________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજસ્થાનનાં કેટલાંક જૈન મંદિર
૧. રાજપુર લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રી વિશાળવિજ્યજી રાજસ્થાનમાં આવેલ ફાલના સ્ટેશનથી ૧૫ માઈલ અને મોટી સાદડીથી પૂર્વ દિશામાં લગભગ ૨ માઈલ દૂર રાજપર નામે ગામ છે. આજે અહીં જેનનું એક પણ ઘર વિદ્યમાન નથી.
અહીં શાંતિનાથ ભગવાનનું એક સુંદર મંદિર લગભગ પંદરમા સૈકામાં બંધાયેલું છે. એ મંદિરને જોતાં એ સમયે જેનોની વસ્તી અહીં સારા પ્રમાણમાં હોવી જોઈએ. જેની વસ્તી શા કારણે અહીંથી ચાલી ગઈ તેનું કારણ જાણવામાં આવ્યું નથી છતાં સંભવ છે કે રાજસ્થાનનાં બીજાં ગામોમાં બન્યું છે તેમ અહીં પણ ગામની હકુમતવાળા દરબાર સાથે જેને મતભેદ થતાં તેઓ ચાલ્યા ગયા હોય.
પહેલાં આ રાજપર ગામ અહીંથી બે માઈલ દૂર પહાડની તળેટીમાં આવેલા જૈન મંદિર સુધીના વિસ્તારવાળું હશે, કેમકે મંદિરની આસપાસ મકાનનાં સેંકડો ખંડિયેર પડેલાં છે. ચોક્કસ માહિતીના અભાવે અમે અહીં અનુમાનમાત્ર દેવું છે,
ગામથી લગભગ છ માઈલ દૂર એક પહાડી નીચે શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર વિદ્યમાન છે. મૂળનાયકની મૂર્તિ નીચે “શ્રી શાંતિનાથ વિમળો' એટલા અક્ષરો વંચાય છે; જે રુકમણિ નામની શ્રાવિકાએ આ મૂર્તિ ભરાવ્યાને નિર્દેશ માત્ર કરે છે. મૂળનાયક ભગવાનની જમણી બાજુએ શ્રી શાંતિનાથ ભ. ની મૂર્તિ નીચે આ પ્રકારે લેખ છે–
સં. ૨૪૩૨ વર્ષે સં. શરમ તેવા શ્રીરાંતિનાથવુિં . પ્ર. શ્રી વેરિમિઃ |
–સં. ૧૪૯૩ માં સંઘની કર્યા અને દેવાએ શ્રી શાંતિનાથ ભ.ની પ્રતિમા ભરાવી અને તેની શ્રી પદ્યસૂરિએ પ્રતિષ્ઠા કરી.
આ લેખ ઉપરથી એમ માનવાને કારણ મળે છે કે, આ મંદિર પંદરમા સૈકા લગભગમાં પ્રતિષ્ઠિત થયું હશે.
ગૂઢમંડપમાં પિસતાં આપણી ડાબી બાજુના થાંભલામાં શ્રેણીની મૂર્તિ છે; જે આ મંદિર બંધાવનાર શ્રેણીની હશે એમ લાગે છે. આ જ ગૂઢમંડપમાં ઓટલાવાળો એક થાંભલે છે. જેમાં ચારે બાજુએ એકેક મૂર્તિ કરેલી છે અને સમવસરણ કહે છે. ચારે બાજુની ચૌમુખ પ્રતિમાઓ ઉપર આ પ્રકારે લેખો છે – પૂર્વ દિશામાં – ..." सं. १४७८ वर्षे वैशाख शुदि ५ दिने प्रा. ज्ञातीय व्य. राउल भार्या हांसू पुत्र समर सिह भीमसिह सहिते समोसरण श्रीशांतिनाथबिंब प्रतिष्ठित सूरिभिः॥",
For Private And Personal Use Only