SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૮] મંત્રી ઠાકરસી શાહના રાસનું પર્યાલચને રાસને બીજે ઐતિહાસિક ઉલ્લેખ ઠાકરસીના ભાઈ બીજા ( વિજય) વહાણ માર્ગે વેપાર માટે કણયાપુર ગયો. અને ત્યાંની રાજમહિણી જ્યસેનાને શાકિનીના ઉપદ્રવથી મુક્ત કરી ત્યારે રાજાએ યથેચ્છ વસ્તુ માગવાનું કહેતાં તેણે બીજું કંઈ ન માગતાં તેનું અશ્વરત્ન મેળવ્યું, જે ઠાકરસી શાહે વિજયનગરના નરેશ હરિયડને ભેટ આપીને પ્રધાન પદ પ્રાપ્ત કર્યું. બીજા (ઠાકરસીને ભાઈ) વાકનઉરપુરમાં જ રહેવા લાગ્યો, ત્યાં સુધી જ રાસમાં ઉલેખ છે. કયાપુર અને ત્યાંની રાણી જયસેનાના સંબંધમાં ડો. દશરથ શર્માએ લખ્યું છે કે, કણુયાપુર સંભવતઃ દક્ષિણ કનાડા (તુલુવ પ્રદેશ)ના કુંદાપુર તાલુકાનું કલ્યાણનગર છે. અહીં મહારાજાધિરાજ વીર બલ્લાલની પટ્ટ મહિણી કૃષ્ણાઈ તાયીને સને ૧૩૪૯ ને એક લેખ વિદ્યમાન છે. આને જ રાણી જ્યસેના માનવાની ઈચ્છા થાય છે પરંતુ એ પણ સંભવિત છે કે, તે કઈ સામંત રાજા જયસિંહની રાણી હશે; જે રાજા સિંહની પાસેથી વીજાએ અશ્વરને પ્રાપ્ત કર્યું હતું. રાસમાં મંગલપુરના પડીરાયનો ઉપદ્રવ શાંત કરવા માટે સૈન્ય સાથે ઠાકરસીના આક્રમણનો ઉલ્લેખ મળે છે. આ પંડીરાયના સંબંધમાં શ્રી. દશરથજી શર્મા લખે છે કે, હરિહર પ્રથમના સમસામયિક બે રાજાઓએ પાંડવરાજની ઉપાધિ ધારણ કરી હતી. આમાંથી એક દક્ષિણ કનાડાધિપતિ (તુલુવ પ્રદેશને સ્વામી) વીર પાંડ્યદેવ, સને ૧૩૪૬ માં રાજગાદી પર હતું. તેનાં બિરૂદ પાંડચક્રવતી અરિરાય, વાસવશંકર અને રાજા ગજાંકુશ આદિ હતાં. મગર (મંગલપુર)ના પાંચેશ્વર મંદિરમાં સને ૧૩૬૦ ને આ રાજાને એક લેખ વિદ્યમાન છે. હેયસલ રાજા વીર બલ્લાલ ત્રીજાએ પણ આ જ રીતે પાંડચક્રવતી આદિ બિરૂદ ધારણ કર્યા હતાં. સંભવતઃ સને ૧૩૪૦ ની આસપાસ તેણે દક્ષિણ કનાડા અર્થાત તુલુવ પ્રાંત ઉપર પિતાનું આધિપત્ય સ્થાપન કર્યું હતું. આમાંથી કયા રાજ પર ઠાકરસીએ આક્રભણું કર્યું” એ બતાવવું મુશ્કેલ છે. કનડ (કનાડા) શબ્દ અધિકાર હેયસલવંશીઓ માટે જ લગાડવામાં આવે છે. જે કન્નડ પડીરાજ વીર બલ્લાલ ત્રીજે હોય તે આપણે એ માનવું પડશે કે સંસ્થાપક હરિ હર પ્રથમને કેવળ મુસલમાનની સાથે જ નહિ પણ દક્ષિણના પ્રબલ શાસકે વીર બલ્લાલ ત્રીજાની સાથે પણ મોરચે લે પડ્યો હતો. અને તેને પરાજિત કરવામાં ઠાકરસીએ સહાયતા કરી હોય. પરંતુ વીર બલ્લાલનું મૃત્યુ સને ૧૩૪૨ માં થઈ ચૂકયું હતું. એ સમયે કદાચ ઠાકરસી દક્ષિણમાં પહોંચ્યા પણ ન હોય. આથી અધિક યુક્તિસંગત તે એ છે મંગલેરના પંડીરાયને આલુ પંદ વીર પાંડ્યદેવ માની લઈએ. મંગલેરને પિતૃકમાગત અધિકારી એ જ હતે. અને સંભવતઃ એના જ સમયમાં દક્ષિણ કનાડાના શાસકોએ વિજયનગરની આધીનતા સ્વીકારી હતી. દક્ષિણ કનાડા પ્રદેશનું આધિપત્ય હોવાના કારણે પાંડવરાજ કન્ઝોડા અથવા કન્નડ કહી શકાય એમ છે, રાસનાયક ઠાકરસીના સંબંધમાં ઐતિહાસિક પર્યાલચન કર્યા પછી રાસની રચના સંબંધે વિચાર કરવો આવશ્યક છે. રાસ અપૂર્ણ પ્રાપ્ત હોવાથી તેની અંતે જે રચનાકાળ અને સ્થાન આપ્યું હશે, તે બીજી પ્રતિ મળી ન આવે ત્યાં સુધી કહી ન શકાય. રાંસમાં આના રચયિતાનું નામ “જ્ઞાન કવિ' એમ આવે છે. “જૈન ગૂર્જર કવિઓ”માં આ નામના બે કવિઓનો ઉલ્લેખ છે. વસ્તુતઃ તે બંને કવિ એક જ છે. એ ગ્રંથના ભાગ ૧, પૃષ્ઠ: ૪૮૦ માં ઉલ્લેખાયેલ જ્ઞાન કવિને જ્ઞાનદાસ માની લેવામાં આવ્યા છે તે ઠીક નથી. આ ગ્રંથના ત્રીજા ભાગના પૃ૦ ૫૪૩ માં સેરઠગને જ્ઞાનચંદ્રસૂરિના ગ્રંથનું વિવરણ છે, [ જુઓ અનુસંધાન પૂર્ણ : ૯૯ | For Private And Personal Use Only
SR No.521719
Book TitleJain_Satyaprakash 1955 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy