________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૨ ] હિંસા-અહિંસા–વિવેક
[ રેરા અંશ-જે સ્વ-પર આત્મશ્રેય છે તેમાં પ્રવૃત્તિ થાય નહિ. એટલે જેટલે અંશે હિંસાથી અટકે તેટલે તેટલે અંશે જીવમાં સ્વ-પર આત્મયમાં પ્રવૃત્તિ કરવાની મેગ્યતા પ્રકટે છે. હિંસાથી, અટકવારૂપ અહિંસાની આરાધના-ઉપાસના કરવા માટે હિંસા એ કેટલી દુઃખદાયી છે તે વિચારવું જોઈએ. હિંસાના જુદાં જુદાં નામે કેટલાં છે એ પણ જાસૂવું જરૂરી છે. હિંસાનાં જુદાં જુદાં ઘણાં નામે છે પણ તેમાંથી પ્રચલિત અને અવશ્ય જાણવા યોગ્ય ત્રીશ નામે છે, તે આ પ્રમાણે–
૧. પ્રાણવધ–જીવને જીવનના આધારભૂત જે પ્રાણ છે તેને વધ-ઘાત કરે. ૨. શરીરથી ઉભૂલના––જેમ વૃક્ષને જમીનથી ઉખેડી નાખવામાં આવે એમ જીવને શરીરથી ઉખેડી નાખવો. ૩. અવિઠંભ-જીવને અવિશ્વાસ ઉત્પન્ન કરનાર. ૪. હિસાવિહિંસાઆત્મહિંસા કરનાર–આત્મા અરૂપી હોવાથી ખરેખર તેની હિંસા કરતા નથી–અરૂપીની હિંસા થતી નથી છતાં દોષ લાગે છે. ૫. અકૃત્ય–કરવા યોગ્ય નથી. ૬. ઘાતના-ઘાત કરવાનું કાર્ય છે. ૭. મારણું–મારવાનું કાર્ય છે. ૮. વધના–પ્રાણપીડા કરવારૂપ. ૯. ઉપદ્રવણ—ઉપદ્રવ—ઉત્પાત ઉત્પન્ન કરવારૂપ. ૧૦ નિપાતના–મન-વચન-શરીરને પાડવારૂપ અથવા શરીર અને ઇન્દ્રિથી જીવને પાડવા રૂપ. ૧૧. આરંભ-સમારંભ–છ પ્રાણ મુક્ત થાય એવી અનેક પ્રકારની સાંસારિક પ્રવૃત્તિ, ૧૨. આયુષ્ય કર્મને ઉપદ્રવ-ભેદનિષ્કપનન્નાલન સંવર્તક-સંક્ષેપ-આયુષ્ય કર્મ ઉપર સર્વ જીવોના જીવનને આધાર છે તે ઘટે-તૂટે એવો ઉપદ્રવ કરે. તેનો ભેદ કરો, તે ગળી જાય-ઢીલું પડે એવું વર્તન કરવું, તે સંકોચાય એમ કરવું, તે સંક્ષેપાય એમ કરવું. ૧૩. મયુ-મરણ—કેઈને પરલોકમાં પહોંચાડી દેવો. અસંયમ–પ્રવૃત્તિ ઉપર કાબૂ ન રાખવો તે અવિરતિ. ૧૫. કટકમદન–મેય સૈન્યથી અનેક જીવોનું મર્દન કરવું-ચાંપવા–દબાવવા. ૧૬. ચુપરમાણુ–માણેની પરિ સમાપ્તિ કરવી. ૧૭. પરભવ સંક્રામકારક–જીવને બીજ ભવમાં પહોંચાડી દેવો. ૧૮, દુર્ગતિપ્રપાત–અશુભ ગતિમાં પડવું. ૧૯. પાપકેષ-પાપરૂપ અને કોપરૂપ. ૨૦. પાયલેભ–પાપનો લેભ, પાપ વધે એવાં આચરણે. ૨૧. છવિ છેકાર–શરીરને છેદ કરનાર, ૨૨. જીવિતાન્તકરણ –જીવનને અન્ન થાય એવું કરણ-સાધન. ૨૩. ભયંકર–સાત ભયોને જન્મ આપનાર. ૨૪. બાણકર—દુઃખ-પાપને જન્મ આપનાર. ૨૫. વા–વજીની જેમ નાશ કરનાર વજી જેવું ભારે-જેનાથી જીવે દુષ્કર્મથી અતિશય ભારે બને છે. ૨૬. પરિતાપાશ્રવ-દુઃખ-તાપ-પરિતાપ જેનાથી આવે છે. પરિતાપનું ઝરણ. ૨૭. વિનાશપ્રાણનો નાશ કરનાર. ૨૮. નિયતના--સંસારનું પરિભ્રમણ વધારવામાં કારણભૂત. ૨૯લોપના–લેપ કરનાર. આન્તર જીવનને લેપ કરનાર ૩૦. ગુણેની વિરાધના–જ્ઞાનદર્શન-ચારિત્ર વગેરે આત્મગુણોની વિરાધના કરનાર. - આ શીશ નામોથી હિંસાનું વ્યાપક સ્વરૂપ ખ્યાલમાં આવી જાય એમ છે. આને મળતાં બીજાં નામે પણ હિંસાનાં ગણાવી શકાય પણ લગભગ ઉપરનાં ત્રીશ નામમાં હિંસાનું સ્વરૂપ આવી જાય છે.
આ હિંસાને આચરનારને જે કડવાં ફળ ભોગવવાં પડે છે તે સાંભળતાં પણ મકમાટી ઉપજે. એવી હિંસાથી દૂર રહેવાથી અહિંસાની એક બાજુ સિદ્ધ થાય છે. બીજી બાજુ સિદ્ધ કરવા માટે તેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે.
{ ચાલુ ]
For Private And Personal Use Only