________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર૮]. શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૮ કર્યો પણ સફળતા શી રીતે મળે ? જ્યાં શેજી (પુત્રના) ના દરવાજામાં પેસવાનું જ મુશ્કેલ હોય ત્યાં આવા સંદેશ સંભળાવવાની તે વાત જ ક્યાંથી? આ કાફલાના માલિક ઉપર નવા આવનાર શેઠને કારમે રોષ ચઢયો. બીજે દિવસે બને શેઠે પ્રયાણ કર્યું. ધનાઢય શેઠને કાલે સાધન દ્વારા યોગ્ય સ્થળે પહોંચી જતો અને જગ્યા રોકી લઈ રાવડીઓ ખડકી નાખતો. જગ્યાના અભાવે સાધન વગર પાછળ આવનાર શેઠને પણ ત્યાં જ ઊતરવાનું અને જમવાનું થતું.
ઉતરવાના સ્થાનની અગવડથી અને આ સ્થાન ગાજતું રહેવાથી, રાતના બાર વાગ્યા સુધી ઊંઘ ન આવવાથી શેઠનો વિવેક દીપક બુઝાઈ ગયે. પિતાના વિશ્વાસુ નેકર દ્વારા ઉપકારી ધનાઢય શેઠજીને પ્રાણ લેવાને તેમણે પ્રયત્ન કર્યો. નેકર પૂરે છળકપટી હતો. રાત્રિના એક વાગે બધું યે શત થઈ જતાં તે કઈ યુક્તિથી એ પુણ્યશાળી શેઠની રાવઠીએ પહોંચ્યો અને એવી રીતે સળગાવી કે પોતે પકડાઈ ન જાય અને આ શેડછ બચી પણ ન જાય. જે રાવઠી બાળવામાં આવી તેમાં શેઠજી અને એક સ્ત્રી સૂતેલાં હતાં. બીજી રાવડીમાં બીજી સ્ત્રીઓ અને ધાવણું બાળકે સૂતાં હતાં. શેઠ-શેઠાણીને બચાવવાનો પ્રયત્ન ઘણો થયો પણ નિષ્ફળ ગયો. કુમારનું આ રીતે કરુણ મૃત્યુ થતાં કાફલાના બધા માણસે છાતી ફાટ રૂદન કરવા લાગ્યા. તે વખતે પાછળથી આવનાર શેઠજી અને તેના ચાર નેકરે આનંદમાં ગુલતાન બની ગયા. તેમને હાડક વળી કે, હવે નિરાંતે ઊંધ આવશે.
મેટ કા ભાગલા પગે એક બે દિવસે પિતાના નગરમાં પહોંચ્યો. પાછળથી આવનાર શેઠજી લાખેક રૂપિયા કમાઈને આવ્યા હતા એટલે ધરતી પર તેમના પગ ઠરતા નહોતા. આનંદ અને અભિમાનમાં તેઓ વિચારે છે કે, “ઘેર જઈશું, સ્ત્રીની આગળ આવડતની અને કમાણીની વાત કરીશું. છોકરે પણ વીસ-બાવીસ વર્ષ થયા હશે, એને પરણાવીશું. પછી લેકે તિરસ્કાર કરી શકશે નહિ.” આવા વિચાર કરતા શેઠ પિતાના ચાર માણસ સાથે નગરમાં આવી પહોંચ્યા. કુમારના કરુણ મૃત્યુના સમાચારથી આખા નગરમાં શેકની કાળી છાયા પથરાઈ ગઈ હતી. તેવામાં પેલા શેઠજી ગામમાં આવતાંવેત જ્યાં પોતાના ઘેર જાય છે ત્યાં પહેલાંની ઝુંપડી નથી પણ હાથી, ઘેડા સાથે મોટો મહેલ છે. ત્યાં નવયુવાન સ્ત્રીઓ કારમે વિલાપ કરી રહી હતી, માથાના વાળ લેવડાવવાની ક્રિયા ચાલુ હતી. શેઠે પિતાના ઘરની પૂછપરછ કરી. લેકેએ શેઠને ઓળખ્યા. બધી બીના કહી. છોકરો બે દિવસ પૂર્વે જ રાવડીમાં બળી ગયો એ સમાચાર જાણી શેઠ મૂર્ણિત થઈ ઢળી પડ્યા. હાથનાં કર્યા હૈયે વાગ્યાં. મૂછ ઉતરતાં શેઠાણી પાસે ગયા. શેઠાણીએ ભારે કલ્પાંત સાથે કહ્યું: “બે દિવસ પહેલાં જ પુત્રનું ક્રૂર દૈવે કરુણ મૃત્યુ નીપજાવી આપણી ઉપર, કાળો કેર વર્તાવ્યો છે. તમે પુણ્યશાળી પુત્રનું મુખ કે તેની ઈજજત જઈ ન શક્યા એનું મને દુઃખ થાય છે.”
શેઠાણીના આ શબ્દો સાંભળતા શેઠ છાતી ફુટતી કહેવા લાગ્યાઃ “દૈવને દોષ દેવા જે નથી. દોષ તે કર્મચંડાળ એવા મારો જ છે.” શેઠે પુત્રની રાવડીને જે આગ લગાવી હતી એ બધી વાત શેઠાણીને થોડા વિસ્તારથી કહી. શેઠાણી આ સાંભળી સંસારથી વિરત બની ગયાં. સંસાર ખરેખર કારમો અને અકારે લાગ્યા. અકસ્માત કારી ઘા થવાથી કંઇ ચેન ન પડતાં સંતાન વગરની શેઠાણીએ પિતાની પુત્રવધુ સાથે સાથી બની આત્મકલ્યાણ લાવ્યું. શેઠજી તે જીવ્યા ત્યાં સુધી રોજ એ અજ્ઞાન પ્રસંગ યાદ કરી કરી રેયા. અજ્ઞાનના અંધકારમાં શું શું બને છે અને તેને કે કરુણ અંજામ આવે છે તે આ વાતથી સમજાય છે.
For Private And Personal Use Only