________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્યુષણ પર્વને ઉદ્દેશ લેખક : પૂ. મુનિરાજ શ્રીહંસસાગરજી મહારાજ [ ભાવનગર તા. ૫-૮-૫૪]
રાગ અને દ્વેષ જેઓના સર્વથા ગયા છે, તે સર્વજ્ઞ ભગવંતોએ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી મળી ચાર ગતિરૂપ સંસારને જીવો માટે ભયંકર દીઠ, અને તેવા જ સ્વરૂપે ઓળખાવ્યો છે. તેમણે જણાવ્યું કે-તેમાં (સંસારમાં) રહેનાર અત્માઓને મહાન દુઃખદ એવાં જન્મ, જરા, મૃત્યુ, ઈષ્ટિનો વિગ અને અનિષ્ટ સંયોગ, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે દુઃખની ઘાણીમાં પલાઈને જીવવાનું હોય છે.
આજ દુ:ખી તે પહેલા પાપી” એ ન્યાયે પૂર્વોપાર્જિત કર્મોનું ફળ કપરું હોય છે, અને તેથી જ મનુષ્યોએ રસ દાખવવાની જરૂર રહે છે.
આ જગત અનંતા સંસારી જીથી ભરેલું છે તેમાં સુક્ષ્મ અને બાદર નિગોદ (વનસ્પતિકાય)માં તેમજ હરકોઈ જાતનાં કંદમૂળ વગેરેમાં અનંતા જેવો હોય છે. પૃથ્વી, જળ, અગ્નિ, પવન વગેરેના રજકણુ જેટલા વિભાગમાં અસંખ્યાતા છેવો હોય છે. ઝાડ, પાન, ભાજી, પાલે, ફળ, ફૂલ વગેરેમાં અનંતા-અસંખ્યાતા-સંખ્યાતા આદિ છે હોય છે. એ દરેક છેવો, એકેન્દ્રિયપણાની જ પ્રાપ્તિવાળા કંગાળ, અશરણ અને હાલવા-ચાલવાનીય શક્તિ વગરના એવા બિચારા બાપડી છે. તદુપરાંત ઇયળ, પૂરા, અળસિયાં, કરમિયાં, વાળા, જળ વગેરે
વો બેઈયિ છે કે જે બિચારાને અનુક્રમે નાક, આંખ અને કાન હોતાં જ નથી, અને માત્ર ઉદરપૂર્તિ માટે જે તે સ્થળે રખડતાં રડતાં પ્રાય: જેઓની જે તે હાથે નિર્દોષપણે જ અને અકાળે ચકદાઈ કપાઈ-ટુકડા થઈ મરી જવાની કરુણ સ્થિતિ સર્જાયેલી હોય છે. માંકડ, ચાંચડ, કીડી, મંકોડી, ઉધેઈ, , લીખ, કાનખજુરા, ધીમેલ, વાંદા વગેરે જીવે ત્રણ ઈવાળા છે કે જે બિચારાંને આંખો અને કાન હોતાં નથી, અને બેઇયિ જેની જ દશાએ કેવળ ઉદરપૂર્તિ માટે જ જ્યાં ત્યાં રઝળતાં જે તે દ્વારા ચગદાઈ–કપાઈ કરુણરીતે જ અકાળે મૃત્યુના મુખમાં ઝડપાઈ જાય છે. તીડ, માખી, મચ્છર, ડાંસ, વીંછી વગેરે જે ચાર ઇંદ્રિયવાળા છે, અને તેઓ બિચારા જન્મથી જ કાન વગરના છે, અને બહુધા માનવીની રહેમ તળે મૂકાઈને અધમજનોના હાથે કરુણ મૃત્યુના ભાજન બને છે. એ સિવાયના પાડા, ઘેટાં, બકરાં, ગાય, ભેંસ, વાંદરા, કુતરા, હરણ, રેઝ, ઉદર વગેરે પશુઓ તેમજ કબુતર, સુડા, પોપટ, મોર, ચકલાં, વળવાંગડી વગેરે પક્ષીઓ પાંચેય ઈોિને પામેલા છે, પરંતુ તેઓ પણું પ્રાયઃ માનવીની રહેમતળે જ પૂરું કવન જીવી શકે, એવા મમાં બિચારાં બાપડાં હોઈને અધમજનોના હાથે નિર્દોષપણે જ કપાઈ–વટાઈ અકાળે જ કરુણ મૃત્યુના ભાજન બને છે. આથી જ હામ-દામ અને ઠામ વિનાના તે તે બિચારા બધા જ જીવો હિંસાનું નહિ, પણ દયાનું સ્થાન છે, એમ પિતાનું ઉજવળ ભાવિ ઈચ્છતા ધાર્મિક માનવી માત્ર સમજીને તેમને બચાવવા એ ફરજ માનવી જોઈએ.
જગતના એ બધા જ છે એ રીતે દુ:ખી હોવા છતાં પિતપોતાની જિંદગી મનુષ્યની માફક જ સુખે જીવવા ઈચ્છે છે, એમ સમજનાર છતાં ધર્મ નહિ મેલે માનવી,
For Private And Personal Use Only