________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દક્ષિણમાં જૈન ધર્મ
[ ૧૧૧ પેઢીએ એટલે વીર સંવત ૧૪૯ માં કલિંગની ગાદી ઉપર ચંડરાય નામે રાજા થયો. એ વેળા મગધમાં રાજાનંદનું રાજ્ય હતું. નંદરાજાએ કલિંગ ઉપર ચઢાઈ કરી હતી, કુમારી પર્વત ઉપર આવેલ એક દેવાલયમાંથી ભગવાન શ્રી. ઋષભદેવની મનોહર સુવર્ણ મૂર્તિનું હરણ કરી જઈ પિતાની રાજધાનીમાં લઈ જઈ, ત્યાં એની ભક્તિપૂર્વક સ્થાપના કરી હતી.
શોભનરાયની આઠમી પેઢીએ ખેમરાજ નામે રાજા થયા. એ વેળા મગધની ગાદી ઉપર અશક રાજા રાજ્ય કરતો હતો. એ મહારાજા અશોકે ઈ. સ. પૂર્વે ૨૬૨ માં કલિંગદેશ ઉપર ચઢાઈ કરી. એ વેળા ઉભય રાજાઓ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. વિજયશ્રી અશોકને વરી, અને કલિંગની પ્રજાની મોટા પ્રમાણમાં ખુવારી થઈ ત્યારથી કલિંગમાં બૌદ્ધધર્મને પગપેસારો થયો. આ યુદ્ધમાં જે અતિ મોટા પ્રમાણમાં રક્તપાત થયો હતો અને એ દ્વારા જે ખાનાખરાબી એણે નજરે જોઈ હતી, એથી એને એટલી હદે આઘાત થયો કે જેથી પાછલી અવસ્થામાં એણે યુદ્ધનો ત્યાગ કર્યો એટલું જ નહીં પણ ધર્મ અને નીતિદર્શક સૂત્રો કેતરાવ્યા અને શાંતિમય વન ગાળવાને એણે નિશ્ચય કર્યો એવું ઈતિહાસકારોનું મંતવ્ય છે.
આ સંબંધમાં પણ સંશોધકેમાં મફેર વર્તે છે. અશોકના શિલાલેખમાં પૌષધ' જેવા કેટલાક શબ્દો આવે છે કે જે વિષે બૌદ્ધ ગ્રંથમાં કંઈ જ ઉલ્લેખ નથી. વળી એકાદ લેખના અપવાદ સિવાય પ્રિયદર્શી શબ્દ જ વધારે વપરાયેલો જણાય છે. શિલાલેખમાંની કેટલીક આજ્ઞાઓ જૈનધર્મના સિદ્ધાંત જોડે વધુ બંધબેસતી આવે છે. એના આધારે કેટલાક પ્રિયદર્શી તે અશક નહીં પણ મહારાજા સંપ્રતિ હોવા ઘટે એવું અનુમાન કરે છે.
ખેમરાજ પછી તેમને પુત્ર બુદ્ધરાજ ગાદીએ આવ્યું. આ પરાક્રમી યોદ્દો હોવાથી કલિંગદેશનું સ્વાતંત્ર્ય પુનઃ પાછું મેળવાયું. કલિંગદેશમાં રાજ્ય કરનાર સર્વ રાજાઓ જૈનધર્મી હતા, બુદ્ધરાજે જૈન ધર્મનો પ્રચાર મોટા પ્રમાણમાં કર્યો. કુમારીગિરિ ઉપરનાં મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો અને એ ઉપરાંત નવીન જિનમંદિર બંધાવ્યાં તેમજ ગુફાઓ પણ બનાવરાવી. ઈ. સ. પૂર્વે ૧૪૩ આશરેના સમયે બુદ્ધરાજને પુત્ર ભિક્ષુરાજ ખારવેલ સિંહાસનારૂદ્ધ થ. રાજા ખારવેલ સેનવંશીય હોઈ કુલીન, વીર, તેમજ પરાક્રમી હતા. મેઘવાહનની પદવી વંશપરંપરાગત ચાલી આવેલી એણે પણ ધારણ કરી હતી.
સમ્રાટ ખારવેલ સંબંધી વૃત્તાંત આ માસિકના પાનામાં અગાઉ આવી ગયેલ છે. વળી એ ઐતિહાસિક જેનધમ રાજવી અંગે આજે બે મત જેવું પણ નથી જ, કેમકે પૂર્વે જોયું તેમ હાથીગુફાનો શિલાલેખ એ મહત્ત્વની વાત આલેખે છે. અહીં તે એ મહારાજાએ જેનધર્મની પ્રભાવના અથે, મગધમાં પડેલા બાર વર્ષે ભયંકર દુકાળને લીધે, વિરમૃત થતા આગમજ્ઞાનને તાજી રાખવા વિદ્વાનની પરિષદ બોલાવી હતી, તે પ્રતિ નજર ફેરવી જોઈએ. રાજવીનું આ કાર્ય અતિમહત્ત્વનું હતું. એ વેળા દેશમાં પ્રવર્તતી વિષમ દશા પ્રતિ વિચાર કરતાં આ પ્રકારની પરિષદ મેળવવી અને લીધેલ નિર્ણને અમલી બનાવવા પ્રયાસ કરવો એ જેવું તેવું કાર્ય નહતું. આ સંબંધમાં એકત્ર થયેલ શ્રમણ આદિ અને થયેલ કાર્યવાહી, ખુદ મરાઠી લેખકના શબ્દોમાં જ ઉદ્ધત કરવામાં આવે છે –
'या सभे मध्ये जिनकल्पी समान आचार्य बलिसह, बोधलिंग, देवाचार्य, धर्मसेनाचार्य आदि करून २०० मुनि करियविरफपी'आचार्यसुस्थितानाचार्य उमास्वाति व शामाचार्य
For Private And Personal Use Only