SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૦ પણ સૂચવ્યું છે. આ રોષ અને સુર સૌરાષ્ટ્રમાં શું પરિણામ લાવશે એને ખ્યાલ મુનિશ્રીએ કર્યો હોત તો આમ બલવાનું ઔચિત્ય તેમને સમજાત ખરું; પણ દુઃખ સાથે કહેવું પડે છે કે, મુનિશ્રીનું વક્તવ્ય દેશ-કાળને પરખ્યા વિના શાસ્ત્રીય પરંપરાના અપલોપ જેવું છે. એટલું જ નહિ હેતુ અને યુક્તિને પણ વિરોધી છે. છતાં આ ભાષણું સૌરાષ્ટ્રમાં અને બીજે સ્થળે વેતાંબર મૂર્તિપૂજક સંઘ અને સ્થાનવાસી સંઘમાં ફાટફૂટ કરવાને ચિનગારીરૂપ બનશે એ ભયે સકારણ છે. જેનોમાં મૂર્તિને માનનારા અને નહિ માનનારા પક્ષનો વાદ વર્ષો જૂની છે. એ વિશે પંદરમા સૈકાથી લઈને આજ સુધી ખૂબ લખાયું છે. આમ છતાં મૂર્તિને માનવા નહિ માનવાનો પ્રશ્ન એક બીજા ઉપર લાદવે આજના યુગમાં શોભાસ્પદ નથી. જેઓ મૂર્તિને માને છે તેમના ઉપર વિચિત્ર આક્ષેપ કરી પિતાના પક્ષનો સાથ મેળવવા મૂર્તિ પૂજક અને સ્થાનકવાસી સંઘમાં વધતી જતી એકતાને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ પ્રયત્ન આજના શિક્ષિત અને વિચારક વર્ગમાં કેટલો કારગત નિવડશે એ માટે વિશેષ ચિંતા કરવા જેવું અમને લાગતું નથી. પણ બીજા વર્ગમાં એની અનિષ્ટ પડઘો પડવાનો સંભવ ખરે. આથી જ ચેતવણીનો સૂર સંભળાવો આજના યુગમાનસને અનુરૂપ ફરજ લેખાશે એમ અમે માનીએ છીએ. મુનિશ્રીએ ક્યાંઈ પણ શાસ્ત્રીય કે પરંપરાની હકીક્ત જણાવ્યા વિના જ એકેન્દ્રિય હિંસા, દેવદ્રવ્ય અને મૂર્તિવાદ વિશે વિતંડાથી કામ લીધું છે. એ વિશે અને અહીં ઘટતો જવાબ આપી દઈએ. મુનિશ્રી પૃષ્ઠઃ પાંચમા ઉપર નેધે છે જૈન ધર્મમાં પણ કેટલીક વ્યક્તિઓ એકેન્દ્રિય જીવેની દયા પ્રતિ ઉપેક્ષા બુદ્ધિ રાખે છે, જે હેવી ન જોઈએ.” | મુનિશ્રીએ આ હકીક્ત સંભવતઃ પ્રભુમતિને ચઢાવવામાં આવતાં પુષ્પોને ઉદેશીને કરી હોય એમ લાગે છે. પુષ્પપૂજાના ઔચિત્ય વિશે જણાવીએ તે પહેલાં અમને એ પૂછવાનું મન થાય છે કે, સ્થાનવાસી સાધુઓના નિવાસ માટે બનતાં સ્થાનકોમાં એવી જીવદયાને પ્રશ્ન આડે નથી આવતું ? એમાં એકેન્દ્રિય તે શું પણ એથીયે વધુ સત્તાવાળા ત્રસ જીવની વિરાધના થયા વિના રહેતી નથી એ હકીક્ત ક્યાં છુપાવવા જેવી છે? ઠેર ઠેર ઊભાં થયેલાં સ્થાનકે શું સાધુઓના એક યા બીજી રીતના ઉપદેશનું ફળ નથી ? અને ન હોય તે શા ખાતર સાધુઓએ એવાં સ્થાનકોમાં આશ્રય લઈ વહિંસાને પ્રેરણા આપવી જોઈએ ? એ પ્રશ્નના જવાબમાં જ પુષ્પપૂજા અને મૂર્તિઓ માટે બનાવાતાં મંદિરનું સમાધાન રહેલું છે. એ સ્થાનકે પણ સામાન્ય ઘર જેવાં હોતાં નથી. એને માટે ફંડફાળા ઉઘરાવીને મેટાં આલીશાન મકાનો આજે પણ બનાવવામાં આવે છે. એ માટે એકઠા થતા દ્રવ્યને આપણે શું નામ આપીશું? વળી, એવા ફંડફાળા ઉઘરાવતા જૈન શ્રાવકેને હાથે ગેરલાભ–જેવા દેવદ્રવ્ય માટે બતાવવામાં આવ્યા છે તેવા ગેરલાભો-શ્રાવકોએ લીધાનું પણ ઘણી વખત સાંભળવામાં આવે છે. એવા પૈસાનો ગેરલાભ લેનાર દેશી ગણાય કે નહિ? કોઈ પણ સારા ઉદ્દેશ કોઈ ગેરલાભ લે તેથી તે ઉદ્દેશ ખાટી છે એમ કેમ કહી શકાય ? સ્થાનવાસીઓએ જેન આગમે છપાવા માટે સારું એવું ફંડ એકઠું કર્યું છે. એ ફંડ જે “સાહિત્ય પ્રકાશન ફંડ' કહી શકાય અને તેનો ઉપયોગ બીજે ન થઈ શકે તે દેવમંદિરે For Private And Personal Use Only
SR No.521715
Book TitleJain_Satyaprakash 1954 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages30
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy