________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬] શ્રી. જન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૯ આજે અહીં કુલ વસ્તી ૯૦૦૦ માણસોની છે, તેમાં જેનોને દશા, વિશા અને લડવા શ્રીમાળીનાં મળીને ૧૦• ઘરની વસ્તી છે. તેમાં કુલ ૬૦૦ માણસો છે.
અહીં ત્રણ દેરાસર છે. તેમાં ૧. શ્રી. અજિતનાથ ભગવાનનું દેરાસર ત્રણ માળનું છે. મૂળનાયકની સં. ૧૬૫૮ માં શ્રી વિજયસેનસૂરિ હસ્તક પ્રતિષ્ઠા થયેલી છે. એ લોખ પલાંઠીમાં છે. ભેંયરામાં શ્રીભીડભંજન પાર્શ્વનાથ અને શ્રી આદીશ્વર ભગવાન છે. તેમના ઉપર સં. ૧૮૪૪ ના લેખે છે. શ્રી વિજયલક્ષ્મીસરિએ પ્રતિષ્ઠા કરી છે.
૨. બીજુ શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેરાસર સયિાળમાં છે. અને ૩ ત્રીજું શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર આંટામાં આવેલું છે. ત્રીજા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.
અહીં ધર્મશાળા, આંટાનો અને મણિભદ્રને એમ ૩ ઉપાય છે. મણિભદ્રના ઉપાશ્રયમાં અગાઉ યતિજી રહેતા ત્યારે ગોખલામાં ભગવાનની મૂર્તિ સ્થાપન કરેલી હતી.
આછોદ: આમોદથી ૩ માઈલ દૂર પશ્ચિમ દિશામાં આછોદ ગામ છે. પહેલાં અહીં જૈન શ્રાવકોનાં પંદરેક ઘરની વસ્તી હતી, ત્યારે ઘર દેરાસર બનાવેલું હતું પણ જેનોની વસ્તી ઘટી જતાં દેરાસરની મૂર્તિ, જેના ઉપર સં. ૧૬૦૦ને અમદાવાદના શ્રાવકોએ ભરાવ્યાને અને શ્રી વિજયસેન રિએ પ્રતિષ્ઠા ક્યને લેખ છે, તે મૂર્તિ આમોદમાં લાવવામાં આવી છે. છે. અહીં મોટા ભાગે મુસલમાનોની વસ્તી છે.
બુવા: આમેદથી ૩ માઈલ દૂર દક્ષિણ દિશામાં બુવા ગામ આવેલું છે. અગાઉ અહીં ત્રણેક જેના ઘરની વરતી હતી. એક ઘર દેરાસર બનાવેલું, જેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામવણી પ્રતિમા હતી. પરંતુ શ્રાવકે આમોદમાં રહેવા આવ્યા ત્યારે એ પ્રતિમા આમોદના શ્રી અજિતનાથ ભગવાનના દેરાસરમાં પધરાવી દેવામાં આવી છે.
[ અનુસંધાન પૃષ્ઠ : ૧૩૮ થી ચાલુ ! પદાર્થોના સોગથી વૃદ્ધિની પ્રાપ્તિ કરીએ છીએ. આ વૃદ્ધિ કાર્મિક છે અને પૌગલિક પદાર્થોના સંયોગથી થાય છે માટે કર્મ પગલિક છે.
૪. કર્મ પગલિક છે, કેમકે તેનું પરિવર્તન આત્માના પરિવર્તનથી ભિન્ન છે. કર્મોનું પરિણામિત્વ (પરિવર્તન) તેના કાર્ય શરીર વગેરેના પરિણામિત્વથી જાણી શકાય છે. શરીર વગેરેનું પરિણામિત્વ આત્માને પરિણામિત્વથી ભિન્ન છે; કેમકે આત્માનું પરિણામિત્વ અરૂપી છે, જ્યારે શરીરનું પરિણામિત્વ રૂપી છે. આથી કર્મ પૌત્રલિક છે.
સંસારી આત્માને કર્મોની સાથેનો સંયોગ એટલા માટે જ થાય છે કે કર્મ ભૂત છે. અને સંસારી આત્મા પણ કર્મયુક્ત હેવાથી કથંચિત્ મૂર્ત છે. આત્મા અને કર્મનો આ સણ અનાદિ છે; એટલા માટે જ એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કે, પહેલાં આત્મા અને કર્મનો સંગ કેવી રીતે થયો? એકવાર આ સંયોગ સર્વથા સમાપ્ત થઈ જતાં ફરી સંગ થતું નથી, કેમકે એ સમયે આત્મા પિતાના શુદ્ધ અમૂર્ત રૂપમાં પહોંચી જાય છે એ જ મેક્ષ છે. એ જ સંસારથી નિવૃત્તિ છે. એ જ સિદ્ધ અવસ્થા છે. એ જ ઈશ્વર અવસ્થા છે. એ જ અંતિમ સાધ્ય છે. એ જ દુઃખની આત્યંતિક નિવૃત્તિ છે. એ જ સુખનું અંતિમ રૂપ છે. એ જ જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યની પરાકાષ્ઠા છે
For Private And Personal Use Only