________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રક
वर्ष : २०
મંત્ર : ૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ ૐ અર્જુમ્ ॥
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित
श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र शिंग भाईनी वाडी : घीकांटा रोड अमदावाद (गुजरात) તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ
વિક્રમ સ’. ૨૦૧૧ : વીર નિ. સ. ૨૪૮૦ : ઈ. સ. ૧૯૫૪ માગશર વિદ્દે ૬ મુઘવાર : ૧૫ ડિસેમ્બર
જૈન વિદ્યા
લેખકઃ ડૉ. શ્રી. વાસુદેવશ અગ્રવાલ
क्रमांक
२३०-३१
[ ડૉ. અગ્રવાલ ભારતીય વિદ્વાનોમાં માન્ય અને ગણનાપાત્ર ભારતીય સંસ્કૃતિના રહસ્યવેત્તા છે. તેમણે બ્રાહ્મણ સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યની માફક જૈન સાહિત્યે પણ ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં કેવા અને કેટલો ફાળો આપ્યા છે તેનાં એએક ઉદાહરણા આપી જૈન સાહિત્યના વણખેડાયેલા ક્ષેત્રમાં સાધન કરવા આ લેખારા પ્રેણા આપી છે. આથી જ માસિકના વાચકો માટે ઉપયોગી એવા આ લેખને અહીં સાભાર અનુવાદ આપીએ છીએ. સપા૰]
For Private And Personal Use Only
જૈન સાહિત્ય અને કળાની સામગ્રીના આધારે ભારતીય સંસ્કૃતિ અને ઋતિહાસની સામગ્રીનો ઉદ્દાર એ જૈન વિદ્યાનું ક્ષેત્ર અને ધ્યેય હોવું જોઈએ. પશ્ચિમી વિદ્વાનોએ લગભગ સેા વર્ષો પહેલાં ખાદ્ધ સાહિત્યના ઉદ્ધાર અને પ્રકાશન તરફ ધ્યાન આપ્યું. એ પ્રસંગક્રમમાં જ બૌદ્ધધર્મ સંબંધી કળાસામગ્રીનું પ્રકાશન અને અધ્યયન પણ શરૂ થયું. આથી ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના ઘણાયે નવા પડદા ખુલી ગયા. બૌદ્ધ વિદ્યાનું સાહિત્ય હવે એટલું બહુ વધી ગયું છે કે તેનાથી એક જન્મમાં પાર પામવા મુશ્કેલ થઈ પડે. એ સાહિત્યના છુપાયેલા અણમોલ પ્રથા ચીન, બરમા, સિલ, સ્યામ, તિબ્બત, કાશ્મીર, મધ્યએશિયા વગેરે દેશામાંથી પ્રાપ્ત થયાં છે. સુદૂર મંગાલિયા, કારિયા, જાપાને પણ બૌદ્ધ સાહિત્યના પુનરુદ્ધારમાં પેાતાની ભેટ ચડાવી છે. ખૌદ્ધકળાની સામગ્રી શોધતાં શોધતાં એશિયા ભૂખંડના બહુ મોટા ભાગમાં પ્રસરેલી એ મળી છે. આમ બૌવિદ્યાની અનેક નાની-મોટી ધારાએ મળીને ભારતીય સસ્કૃતિની મહાગંગાને દિલ ખોલીને વિસ્તાર કર્યાં છે, જેથી ભારતની સ'સ્કૃતિ પેાતાના રસ-રૂપના સ'પાદનથી આજે ઘણે અંશે જાયયમાન થઈ રહી છે.
કર્તવ્ય કર્મના કંઈક એવા જ ઉદ્દેશ્ય અને માર્ગ જૈન વિદ્યાની આગળ પણ પથરાયેલા છે. જૈન વિદ્યાનું ભવિષ્ય મહાન છે. તેણે ભારતીય સંસ્કૃતિને બહુ મોટુ અર્પણ કર્યું છે. ભવિષ્યમાં ભારતીય સંસ્કૃતિની જાણ જૈન સાહિત્ય અને કળાની સામગ્રીથી કેટલી વધારી શકાય, એ પ્રશ્નના ખરાબર ઉત્તરમાં જ જૈન વિદ્યાને મળવાની સફળતાને આધાર રહેલા છે. મુદ્દના સમકાલીન ભ. મહાવીરના સમયથી જ જૈન સાહિત્યના આરંભ માની શકાય. કહે છે કે, પાટલીપુત્રની વાચના, માથુરીવાચના અને વલભીવાચનામાં જૈન ધાર્મિક