SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મતિઓના વિવિધ પ્રકારે ( ૧૭ પ્રાચીન જૈન સાહિત્યમાં આલેખાયું છે કે, “ધર્મચક ભૂમિ તરીકેના સ્થાને ઉપર મહારાજ સંપ્રતિએ એક સ્તૂપ બનાવ્યો હતો. એ જ પ્રમાણે મથુરાને કુષાણુકાળને જૈન સ્તુપ તે અત્યંત પ્રસિદ્ધ છે. “રાજાવલીથાના આધારે કહી શકાય તેમ છે કે કટિકાપુરમાં અંતિમ કેવલી શ્રીજબૂસ્વામીને સૂપ હતે. આર્ય સ્થૂલભદ્રને સ્તૂપ પાટલિપુત્ર (પટના)માં આજે પણ છે. અજાયબી તે એ છે કે જેના પુરાતત્વનું ધ્યાન આવા મહત્વના વિષય પર ખેંચાયું જણાતું નથી! પુરાણા સમયના યાત્રા વર્ણનમાં આ સ્તૂપના ઉલ્લેખ થયેલા નજરે ચડે છે. શ્રીસ્થલભદ્રજીનું સ્મારક–શ્રીસ્થૂલભદ્રજી આચાર્ય ભદ્રબાહુસ્વામી નેપાલમાં “વાચના મેળવવા ગયા હતા અને આખર સુધી ટકી રહ્યા હતા. તેઓ પટનાના નિવાસી મંત્રીશ્વર શકહાલના પુત્ર હતા અને તેમને સ્વર્ગવાસ પણ પાટલિપુત્ર યાને પટનામાં જ વીર. નિ. સંવત ૨૧૯ એટલે ઈ. સ. પૂર્વે ૩૧૧માં થયે હતે. દાહસ્થાન પર શિષ્યો દ્વારા (ઉપાસકે મારત) સૂપ બનાવાયે, જે આજ પણું ગુલજારબાગ સ્ટેશનના પાછલા ભાગમાં આવેલ છે. આ સ્થળને લેકે કમલદહ તરીકે ઓળખે છે. એનું મૂળ નામ કમલહદ હોવું ઘટે. પટણામાં આ એક જ જળાશય છે કે જ્યાં કમળની ઉત્પત્તિ થાય છે. મિથિલાના પ્રસિદ્ધ કવિ વિદ્યાપતિજીને આ સ્થાન અત્યંત પ્રિય હતું. પિતાની સાહિત્ય કૃતિઓમાં આને ઉલેખ તેમણે કરેલું છે. આજે પણ સરેવરને જે ભાગ બચ્યું છે તેમાં કમળ ઉત્પન્ન થાય છે. પુરાતન પાટલિપુત્રની સ્મૃતિ સુરક્ષિત રાખવાવાળો અગમ, જૂનાં ખંડિયેર તેમજ જ્યાં બુદ્ધદેવની પધરામણી થતી એ આમ્રવન આદિ સ્થાને સ્થૂલભદ્રજીના ઉપર વર્ણવેલા સમાધિ સ્થાનની નજીકમાં જ આવેલાં છે. એ કાળે આ સ્થાન નગરના એક છેવાડાને ભાગ ગણાતું સાંસ્કૃતિક નજરે આ સમાધિ સ્થાનનું મહત્વ વિશેષ છે. ઉભય સંપ્રદાય એને માને છે. સુપ્રસિદ્ધ યાત્રી યુઆન-યુચા પિતાના યાત્રા પ્રવાસમાં ઉપરના સ્થાનને ઉલ્લેખ કર્યો છે. આ સ્થળને પાખંડીઓના સ્થાન તરીકે ઓળખાવ્યું છે. એ કાળે ધાર્મિક અસહિષ્ણુતા પ્રવર્તતી હતી કે જેથી આ પ્રકારને ઉલેખ સહજ ગણાય. એથી સમજાય છે કે એ કાળે આ સ્થળ આજના કરતાં ઘણું મોટું હશે. વળી, મુનિગણ માટે નિવાસની અહીં વ્યવસ્થા પણ હશે. કેમકે ચાલીશ વર્ષ પૂર્વે આ સમાધિ સ્થાન કેટલાક એકરના પ્રમાણુનું ગણાતું, પણ આપણું ઉદાસીનતા આવા મહત્વના સ્થાને જાળવવાની અગત્ય સંબંધે બેપરવાઈના કારણે છેડે ભાગ જ જળવાઈ રહ્યો છે! ચીની યાત્રીના લખાણ ઉપરથી એ કાળે આ પાટલિપુત્રમાં જેનેની વસ્તી સારા પ્રમાણમાં હતી તેમજ એનું મહત્ત્વ પણ વિશેષ હતું એમ પુરવાર થાય છે. સ્થૂલભદ્ર મગધના રાજવી નંદના પ્રધાનના પુત્ર હતા અને સાથે સાથે મગધની સાંસ્કૃતિક ચેતનાના ઉત્તમોત્તમ પ્રતીકરૂપ For Private And Personal Use Only
SR No.521710
Book TitleJain_Satyaprakash 1954 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy