________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મ મીમાંસા
લેખક : શ્રીયુત માસ્તર ખુબચંદ કેશવલાલ, શરિાહી
(લેખાંક-ત્રીજો ] આ પ્રમાણે જેનેતર દર્શનમાં દર્શાવેલ કર્મના અસ્તિત્વ અંગેની વિચારણા અગાઉ કરી છે. આથી કોઈ પણ મનુષ્યને કર્મનું અસ્તિત્વ માન્યા વિના ચાલે એમ નથી. કર્મના અસ્તિત્વ વિષે શંકા ધરાવતા વર્ગને પણ તેમના જીવનમાં કેટલીક વખતે ઇચ્છિત ધારણાઓ અનેકવિધ પ્રયત્નો કરવા છતાંય જ્યારે વિપરીતપણું પામે છે ત્યારે યેન કેન પ્રકારે પણ તેમના હૃદયમાં કર્મ અંગેની શ્રદ્ધા જરૂર ઉદ્દભવે છે. જીવ અને કર્મના સંબંધને લીધે જ બંધ–વિશ્વપ્રપંચ છે, અને તેમના વિયોગને લીધે જ જીવનો મોક્ષ છે. બંધની તરતમતાને આધારે જ દેવનારકની કલ્પના છે, પુણ્ય-પાપની કલ્પના છે; અને આ ભવનું પરભવ સાથે સાદસ્ય છે કે નહિ એ શંકાને આધાર પણ જીવ-કર્મને સંબંધ જ છે. સંક્ષેપમાં સંસાર અને મોક્ષની કલ્પના પણ જીવ અને કર્મની કલ્પના ઉપર જ આધાર રાખે છે. જગતમાં જીવ અને જડ એ એનું તેફાન છે. જડની સંગતિથી આત્મા દુઃખી થઈ રહ્યો છે. એ સંગતિ ટાળવા માટે આમા અને કર્મની ઓળખાણ કરવી આવશ્યક છે. એ ઓળખાણ કરવા પહેલાં તેના અસ્તિત્વની શ્રદ્ધા પહેલી પ્રગટ થવી જોઈએ.
કર્મની સત્તા ઘણી પ્રબળ છે, કોઈનું ત્યાં ચાલી શકતું નથી. આ કર્મ શું છે અને કર્મની સાથે કર્મફળનો સંબંધ શું છે તે અહીં ટૂંકામાં બતાવવાને ઉદેશ છે. કર્મના અસ્તિત્વ અંગે તો પૂર્વોક્ત દરેક દર્શનમાં જે ખ્યાન છે તે જોતાં માલમ પડશે કે-સંસ્કાર, વાસના, અવિજ્ઞપ્તિ, માયા, અપૂર્વ, કર્મ એવાં નામે પૈકી કોઈ પણ નામે કર્મનું માનવીપણું તે દરેકમાં છે. કર્મ તે પુદ્ગલ દ્રવ્ય છે કે ગુણ છે કે ધર્મ છે કે બીજું કંઈ સ્વતંત્ર દ્રવ્ય છે એ બાબતમાં દાર્શનિકામાં વિવાદ છતાં વસ્તુગત ખાસ વિવાદ નથી એ તે સ્પષ્ટ જણાઈ આવે છે. આમ છતાં તેના અસ્તિત્વ અંગે અશ્રદ્ધા રાખનાર આત્માએ પિતાનું દુર્ભાગ્ય જ ગણવું જોઈએ.
- જ્યાં સુધી આત્માને એક સ્વતંત્રદ્રવ્ય તરીકે માનવામાં ન આવે ત્યાં સુધી આ લોક સિવાયના પોકમાં તેના ગમનની માન્યતા કે તેના કારણે પુણ્ય–પાપરૂપ કર્મની માન્યતાને અવકાશ નથી રહેતે પણ જ્યારે આત્માને સત્ય તત્ત્વરૂપે સ્વીકારવામાં આવે ત્યારે જ એ બધા પ્રશ્નોને વિચાર કરવાનું સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે. આમ હોવાથી જ આત્મવાદ અને કર્મવાદ અંગે અતિવિસ્તૃતપણે સુક્ષ્મરીતે વિચાર કરવામાં આવે ત્યારે જ અનાદિકાળથી સંયુક્ત આત્મા અને કર્મના સંબંધને મુક્તતા પ્રાપ્ત કરવાનો માર્ગ મળશે. કર્મની સાથે કર્મનાં ફળાનો ચોક્કસ સંબંધ છે અને ભૂતકાળના સંચિત કર્મવર્ગણાના પ્રતાપે જ જીવ વર્તમાન અવસ્થા ભગવે છે એ વાત બધાં દર્શનને માન્ય છે, પણ રીતસર એનો વિચાર કોઈએ કર્યો નથી.
For Private And Personal Use Only