SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૫] શકે કેટલાં નાટક સજ્ય સજાવ્યું ચન્દ્રસૂરિએ વિ. સં. ૧૧૭૪માં સુખસાધના નામની વૃત્તિ રચી છે, એ પણ પ્રકાશિત છે. પ્રસ્તુત લેખ સાથે, આ ઉપરાંતની જે વિશિષ્ટ કૃતિ વિચારવા જેવી છે તેની રચના વિજ્યલમીસૂરિએ વિક્રમની ૧૯મી સદીમાં કરી છે. એ કૃતિનું નામ ઉપદેશપ્રાસાદ છે, અને એ પત્ત વૃત્તિ સહિત છપાયેલી છે. ઉપર્યુક્ત ગુણિ (પત્ર ૪૮૩)માં નિમ્રલિખિત પાઠ શકે કેટલાં નાટ સર્જાવ્યાં અને તેમ કરવા પૂર્વે એણે શું શું કર્યું ઈત્યાદિ બાબતો રજૂ કરે છે – " तेणं कालेणं तेणं समएणं सके देविन्दे जाव विहरति तते णं दसण्णस्स रण्णो इमं एयारूवं अणुद्वितं जाणित्ता एरावणं हत्थिरायं सद्दावेति २ एवं वयासि-'गच्छाहि णं भो तुम देवाणुप्पिया ! चोवहिं दंतिसहस्साणि विउव्वाहि । एगएगाए बोन्दीए चोवद्धिं अट्ठ दन्ताणि अट्ठ सिराणि विवाहि । एगमेगे दन्ते अट्ठट्ठ पुक्खरिणीओ। एगमेगाए पुक्खरिणीए अट्ठट्ठ पउमाणि सतसहस्सपत्ताणि । एगमेगे पउमपत्ते दिव्वं देविड्ढि दिव्वं देवज्जुत्ती दिव्वं देवाणुभागं दिव्वं बत्तीसतिविहं नट्टविहिं उवदंसेहि।" આને હું અર્થ સૂચવું તે પૂર્વે આ મુકિત પાઠમાં જે અશુદ્ધિ હોવાનું ઉપલક દૃષ્ટિએ જણાય છે તેને હું નિર્દેશ કરું છું. “ નાળિ લટ્ટ સા”િ એવા પાઠને બદલે “સિરાશિ ઘટ્ટ રસ્તા ” એવો પાઠ હૈ જોઈએ એમ ઉપલક દૃષ્ટિએ લાગે છે. વળી વિષ્ણુ ને બદલે વઝુર્તિ એમ પાઠ હોવો જોઈએ. આ અશુદ્ધિ કંઈ અર્થમાં બાધક બનતી નથી. અશુદ્ધિ વિષે ઉપર મુજબ સુચન કરી હું હવે ઉપર્યુક્ત અવતરણને અર્થ દર્શાવું છું, તે કાળમાં તે સમયમાં દેવેન્દ્ર શક વિહરતો હતો. એણે દશાર્ણભદ્ર રાજાની આ પ્રકારની પ્રવૃત્તિને જાણીને ઐરાવણ હસ્તિરાજને બોલાવ્યો અને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તું ચોસઠ હજાર (૬૪૦૦૧) હાથીઓનું સર્જન કર. એ દરેકના શરીર ઉપર ૬૪૪ ૮ = ૫૧૨ મસ્તક બનાવ અને મસ્તકે મસ્તકે આઠ આઠ દંકૂશળ રચ. એકેક દંતૂશળ ઉપર આઠ આઠ પુષ્કરિણી (વાવડી) બનાવે અને એ પ્રત્યેક પુષ્કરિણીમાં લાખ લાખ પત્રવાળા આઠ પદ્મોની રચના કરે. વળી એ પદ્મના એકેક પત્ર ઉપર દિવ્ય એવી દેવની ઋદ્ધિવાળી, દિવ્ય એવી યુતિવાળી અને દિવ્ય એવા દેવના પ્રભાવવાળી બત્રીસ પ્રકારની નાટચવિધિ દર્શાવ. આ અર્થ કરતી વેળા મેં ચોવટ સર્ફિ થી ૬૪ x ૮ એમ જે કહ્યું છે તે કથા વાંકામાં અને ઉપદેશપ્રાસાદમાં પ્રત્યેક હાથીને પ૧ર મુખ હોવાને ઉલેખ વાંચી સ્કરેલા વિચારનું પરિણામ છે. એ કથન જે સમુચિત ન જ હોય તે આ પાઠાંશને શું અર્થ કરે તે સૂચવવા મારી સહૃદય સાક્ષરોને સાદર વિજ્ઞપ્તિ છે. બત્રીસ પ્રકારની નાટવિધિ એટલે બત્રીસ નાટક એમ અર્થ કરતાં, ઉપર્યુક્ત યુણિ પ્રમાણે શકે તૈયાર કરાવેલાં નાટકોની સંખ્યા નીચે મુજબની થવા જાય છે – ૧ સામાન્ય રીતે બત્રીસ” એ અર્થમાં “ બત્તીસ' શબ્દ વપરાય છે એ વાત ખરી, પરંતુ સમવાય (પત્ર પ૭) વગેરેમાં બત્તીસઈ કે બત્તીસતિ એ પણ શબ્દપ્રયોગ જોવાય છે. જુઓ પાઈયમહાર્ણવ (પ. ૭૭૮). ૨. જુઓ પૃષ્ઠ: For Private And Personal Use Only
SR No.521718
Book TitleJain_Satyaprakash 1955 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy