________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮૩
શ્રી. જૈન સત્ય પ્રકાશ
વર્ષ : ૧૯
આની શોધ નિજામ રાજ્ય તરફથી થયેલ અને હાલ એ સ’સ્થાનની દેખરેખ હેઠળ છે. છેટાકૈલાસ તરીકે ઓળખાતી ગુફા દક્ષિણ-પૂર્વમાં છે. એનુ સર્જન કૈલાસ સાથે ટક્કર લે તેવુ' છે. એક પર પરાના શિલ્પી બીજી પરંપરાનું અનુકરણ કેવી કુશળતાથી કરી શકે છે એનું આ જવલંત દૃષ્ટાન્ત છે. અહીંનાં મદિરામાં દ્રવિડિયન શૈલીના પ્રભાવ છે. નવમી સદીમાં રાષ્ટ્રફૂટના વિનાશ પછી દ્રાવિડ–શૈલીના પ્રભાવ ઉત્તર ભારતમાં કયાંયે તેવામાં આવતા નથી. ઈન્દ્રસભા એ સામૂહિક જૈન–ગુફાઓનુ` નામ છે. એ બે મજલાવાળી ગુફાઓ અને ઉપમદિર પણ એમાં સંમિલિત છે. દક્ષિણ બાજુએથી પ્રવેશી શકાય છે. બહારના પૂર્વ ભાગમાં એક મંદિર છે કે જેની આગળ તથા પાછળના ભાગે એ થાંભલા છે. ઉત્તરની બાજુ ગુફાની દિવાલ ઉપર ભગવાન પાર્શ્વનાથના વનમાં આવતી કમાવાળી ઘટના આલેખેલી છે. પરિકર ધણા જ સુંદર છે. ભગવાન મહાવીર તેમજ માતંગ યક્ષ તથા અંબિકા યક્ષિણીનાં રૂપ પણ વિદ્યમાન છે. ખીજી પણ નૈનાશ્રિત કળાની વિપુલ સામગ્રી છે. જગન્નાથ સભા પણ પ્રેક્ષણીય છે. આ સંબધમાં વધુ જાણવા જિજ્ઞાસુએ-આ માસિક (જૈન સત્ય પ્રકાશ) વષઁ : ૭ ના અંક : ૭, ઈલારાનાં શુકા દિશ, અને આયાલોજિકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઈડિયા ખાસ વાંચવાં.
ઈલારાની પ્રસિદ્ધિ સત્તરમી સદીમાં અતિશય હતી. જો કે એ કાળમાં અહીં આવવાના સાધનનો અભાવ હતા એમ કહેવાય. કવરાજ મેધવજયજીએ ઔરંગાબાદમાં ચાતુર્માસ ક્યુ" હતું એ વેળા પેાતાના ગુરુ મહારાજને એક સમસ્યા પૂતિ મય વિજ્ઞપ્તિ પત્ર મોકલેલ જેમાં ઈલારાનું વર્ણન સુંદર શબ્દોમાં કરેલ છે. મુનિ શ્રીકાન્તિસાગરજીએ પોતાના ખંડહરોંકા વૈભવ ' નામા હિંદી ગ્રંથમાં પાનાં ૫૯-૬૦ ઉપર એ અક્ષરશઃ આપેલ છે.
*
વિષ્ણુવિમલસૂરિ કે જેમણે પણ ઈલેારાની યાત્રા કરી હતી તે લખે છે કે—
.
વિહાર કરતાં આવિ રે, ઇલેારા ગામ માઝાર, જિનયાત્રાને કારણે હૈ। લાલ; ”
ખટ દરિસણુ તિહાં જાણીએ રે, જાએ વિવેકવન્ત રે, મુનીસર તત્ત્વધરી ખીજી વારને હા લાલ,” સુપ્રસિદ્ધ પર્યં ટક મુનિ શ્રીશીલવિજયજી ૧૮ મી સદીમાં અહીં આવ્યા હતા. પોતાની રચેલી ‘ તીર્થમાળા' માં લખે છે કે—
“ ઇલેરિ અતિ કૌતુક વસ્તુ, જોતાં હીયડુ અતિ ઉલ્હસ્યું; વિશ્વકરમાં કીધું મંડાણુ, ત્રિભુવન ભાવતણું' અહિનાણું.”
આ આપણા ઐતિહાસિક વારસાની જૈન સમાજના મોટા ભાગને જાણ સરખી પણ નથી, ત્યાં એના સંરક્ષણ કે પ્રચારના વિચાર કટલાને આવવાના ? જાણે કળા તેા જીવનમાંથી અદૃશ્ય થઈ ગઈ છે ! અણુમલા ‘સત્ય ' ને ભૂલી છીછરા અને ઉપરછલ્લા આડંબરમાં આવી પડયા છીએ. એક કાળે દીધદર્શી પૂર્વાચાયોના ઉપદેશથી કળાના ધામ સર્જનારા આપણે આજે ક્ષણુન્ની માટીની ગઢ રચનાઓમાં પાણી માફક ધન ખરચીએ છીએ. સાહિત્યના એ મહામૂલા પ્રસંગાને આરસ પથ્થરમાં કાતરાવીએ કિવા મંદિરની દિવાલો પર ચિતરાવીએ તે એના લાભ લાંબા સમય સુધી લેવાય. પણ મુનિગણના મોટા ભાગ ‘ગઢ રચના ' પાછળ જ ધન ખરચાવે છે એ સાથે વીજ્નીના યંત્રની કરામત અને પ્રકાશ વિસ્તારે છે. ઘેાડા દિવસની એ રચના કામચલાઉ આણુ કરી, પછી હતી ન હતી થઈ જાય છે ! આ પ્રથા ચલાવી લેવા ચાગ્ય છે ખરી? જૈનધર્મને મંજુર છે ખરી ? શું એ પરિવર્તન નથી માગતી ?
For Private And Personal Use Only