________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારી આત્મા
[ગતાંક : ૭, પૃષ્ઠ : ૧૧૫ પૂર્ણ ] - આત્મા પ્રત્યેક શરીરમાં ભિન્ન છે.' આ વાત તે દાર્શનિકની માન્યતાના ખંડનરૂપે. કહેવામાં આવી છે, જેઓ કેવળ એક આધ્યાત્મિક તત્ત્વ માને છે. જેમની માન્યતાનુસાર પ્રત્યેક આત્માની સ્વતંત્ર સત્તા નથી. જેના દર્શનની માન્યતા અનુસાર એક જ શરીરમાં અનેક આત્માઓ રહી શકે છે. પરંતુ એક આત્મા અનેક શરીરમાં રહી શકતો નથી. નૈયાયિક વગેરે દાર્શનિકે પણ અનેક આત્માઓની સ્વતંત્ર સત્તામાં વિશ્વાસ કરે છે. આ અનેકતાની દૃષ્ટિએ જેન દશનમાં અને તેમાં મૌર્યું છે. (સ્વદેહપરિમાણની દષ્ટિએ જે મતભેદ છે તેને વિચાર કરી ચૂક્યા છીએ.) અદ્વૈત વેદાંત માને છે કે, આધ્યાત્મિક તત્ત્વ એક જ છે, તે સર્વવ્યાપક છે અને સર્વત્ર સમાનરૂપે રહે છે. અવિદ્યાના પ્રભાવના કારણે આપણે એમ સમજીએ છીએ કે આત્માઓ ભિન્ન ભિન્ન છે, જે રીતે એક જ આકાશ ઘટાકાશ, પટાકાશ આદિ રૂપમાં પ્રતિભા સિત થાય છે એ જ પ્રકારે અવિદ્યાના કારણે એક જ આત્મા અનેક આત્માઓના રૂપમાં પ્રતિભાસિત થાય છે. એક જ પરમેશ્વર કુટસ્થ, નિત્ય, વિજ્ઞાનધાતુ અવિદ્યાના કારણે એક પ્રકા, માલમ પડે છે. ' - આ માન્યતાનું ખંડન કરતાં જૈનાચાર્યો કહે છે કે જયાં સુધી આકાશને પ્રશ્ન છે, ત્યાં, સુધી એમ કહેવું ઉચિત છે કે તે એક છે; કેમકે અનેક વસ્તુઓને પિતાની અંદર અવગાહના દેતાં પણ તે એક રૂપ રહે છે. તેમાં કોઈ ભેદ દષ્ટિગોચર થતો નથી. અથવા આકાશ પણ એકાંતરૂપે નથી; કેમકે તે પણ ઘટાકાશ, પટાકાશ, મહાકાશ આદિ અનેક રૂપમાં પરિણત થતું રહે છે. દીપકની માફક તે પણ કથંચિત નિત્ય છે અને કથંચિત અનિત્ય, આમ છતાં માની લે કે આકાશ આકાશ એક રૂપ છે, પરંતુ જ્યાં સુધી આત્માને પ્રશ્ન છે ત્યાં સુધી એવી કઈ પણ એકતા માલમ પડતી નથી, જેના કારણે બધા ભેદ સમાપ્ત થઈ જાય. એ બરાબર છે કે, તેનું સ્વરૂપ એક સરખું છે. આમ છતાંયે એમાં એકાંતિક અભેદ નથી. માયાને વચ્ચે નાખીને ભેદને મિથ્યા સિદ્ધ કરવે યુક્તિસંગત નથી; કેમ કે માયા સ્વયં અસિદ્ધ છે. આત્મા. પ્રત્યેક શરીરમાં ભિન્ન છે. પ્રત્યેક પિંડમાં અલગ છે. સંસારના બધા જીવિત પ્રાણીઓ ભિન્ન ભિન્ન છે, કેમ કે તેમના ગુણમાં ભેદ છે, જેમ ઘટમાં હોય છે. જયાં કોઈ પણ વસ્તુના ગુણેમાં અન્ય વસ્તુના ગુણથી ભેદ નથી થતો ત્યાં તે વસ્તુ તેનાથી અલગ નથી હોતી, જેમાં આકાશ હોય છે.
બીજી વાત એ છે કે, જે સમગ્ર સંસારનું અંતિમ તત્ત્વ એક જ આત્મા છે તે સુખ, દુઃખ, બંધન, મુક્તિ વગેરે કોઈની પણ જરૂરત રહેતી નથી. જ્યાં એક હોય ત્યાં ભેદ બની શકતો નથી. ભેદ હમેશાં અનેક હોય ત્યાં જ હોય છે. ભેદને અર્થ જ અનેકતા છે. માયા અથવા અવિદ્યા પણ આ સમસ્યાનું સમાધાન કરી શકતું નથી; કેમકે જ્યાં કેવળ એક તત્ત્વ
१. तेषां सर्वेषात्मैकरने सम्यगदर्शनप्रतिपक्षभूतानां प्रतिबोधायेदं शारीरिकमारब्धम् । एक एक परमेश्वरः कूटस्थनित्यो विज्ञानधातुरविद्यया मायया मायाविवदनेकधा विभाव्यते नान्यो विज्ञान धातुरस्ति ॥
–ામિાધ્ય, ૧૨, 15,
For Private And Personal Use Only