________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧]
પ્રેમવાણી” પુસ્તિકાને જવાબ [૯ કે–આ ફેટો ગુરુ પૂજા માટે નથી, પરિચય માટે છે.'
કહેવાની ભાગ્યે જ જરૂરી છે કે, પરિચય આખરે પ્રશંસા અને પૂજામાં જ પરિણમે છે. ગમે તે હે, એ સ્પષ્ટ છે કે, મૂર્તિના અવલંબન વિના તેના વિરોધીઓને પણ ચાલ્યું નથી. પછી જિનેશ્વરની મૂર્તિને કે મંદિરને વિરોધ કરવાથી શું ? કહેવાતી ગુણપૂજા ગુણીના અવલંબનમાં-પૂજામાં પર્યવસાન પામે છે એ વિશે ભાગ્યે જ ઊંડા ઊતરવાનું રહે
જૈનધર્મને કોઈ પણ ઉપાસક મંદિરમાં શ્રીજિનેશ્વર ભગવાનની મૂર્તિ આગળ ભગવાનના ગુણનું સ્મરણ અને તે દ્વારા પિતામાં એ ગુણનું આકલન કરવાના હેતુથી જ જાય છે. કઈ પણ અહિક સુખસિદ્ધિ માટે જતો નથી. એવા હેતુ હોય તો ફળો યે નથી.
ગુણનું સ્મરણ ગુણીના અવલંબન વિના થઈ શકતું નથી. ગુણનું સ્મરણ કરવા સાથે જ ગુણીના આકારની કલ્પના થાય એ સહજ છે. એ જ કલ્પનાને પથ્થર કે ધાતુની મૂર્તિમાં આપણે સગુણ અવસ્થા કલ્પીને ગુણોનું સ્મરણ કરીએ છીએ.
વસ્તુત : મંદિર અને મૂર્તિઓ વગેરે જનતામાં ધાર્મિકતા પ્રવાહિત રાખવાનાં અમૂલાં સાધન છે. કેમકે સામુહિક ધર્મભક્તિ હમેશાં પ્રતીકની શોધ તરફ વળે છે અને તેથી કળામય મૂર્તિ અને શિલ્પવાળાં મંદિરનું નિર્માણ થાય છે. એ માટે ઉત્તમ વસ્તુઓ દ્વારા વિશાળ મંદિર બંધાવવા અને ભક્તિ તેમજ ધ્યાન માટે ઉત્તમ વાતાવરણ સર્જવા આપણે ત્યાગ પ્રેરણા મેળવે છે. એ જ કારણ છે કે વિમળશાહ, કુમારપાલ, વસ્તુપાલ-તેજપાલ, જગડુશાહ, દયાલદાસ વગેરેએ લાખના ખર્ચે મંદિર બંધાવ્યાં હતાં. એ મંદિરો અને મૂતિઓ જોઈ ને કાનું મન પ્રસન્ન નથી થતું ?
એમનો ત્યાગ પણ મંદિરે પૂરતો જ નહોતો, તેમણે અનેક પ્રકારે પોપકારનાં કાર્યો પણ કર્યા હતાં. વસ્તુપાલ અને તેજપાલે ખુલ્લી મૂકેલી દાનશાળાઓ અને જગડુશાહે તે લાખો માનવીઓને અન્ન પૂરું પાડીને દુકાળના ભયંકર પંજામાંથી છોડાવ્યા હતા એ ક્યાં અજાણ્યું છે? આજે પણ જ્યારે જ્યારે જ્યાં ત્યાં ધરતીકંપ થયા, લે આવી અને દુકાળે પડ્યા ત્યાં આ જ જેનોએ પિતાથી બનતી મદદ દ્વારા ત્યાગની પ્રાચીન પરંપરા જાળવી રાખી છે એમ પ્રામાણિકપણે કહી શકાય એમ છે.
રેશનીંગના જમાનામાં પણ ગુપ્તદાન દ્વારા જેનોએ પોતાના સાધમી બંધુઓને મદદ પહોંચાડી છે. આજે પણ એ ત્યાગની પ્રણાલિ જરાયે ચૂક્યો નથી. મતલબ કે, જેનોએ દેરાસરો અને મૂર્તિઓના નિર્માણની સાથે સાથે માનવદયા-જીવદયા પ્રત્યે જરાયે દુર્લક્ષ રાખ્યું નથી.
છેવટે જણાવવું ઉચિત થશે કે—અમારા આ જવાબમાં મુનિશ્રીને મૂર્તિપૂજા તરફ વાળવાને જરાયે પ્રયત્ન નથી. મૃતિને માનવી કે ન માનવી એ એક વ્યક્તિગત પ્રશ્ન છે. અમારો ઉદ્દેશ તે માત્ર—સૌરાષ્ટ્ર અને બીજે સ્થળે વેતાંબર જૈન સમાજ જે રીતે પરસ્પર એકદીલ બની રહ્યો છે, એવા વિવાદને મૂકીને–ભગવાન મહાવીરના એક ભક્તરૂપે ખભેખભે મેળવી રહ્યો છે ત્યાં આવા વિદ્રોહી પ્રચારથી પરસ્પર વૈમનસ્ય વધવાને ભય છે તે ન થે જોઈએ એ છે.
અમે ઈચ્છીએ છીએ કે મુનિશ્રી શાસ્ત્રોનું સન્મ અવગાહન કરે અને આવા વાદને એકાંતિક બનાવી પ્રચારની ધૂનમાં ન રહે; એથી તે આપણા જ પગમાં કુહાડે મારવા જેવું થશે.
For Private And Personal Use Only