________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮ ] શ્રી. જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૮ આમ છતાં તેમાં મગ્ન રહેનાર સિંહ જંગલી ગણાય અને અસંતોષથી જગતને લૂટનાર શહેરી ગણાય ! સિંહ કોનો શિકાર કરે? :
સિંહ સામાન્ય રીતે કોઈ શુદ્ધ પ્રાણીને શિકાર કરતા નથી. એ તો સવાડિયાને જ શિકાર કરે. ત્યારે સ્વાથી મનુષ્ય પોતાના જેવા સમૃદ્ધ માણસને છેતરવા જાય તે એને જ એના શિકાર બનવું પડે; અને છેતરપીંડી ઉઘાડી પડી જાય. આથી પિતાથી ઊતરતે હોય એને શીશામાં ઉતારવાને એ પ્રયત્ન કરે. ભોળાને છેતરીને જ એ મનમાં મલકાય. આમ છતાં એ માણસ અહિંસક અને સિંહ હિંસક ગણાય. નાના માણસને છેતરવામાં બહાદુરી માનનાર માણસ દયાળુ ગણાય ! સિંહ કઈ રીતે શિકાર કરે?
સિંહ અણધાર્યો કેઈના ઉપર ત્રાટકતો નથી, પહેલાં એ ગર્જના કરે, ત્રાડ નાખે, પૂછડું પછાડે, સામાને ચેતવણી આપી સાવધાન કરે; ત્યારે દંભી માણસ સામાને છેતરતો હોય છે ત્યારે એ ધરાકને એમ કહે ખરો કે અમારે ત્યાં અસત્ય બોલાય છે, નવો માલ બતાવી જૂને માલ અપાય છે, કાળાં બજાર કરાય છે; અમારે ત્યાં આવનારે સાવધાન થઈને આવવાની જરૂર છે.' એમ કહેનાર કઈ વેપારી હજી સુધી જેવા છે? વેપારી તે પિતાની દુકાને પ્રામાણિકતાનાં પાટિયાં રાખે, સંત-મહાત્માઓના ફોટા રાખે, નેતાઓની છબીઓ રાખે–આ બધું શા માટે? અહિંસામાં જરાય ન માનતે હેય, અહિંસાના એકેય સિદ્ધાંતને પાળતા ન હોય છતાં ખાદી પહેરીને ફરે–એ શા માટે? લેકોના દિલ પર પ્રામાણિકતાની છાપ બેસાડવા ખાતર. એ સામા માણસની સાથે વાત કરતા હોય છે ત્યારે એના મેલમાંથી સાકર કરતી હોય એવું એ બેલતો હોય છે, એ માદકતાની એવી ભૂરકી છોટે કે સામે માણસ એ વાણીના ઘેનમાંથી જાગી જ ન શકે. પિતાના ઘરાકને સમજવતાં એ કહે કે–“હું તે જઠું બેલું ? મારે જવું બેલીને કેટલી ભવ કાઢવા છે? હું બેટું કહેતે હેઉં તો ભાઈને ગળાના સમ.' એમ કહી ઘરાકના ગળે હાથે નાખે, પણ એને ક્યાં ખબર છે કે, ભાઈ મરી જાય તો એને નહાવા-નીચેવાનું યે નથી.
આ રીતે માણસ મનમાં કંઈક ઘાટ ઘડતે હેાય છે, વચને વળી જુદું બેલતે હેય છે અને કાયાથી વળી ત્રીજું જ કરતા હોય છે. આવા દંભ કરનાર માણસ સૌમ્ય અને ચેતવણી આપી શિકાર કરનાર સિંહ કર !
આ દ્વારા અહીં આખી માનવજાતને સિંહ સાથે સરખાવવામાં આવતી નથી. જેઓ ધર્મ ભૂલ્યા છે તેવાઓની જ આ વાત છે. જેઓ પિતાને ધર્મ સમજે છે, જેમને પિતાના કર્તવ્યનું ભાન છે એ તે માનવ–ટિમાં દેવપુરુષ છે. પરંતુ જેઓ ધર્મને ભૂલી કર્તવ્યને યાદ કરતા નથી, વિવેકને તજે છે તે માણસ સિંહ કરતાં શ્રેષ્ઠ કેમ ગણાય?
એવા ધર્મભૂલ્યા માનવીઓ શહેરી, અહિંસક, સૌમ્ય કહેવાતા હોય તે ભલે કહેવાય, એવા વિશેષણની મહત્તા નથી. મહત્તા તે એ વિશેષણને અનુરૂપ જીવન જીવનારની જ છે. - પરિમલની ઘેલછા માણસને કેવો નૃશંસ બનાવી મૂકે છે તેનું ઉદાહરણું શોધવા જવું પડે એમ નથી. રોજ-બ-રોજ ખૂન, લૂંટ, અને હુમલાના તેમજ ભેળસેળના બનાવો બનતા જ જાય છે. પરિગ્રહના પિશાચિક કૃત્યથી સહુ સાવધાન બને એટલું જ માત્ર કહેવું છે.
For Private And Personal Use Only