુતિ, અંતમંગલ આદિ શીર્ષ કાના કોણ વેરીને શાતિપાઠીઓને માર્ગ દુર્ગમ બનાવ્યો છે, આવાં સૂચને અસ્થાનીય અને અપ્રાસંગિક હતાં. સંશાધન અમે પ્રથમ જ કહી ચૂક્યા છીએ કે સંશોધનની દૃષ્ટિએ આ સંસ્કરણ સારું છે, કેટલીયે પ્રવાહપતિત લેનું આમાં પરિમાર્જન થયું છે છતાંયે પૂર્વથી ચાલી આવતી ચેકબુધ અશુદ્ધિઓ આમાં પણ રહી જવા પામી છે, ભીમસી માણેકના સંસ્કરણની કેટલીક ભૂલે મહેસાણાનો સંસ્કરણમાં સુધરી છે, તેમ મહેસાણાના સંસ્કરણની કતિપ, ભૂલે આમાં સુધરી છે, એમ છતાં ભીમસીની ઘણી ભૂલે મહેસાણાએ અપનાવી છે અને મહેસાણાનું અનુસરણું આ સંસ્કરણના સંશોધકોએ કર્યું છે, ખાસ કરીને ભાષાની કૃતિઓ-પાક્ષિકાદિ અતિચાર ” “ સકલતીર્થવન્દના આદિમાં ભીમસી માણેકે ભાષાવિષયક પરિવર્તન કરીને ભૂલ કૃતિઓને વિકૃત કરી હતી તે જ રૂપે મહેસાણા અને અષ્ટાંગ-વિવરણકારે પિતાના સંસ્કરણમાં તેની પુનરાવૃત્તિ કરી છે. ખરી રીતે એવી કૃતિઓને પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓના આધારે સુધારીને પિતાના મૂલરૂપમાં પ્રકાશિત કરવી જોઈતી હતી. “અજિતશાન્તિસ્તવમાં જેમ પ્રાચીન ટીકાના આધારે શાબ્દિક પરિવર્તન કર્યું છે તે જ રીતે ઉક્ત કૃતિઓને એના મૂલરૂપમાં ઉપસ્થિત કરી હતી તો યેય ગણીત. અજિતશાનિસ્તવમાં કરેલ પરિવર્તને અજિતશાન્તિસ્તવમાં કેટલીક હસ્વ દીધની ભૂલે સુધારી છે એ તે ઠીક, પણ છન્દોના આધારે આમાં કેટલેક ઠેકાણે ગાથાઓનો જે અંગભંગ કર્યો છે તે અક્ષતવ્ય છે. સંશોધકે ગમે તે ભાવથી પણ “અજિતશાન્તિસ્તવની છન્દ વિષયક છેડછાડ કરીને તે પોતાની બુદ્ધિનું જ પ્રદર્શન કર્યું છે. છન્દઃ શાસ્ત્ર' તે કંઈ કતિષય વૃત્તવાહિની લઘુતરંગિણી નથી પણ લાખ વૃત્તોને એ “મહાર્ણવ ' છે, આનું તળ જોયા વિના અજિતશાન્તિસ્તવના હજારે વર્ષ જૂના છંદોની જાતને થાહ લેવાની ચેષ્ટા પણ સંશોધકને મૂંઝવનારી થઈ પડે તેવી છે, આવી વસ્તુ સ્થિતિ હોવા છતાં સંશોધકે અજિતશાન્તિસ્તવના છંદોની ચર્ચા કેમ કરી તે અમે સમજી શકતા નથી. છન્દોજાલ અતિગહન છે, અજિતશાન્તિસ્તવના ઈદનું સંશોધન કરવા નીકળેલા સંશોધક પિતે એની ભુલભુલામણીમાં પડીને “ઉપજાતિ ને “ઈન્દ્રવજા' અને “ઓપછ—સિક ને “વૈતાલીય ' લખવાની ભૂલ કરી બેસે છે કે જેની એને સ્વયં ખબર પણ નથી પડતી. ત્યારે અજિતશાતિના છની એમની સમાલોચના ભૂલભરેલી ન હોય એમ કોણ કહી શકે તેમ છે ? For Private And Personal Use Only
SR No.521726
Book TitleJain_Satyaprakash 1955 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy