________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૨૦
..
સાહિત્ય અથવા આગમ સાહિત્યનું રૂપ ક્રમશઃ નિશ્ચિત થયું'. અર્ધમાગધીના મૂળ આગસ સાહિત્ય સિવાય બૌહાની · અરૃકથા ' ની જેમ જૈનેામાં પણ ધાર્મિક ગ્રંથો ઉપર ધણીએક વિસ્તૃત ચૂર્ણ અને ટીકાનું નિર્માણ એક હજાર વર્ષના લાંબા સમય સુધી, પહેલાં પ્રાકૃ તમાં અને તે પછી સસ્કૃતમાં થતું રહ્યું. જે જે સાલમાં આ સાહિત્ય બન્યું તે તે સમયનું સાંસ્કૃતિક ચિત્ર એ સાહિત્યમાં અનાયાસે જ સમાવિષ્ટ થઈ ગયું છે. ભૂગોળ, સંસ્કૃતિ, સામાજિક રહેણીકરણી—એ પ્રત્યેક પ્રશ્નો ઉપર જૈન સાહિત્ય પ્રકાશનાં નવાં કિરણો ફેલાવે છે.
‹ રાયપસેણિયસૂત્ર ' માં મેટા વિમાનો અને સ્તૂપોની રચનાનું વર્ણન વિસ્તારથી કરેલું છે. એમ લાગે છે કે, જાણે લેખકે સાંચી અને મથુરાના સ્તૂપાનું, તેની વેદિકા અને તારણાનુ જાતે જોયેલુ વર્ણન કર્યું હાય. સાહિત્ય અને કળા અને એક–બીન્તના રૂપને પ્રગટાવતાં હાય એમ જણાય છે. પ્રાચીન સ્તૂપાના સાંગાપર્વાંગ વર્ણનની આવી સુંદર સામગ્રી ભારતીય સાહિત્યમાં અન્યત્ર કાંઇ નથી. આ જ ગ્રંથમાં પ્રાચીન નાશ્વ વિષય ઉપર પણ અણમેલ મસાલા પડયો છે, મહાવીરના જીવનચિરતને નૃત્યપ્રધાન નાશ્વ (ડાન્સ)માં કેવી રીતે ઉતારવામાં આવ્યું છે અને તેની સાથેાસાથ નૃત્યના કેટલાયે ભિન્ન ભિન્ન રૂપાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે; એને વાચતાં વાચતાં એમ લાગે છે કે, જાણે આપણે પ્રાચીન ભારતના કાઈ પ્રેક્ષાગારમાં જઈ ને બેઠા હઈએ, જ્યાં ચાક્ષુષ યજ્ઞના રૂપમાં નાટકને વિસ્તાર થઈ રહ્યો હોય અને જેમાં કળાના અનેક ચિહ્નોને નૃત્યરૂપ ઉતારાતાં હોય,
આ પ્રકરણથી એ વાત નિશ્ચિતરૂપે પ્રગટ થઈ જાય છે કે, જૈનાગમ સાહિત્યમાં અને તેની માટી માટી ટીકાઓમાં ભારતીય સંસ્કૃતિના ઉદ્ઘાટન માટે કેટલી બહુમૂલ્ય સામગ્રી વિદ્યમાન છે ! હજી સુધી વ્યવસ્થિતરૂપે આ સામગ્રીનું અધ્યયન, સંકલન, વિવરણુ અને પ્રકાશનની પરિપાટી વિદ્વાનોમાં પ્રવર્તિત થઈ નથી. પરંતુ એકવાર આવે ક્રમ ચાલુ થશે તો આપણે જોઈ શકીશું કે, જૈન વિદ્યા ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ માટે કામધેનુની માફ આપણી આશાઓને પણ પૂર્ણ કરશે. ‘ રાયપસેણિય ’ ગ્રંથના આ જ પ્રકરણમાં પ્રાચીન ભારતીય વાઘોની લાંખી સૂચી આપવામાં આવી છે. જેમ કે — શ'ખ, શખિકા, શૃંગ, ખરમુખી, પેયા, પરિરિયા ( માંનું વાજી), પશાવ, પાહ, ભંભા ( ટક્કા ), હેરમ્મા, ( મહાતમ્મા ), ભેરી, ઝલ્લરી, દુદુભિ, મુજ, મૃદંગ, દિ, મૃદંગ ( એક બાજુ સાંકડુ અને બીજી બાજુ પહેાળુ મુજ ), આલિંગ્ટક ( એક પ્રકારનું મુરૂજ ), કુસ્તુંબ, ગામુખી, મળેલ (બંને તરફ સરખા માંવાળું), વિપચી (ત્રણ તારની વીણા ), વલ્લકી, ભ્રામરી, બ્રામરી, પરિવાદિની, મહતી, કચ્છપી, ચિત્રવીણા, ઝંકા, નકુલ, તૂણા, તુબવીણા, મુકુંદ ( એક પ્રકારનુ મુજ ), ડુબા, ચિવિક્કી, કરટી, ડિડિય, કિણિત, કડમ્બ, દરક, દરિકા, કલશ, તાલ, કાંસ્યતાલ, રિગિરીસિકા, મકરિમા, શિશુમારિકા, વંશી, વાલી, પરિક્ષિ—આ સૂચીમાં જે વાજાઓનાં નામેા આવ્યાં છે. તેમાંથી પ્રત્યેકના પોતાના એક ઇતિહાસ હોવા જોઇએ. ભારતીય સંગીત અને વાજા ઉપર કામ કરનારા વિદ્વાને માટે આ સામગ્રી અણમોલ કહી શકાય એમ છે, ભારતીય શિલ્પકળામાં આમાંથી અનેક વાજાંગનું ચિત્રણ આવ્યું હશે. તેની પરખ અને વિગતવાર અધ્યયન પૂરેપૂરા શોધનિબંધનો વિષય છે. ફ્રેંચ ભાષામાં માર્શલ મુઆએ હજી હમણાં જ પ્રાચીન ભારતીય વાજા ઉપર બહુ જ સુંદર સચિત્ર પુસ્તક લખ્યું છે. એ રીતે એક ગ્રંથ જલદીથી આપણી ભાષામાં પણ પ્રસ્તુત કરવા જોઈ એ.
જૈન વિદ્વાનાની સાહિત્યિક રચના
દ્વારા બીજી કેટલાયે પ્રકારની ભારતીય સંસ્કૃતિની
For Private And Personal Use Only