________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬ ] શ્રી. જન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૯ સં. ૧૬૪૪માં બંધાવેલા ચિંતામણિ પાર્શ્વનાથના ભવ્ય મંદિરનું વર્ણન એક શિલાલેખમાંથી આ પ્રકારે જાણવા મળે છે –
મૂળનાયક શ્રીચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા ૪૧ આગળ ઊંચી અને શેષનાગથી સેવિત હતી. તેમજ મસ્તક ઉપર સર્પની સાત ફણાઓ કોતરેલી હતી.
એ મંદિરમાં બાર સ્તંભો અને છ દ્વાર હતાં. સાત નાની નાની દેવકુલિકાઓ હતી, ને બે દ્વારપાલની મૂર્તિઓ હતી. મૂળ પ્રતિમાની આસપાસ બીજી પચીશ ઉત્તમ મૂર્તિઓ સ્થાપન કરી હતી. વળી, એ મંદિરમાં એક ભવ્ય ભંયરું હતું, જેને ૨૫ પગથિયાં હતાં. એ પગથિયાંની સામે જ સુંદર આકૃતિવાળી ગણેશની મૂર્તિ બેસાડેલી હતી. એ ભેચ રસ હતું અને ૧૦ હાથ જેટલું ઊંચું હતું. એની અંદર બીજી નાની નાની ૨૬ દેવકુલિકાઓ હતી અને એને પાંચ દ્વાર હતાં. એ બેયરામાં પણ બે દ્વારપાલો તેમજ ચાર ચારધારક હતા. એની વેદિકા ઉપર ૩૭ આંગળ પ્રમાણે શ્રી આદિનાથની, ૩૩ આંગળ પ્રમાણ શ્રીમહાવીરદેવની અને ર૭ આંગળ પ્રમાણ શ્રી શાંતિનાથની પ્રતિમાઓ સ્થાપન કરેલી હતી. વળી, એ ભેંયરામાં ૧૦ હાથીઓ અને ૮ સિહ કોતરેલા હતા. આવી રીતે સ્થભતીર્થ (ખંભાત)માં ભૂષણ સમાન અને જોવાલાયક એ મંદિર ઉક્ત બંને ભાઈઓએ બંધાવ્યું હતું.
આ મંદિર શેઠ અંબાલાલ પાનાચંદની ધર્મશાળા પાસે આવ્યું છે પરંતુ આ દેરાસરમાં ઘણે ફેરફાર થઈ ગયા છે. દ્વારપાલ, હાથી, સિંહ, કે દેવકુલિકાઓ વગેરે કંઈ જ હયાત નથી.
બીજું શ્રીમહાવીરસ્વામીનું મંદિર પણ એ બંને ભાઈઓએ જ બંધાવ્યું હતું તે મંદિર ક્યાં આવ્યું તે હજી માલમ પડ્યું નથી,
મતલબ કે, ૧૭મા સૈકામાં બંધાયેલું મંદિર એના મૂળસ્વરૂપે રહેવા પામ્યું નથી ત્યારે ૧૫મી શતાબ્દીના કે તે પહેલાંનાં મંદિરે એના તત્કાલીન સ્વરૂપમાં જોવા ન મળે એ સ્વાભાવિક છે. કેટલાંક મંદિર નષ્ટ થયાં કે કર્ણ થયાં ને કેટલાંકને એક બીજામાં ભેળવી લેવાયાં. થોડાં વર્ષો પૂર્વે જ અહીંનાં ચાર દેરાસને વધાવી લઈ એક જ મંદિરમાં પ્રતિમાઓ પધરાવવામાં આવી હતી.
મંદિરની મૂતિઓ મુસ્લિમ કાળમાં ભંડારી દેવામાં પણ આવતી, જે અત્યારે ઘણે સ્થળે ઘણી વખત પ્રગટ થતી જાણવા-જોવા-સાંભળવામાં આવે છે. ખંભાતમાં આ રીતે ઘણી વખત જમીનમાંથી મૂતિઓ મળી આવેલી છે. હાલમાં જ ૪૧ જિનપ્રતિમાઓ પ્રગટ થઈ છે, એ વિશે જ અહીં વક્તવ્ય છે
સંઘવીની પિળમાં શ્રી કુંથુનાથજીના દેરાસરની સામે શ્રી. અમૃતલાલ ફૂલચંદ ઠાકરસીનું મકાન છે. પૂર્વ દિશામાં સામા દ્વારનું એક મકાન છે. તેની ઉત્તરે ખુલ્લી જગાના ચોકમાં કાઠી નાખવા માટે ખાડો ખોદવામાં આવ્યો ને કાઢી મૂકતાં જ તે ભાંગી ગઈ. આથી પાસે જ કૂ કરવા માટે ૧૫ ફૂટ ખોદતાં તા. ૧૦-૬-૫૪નાં જેઠ સુદિ બીજી ૯ના દિવસે ૯-૫૦ મિનિટે પ્રથમ ૪ પ્રતિમા નીકળી આવી અને પછી એક પછી એક એમ સાંજ સુધીમાં તે કુલ ૪૧ જિનપ્રતિમાઓ નીકળી. તેમાં એક પ્રતિમાજી ખંડિત થયાં છે. એક ચૌમુખજી નીકળ્યા છે અને એક શેઠ-શેઠાણીની મૂર્તિ પણ નીકળી આવી છે. આ મૂર્તિઓ
For Private And Personal Use Only