________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયનગરના મંત્રી ઠાકરશી
[ ૭૯
કેટલાક દિવસો પછી ઠાકરસી શાહે વિચાર્યું, કોઈ પણ વેપારને આશ્રય લીધા વિના વણિકપુ નકામા બેસી રહેવું ઉચિત નથી. આ દેશમાં સામુદ્રિક વેપાર છે. આથી વહાણમાં માલ ભરીને પિતના ભાઈ વિજ ઉ-વિજ્યને કણયાપુર કલ્યો. કયા પુરની રૂપવતી રાણીનું નામ જ્યસેના હતું. પૂર્વ કર્મના ઉદયથી રાણીના શરીરમાં શાકિનીની પીડા હતી. રાજાએ મંત્ર, યંત્ર, તંત્ર, ઔષધી આદિ અનેક ઉપચાર કરાવ્યા. કોઈનાથી કંઈ લાભ ન થે. અને આ રીતે બાર વર્ષ વીતી ગયાં. રાજાએ તે પિટાવ્યો કે જે રાણીને નીગ કરી દેશે તેનું દુઃખ, દારિ રાજા દૂર કરી દેશે. આ અવસરે વિજ્ય કયાપુર ગયો અને જઈને રાજાને મળ્યો.
હેરાન કેલાલ સાંભળીને તેણે કહ્યું: “શી વાત છે ?' રાજાએ રાણીનાં છળ-દ્ધિ પીડાનું વૃત્તાંત કહ્યું. વિજ્ય હસીને કહ્યું : “એની શી ચિંતા છે? હું હમણાં જ ઠીક કરી દઉં છું બોલાવો રાણી સાહેબાને.” રાજા તેને રાણી પાસે લઈ ગયે. વીજાને વીરવિદ્યા સિદ્ધ હતી. તેના પ્રભાવથી રાણી સ્વસ્થ થઈ ગઈ. જે બાર વર્ષોથી અલ રહી હતી તે હવે સહર્ષ બોલવા લાગી. રાજાએ મનોવાંછિત વરંતુ માગવાને કહ્યું. વિજ્યવી અશ્વપરીક્ષક (શાલિહોત્ર) પણ હતો. તેણે એ જ અશ્વરત્ન માગ્યું, જે અશ્વ રાજાને ત્યાં એકલે ઊભો હતો. અને ધૂપ સુગંધી ચામર આદિથી આરાધિત અને પટકુલ આદિથી સુશોભિત હતો. રાજાએ વચનબદ્ધ થઈ વીજાને અશ્વરન આપી દીધું. વિજા એને લઈને જહાજ માર્ગે વાકનઉર નગરના બંદરે પહોંચ્યો. ઠાકરસી શાહને વધામણી આપવામાં આવી, ઠાકરસી શાહ સમુદ્રતટ પર આવ્યા અને જહાજમાંથી ઊતરીને વીજાએ તેમને પ્રણામ કર્યા. ઠાકરસી શાહ અશ્વરત્નને જોઈને અત્યંત આનંદિત થઈ ગયા. વછરાજના પુત્ર ઠાકરસીએ વિચાર્યું કે, આ કલ્પવૃક્ષ સમાન અશ્વત્ન અમને મળ્યું છે, તે માલમ પડે છે કે, હવે અમારું પૂર્વકૃત પુણ્ય પ્રગટ થયું છે.
ઠાકરસીએ અશ્વરત્નને ઉત્સવપૂર્વક લઈ જઈ ઘરમાં બાંધ્યું, પછી તે રાજાને ભેટ કરવા માટે અશ્વરત્ન લઈ વિજ્યનગર ગયો અને રાજા હરિયડને મળ્યો. રાજા અશ્વરત્ન જોઈ ચિત્તમાં ચમત્કાર પામ્યો. અને શાલિહેડ્ય લોકોને તત્કાલ બોલાવી અને પંડિતને આ અશ્વની જાત વિશે પૂછયું. તેમણે કહ્યું કે, ઈદ્ધ અને સૂર્ય ઉપરાંત આ ત્રીજે અબ્ધ છે જે આપે પ્રાપ્ત કર્યો છે. આ ઘોડે ક્યાંય સાંભળવામાં આવ્યો નથી. રાજાએ આનંદિત થઈને ઠાકરસીનો ખૂબ આદર કર્યો. અને તેને બધા મંત્રીઓના ઉપરી તરીકે પ્રધાનપદ આપ્યું. ઠાકરસી શાહ રાજાની પાસે હવે પ્રેમપૂર્વક રહેવા લાગ્યા અને નાનાભાઈ વીજાને બાકનુરિમાં રાખ્યા.
આ તરફ સેરઠ દેશમાં એવું બન્યું કે, મંત્રીના ગયા પછી અસુર સેનાએ જૂનાગઢ ઉપર આક્રમણ કર્યું, રતાઓ અને ઘાટ બધા બંધ કરી દીધા. રાજાએ ખેદપૂર્વક કઈ રીતે દશબાર વર્ષ વીતાવ્યાં છેવટે પિતાના રાજ્યમાં, બુદ્ધિશાળી મંત્રી ઠાકરસીને અભાવ સાલવા લાગે ત્યારે રાજાએ સોરઠ દેશ છોડ્યો અને સમુદ્ર માર્ગે મલબાર આવ્યો. જ્યારે ઠાકરસીએ રાજા ખેંગાર આવ્યાનું સાંભળ્યું ત્યારે તે સ્વાગતપૂર્વક જઈને મળ્યો અને સરપતિને નમસ્કાર કર્યો. પછી તેમને ધણી ભેટ આપી અને સારા સ્થાનમાં ઉતારો કરાવ્યો. સેરઠનરેશ ખેંગારની સેવામાં રહેવાથી ઠાકરસી શાહ દરબારમાં જઈ ન શક્યા ત્યારે રાજા હસ્પિડે મંત્રીની અનુપસ્થિતિનું કારણ પૂછયું. ચાડી ખેર પુરહિતે કહ્યું: “મહારાજ ! સરપતિ ખેંગાર અહીં આવ્યા છે. આ રાજા શાહજીના પહેલાના સ્વામી છે. તેથી તેમની સેવા કરે છે. વાસ્તવિક વાત તે
For Private And Personal Use Only