________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिर्नु मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
વર્ષ : ૨૮ || વિક્રમ સં. ૨૦૦૯: વીર નિ. સં. ર૪૭૯ ઈ.સ. ૧૯૫૩
: ૨૨ || ભાદરવા સુદિ ૭: મંગળવાર : ૧૫ સપ્ટેમ્બર
માં ૨૨૧
પરિગ્રહનું પાપ
લેખક પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રપ્રભસાગર એક સમય એવો હતો જ્યારે માનવી આજીવિકા મેળવીને નિરાંત અનુભવતો. નિરાં તની વેળાએ એ આળસ પિષ નહિ પરંતુ સંગીત, સાહિત્ય આદિ કળાઓથી પિતાના મુરઝાયેલા મનને ઉષ્મા આપતા, ચિંતનને નવકુરિત કરતો અને એ દ્વારા માનવતાના સંસ્કારને ઉજજવળ બનાવવા પ્રયત્નશીલ રહેતો. નિરાંતને સદુપયોગ ન કરનાર માનવી પશુ જે ગણત. સમાજની એ સ્થિતિને કઈ કવિએ પિતાના શબ્દોમાં આ રીતે ચિત્રસ્થ કરી છે, “સત–સાહિત્યવિહીન , સાક્ષાત્ પશુ: પુછે–વિવાળીનઃ ||
આજે સમય પલટાયો છે. માનવીને જાણે નિરાંતની વેળા જ નથી. ધનની પાછળ એ હજામે છે. જેઈ શકાય એમ છે કે, પરિગ્રહની વૃત્તિને આધીને માનવી કેટલી હદે પહોંચ્યા છે અને એ કેવી ઉપમાને લાયક ગણુાય તે નીચે આપેલી સરખામણીથી સમજાય છે.
માણસે સિંહને જંગલી, હિંસક અને દૂર એવાં ત્રણ હલકાં વિશેષણે આપ્યાં છે અને એનાં જ પ્રતિસ્પધી શહેરી, અહિંસક અને સૌમ્ય એવાં ત્રણ શ્રેષ્ઠ વિશેષણો પિતાની જાત માટે વાપર્યા છે. પરંતુ આ વિશેષ કોના માટે કેટલાં સાર્થક છે એને વિચાર કરીએ. , સિંહ કયારે શિકાર કરે ? - સિંહ ભૂખ્યા હોય ત્યારે જ શિકાર કરે છે. ભૂખ ન હોય તે એની બાજુમાં થઈને એક નાનું બાળક પસાર થાય તે ય એની સામે એ મીટ માંડતે નથી કારણ કે એનું પેટ ભરેલું છે. એને સંગ્રહ કરવાની જરૂર પડતી નથી. * ત્યારે મનુષ્ય જેઓ કાળાંબજાર કરનારા, બજારને ઊંચો નીચો કરનારા, વસ્તુઓને અપરિમિત સંગ્રહ કરનારા છે એ બધા શું ભૂખ્યા છે? બીજાના શ્રમથી કરોડોના માલિક બન્યા છતાંયે લૂંટ અટતી નથી. જેમ ધન વધતું જાય છે તેમ શિકારીશ્રત્તિ વિકસતી જાય છે તેનું કારણ શું? કારણ એ જ કે એને પેટ ભરવું નથી પણ મોટા પટારા ભરવા છે.
For Private And Personal Use Only