________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ રર૭
અંક : ૧૨ ]. | ગુફામાં જૈન સંસ્કૃતિ પાથરનારાં જૂનાં સ્થાન હતાં અને એના અસ્તિત્વથી સહજ અનુમાન કરી શકાય તેમ છે કે ગુફા-નિર્માણ વિષયક પરંપરા જેનોમાં પણ પ્રાચીનકાળથી હતી.
બાદામી-ઈ. સ. ની બીજી સદીમાં આ સ્થાને સારી એવી ખ્યાતિને વર્યું હતું. સુપ્રસિદ્ધ લેખક લેમીએ એનો ઉલ્લેખ કર્યો છે. પહેલાં અહીં પલેનો કિલ્લો હતો અને પાછળથી એ પુલકેશી પહેલાના હાથમાં ગયો હતો. એ પછી પશ્ચિમી ચૌલુક્ય અને રાષ્ટ્રકૂટોનું આધિપત્ય સ્થપાયું. તેમના પછી ચૂરી હોયસોલવંશનું રાજ્ય સન ૧૧૯૦ સુધી રહ્યું. છેલ્લે દેવગિરિના યાદવોની સત્તા તેરમી સદી સુધી રહી.
અહીં ત્રણ બ્રાહ્મણ ગુફાઓ સાથે પૂર્વબાજુએ એક જૈન ગુફા પણ છે. એને નિર્માણ કાળ ઈ. સ. ૬૫૦ અનુમાની શકાય. ગુફા ૩૧ ૪ ૧૯ ફુટની અને ઊંડાઈમાં ૧૬ ફુટ છે. તેના સ્થભ એલીફન્ટાની ગુફા જેવા છે. એમાં ભગવાનની પદ્માસનસ્થ મૂર્તિ છે અને બરામદામાં અથૉત આગળ એટલા જેવા ભાગ ઉપર મારનાગ, ગૌતમસ્વામી તથા પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ છે. દીવાલ અને થાંભલાઓ પર પણ તીર્થ કરની આકૃતિઓ છે. પૂર્વાભિમુખ દ્વાર આગળ ભગવાન મહાવીરની પલ્યકાસનસ્થ પ્રતિમા છે.
શ્રમણહિલ-મદુરા તામિલ ભાષાઓનું એક કાળે મહત્ત્વનું કેન્દ્ર હતું. રાજકીય અને સાહિત્ય દષ્ટિએ એનું સ્થાન આગળ પડતું હતું. અહીં સાહિત્યસેવીઓ અવારનવાર એકઠા થતા. અહીં જેને સંસ્કૃતિની ગૌરવગાથા રજૂ કરતી સામગ્રી મોટા પ્રમાણમાં મળી આવે છે. શ્રીયુત ટી. એચ. શ્રીપાળ નામના એક જૈન ગૃહસ્થે અહીંથી સાત માઈલ દૂર આવેલ પહાડીમાં કોતરેલી જેન–પ્રતિમાઓ તેમજ દશમી સદીના લેખને પત્તો મેળવ્યો છે. સમરનાથ અને અમરનાથ પહાડીઓમાં તેમને અચાનક જવાનું થયેલ અને એ વેળા આ પ્રતિમાઓ જેવાની તક એમને પ્રાપ્ત થઈ આગળ વધતાં એક ગુફા જોવામાં આવી જેમાં તીર્થકરની મૃતિઓ કેરેલી નજરે ચઢી. યક્ષની આકૃતિ સાથે બીજા એવાં પણ ચિહ્નો દષ્ટિગોચર થયાં કે જે ઉપરથી અહીં એક કાળે શ્રમણે વસતા હશે એમ કપી શકાય. ડો. બહાદુરચંદ છાવડા કે જેઓ ભારત સરકારના મુખ્ય લિપિ-વાચક અને ચીફ એપિપ્રાણીસ્ટ છે તેઓએ આ સ્થાનને જૈન સંસ્કૃતિના કેન્દ્ર તરીકે જણાવ્યું છે.
ઈલેર–પશ્ચિમી ગુફા–મંદિરમાં એલાગિરિ-ઈલેરાનું સ્થાન અતિ આગળ પડતું છે. પ્રાત સાહિત્યમાં એનું નામ “એલઉર' રૂપે મળે છે. ધર્મોપદેશમાળા-વિવરણ (રચનાકાળ સં.૯૧૫) માં એક મુનિ ભૂકછ નગરથી વિહાર કરી એલઉર આવ્યા અને દિગંબર વસતીમાં ઊતર્યા એવી નોંધ છે. એ ઉપરથી આ સ્થાનની ખ્યાતિ દૂર દૂર પ્રસરી હતી એ 'નિઃસંદેહું વાત છે. અહીનાં ગુફા–મંદિરે ભારતીય શિલ્પકળાની અમર કૃતિઓ છે. એનાં દર્શન એ માનવજીવનનો અમૂલ્ય લહાવો છે. અહીં શિલ્પી, ચિત્રકાર, ઈતિહાસગ્ન અગર ધર્મના અનુરાગી માટે પ્રેરણાત્મક સામગ્રી મોજુદ છે. સૌદર્યનું તે આ ધામ છે. ભારતીય સંસ્કૃતિની ત્રણે ધારાઓનું આ સંગમ સ્થાન છે. ત્રીશથી ચોત્રીશ સુધીની ગુફાઓ જૈનધર્મના સાહિત્ય ઉપર પ્રકાશ પાડનારી છે. એની કળા સંપૂર્ણપણે વિકસેલી છે. જેનાશ્રિત ચિત્રકળાનાં. અહીં નિતરાં દર્શન થાય છે. ફરગ્યુસનો સ્વીકારવું પડ્યું છે કે
_ "कुछ भी हो, जिन शिल्पियोंने एलोराकी दो सभाओं [इन्द्र और जगन्नाथ का सुजन किया, वे सचमुच उनमें स्थान पाने योग्य है जिन्होंने अपने देवताओंके सम्मानमें निर्जीव पाषाणको अमर-मंदिर बना दिया ।"
For Private And Personal Use Only