________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪]
શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૮ પિતાના જીવનને જે આધાર હોય તેને જે હણે તે નર અધમ ગણાય. ઉપર જણાવેલા એકેન્દ્રિયથી લઈ પચેંદ્રિય પશુ અને પક્ષીઓ માનવને આધારભૂત છે. તેઓ દરેકને માનવની કે તેના હાડ-ચામ આદિ કોઈની જરૂર નથી; જ્યારે માનવને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આદિની જેમ ખાસ જરૂર છે, તેમ દૂધ, હાડ, ચામ, દાંત, શીંગ, નખ, પીછ વિગેરેની હાજત પૂરી પાડનારા પશુઓ અને પંખીઓની પણ ખાસ જરૂર છે. એની હયાતિ વિના બહુ હાજતાથી જીવતો માનવ ક્ષણભર પણ જીવવું મુશ્કેલપ્રાયા છે. માનવ તેમને આ એશિયાળ છે, આથી એકેદ્રિયથી માંડી પંચેંદ્રિય ગણુતા પશુ-પક્ષી સુધીના પ્રાણીઓનો આધાર માનવ નથી; પરંતુ માનવને આધાર તેઓ છે. આવા એ પિતાના આધારભૂત પ્રાણીઓને જે માનવ જ હણે તે તે માનવ, નિર્વિચારી, નિર્દય અને અધમ ગણાય એ સહેજે સમજી શકાય તેમ છે.
આમ છતાં એવા ય માનવ જોવાય છે કે, જેઓ પિતાના તે આધારને વાતવાતમાં હણે છે અને તેમ કરવામાં પાછા ગૌરવ ધરાવે છે. એવા કૂર માનવને અશરણપણે ભગ બનનારા તે પશુ-પક્ષીઓ, જે માનવ કરતાં સબળ હોય તો માનવ તેમનાથી ચાહે તેટલી નુકશાની થતી હોવા છતાં પણ ખમી ખાતો જ હેત. તેઓને હણવાનો વિચાર સ્વપ્નયા કરત નહિ; ધર્મ બલિદાન માગતો નહિ હોવા છતાં માંસની લોલુપતાથી પશુના કર બલિદાનમાં ધર્મ મનાવનારા પાખંડી જનેએ પણ સિંહ અને વાઘ આદિનાં બલિદાનને તે વિચાર સરખે ય કયાં કર્યો છે?
આથી જ આર્યાવર્તમાં ઉત્પન્ન થયેલા દરેક દયાળુ દર્શનકાર રષિ-મુનિઓએ માનવના આધારભૂત તે પ્રાણીઓની [તેની નબળાઈને લાભ લઈને જે તે બહાને ] કતલ કરી નાખવાનું અપકૃત્ય કરનાર માનવને શિકારી, પારધી, પાપાત્મા આદિ શબ્દોથી ઓળખાવેલ છે.
મહામૂલ્યવાન ગણાતા મનુષ્યભવને પામેલા માનવામાં પણ સોનું અને પિત્તળની જેમ આસ્તિક અને નાસ્તિક એમ બે વર્ગ સદાના છે. સર્વજીવવત્સલ અષિ-મુનિઓનાં વચનને અનુસરનાર વર્ગ આસ્તિક અને એ આત મહર્ષિઓનાં વચનેથી વિપરીત વર્તનાર વર્ગ નાસ્તિક કહેવાય છે. આસ્તિકનું જીવનધ્યેય, “દુનિયાનાં તેવા બિચારા અશરણું પ્રાણીઓને આયુષ્યના અંતપર્યત સુખે જીવવા દઉં, જીવડું અને હું જીવું ' એ હોય છે; જ્યારે નાસ્તિકનું જીવન ધ્યેય, “દુનિયાનાં તેવાં નિરાધાર પ્રાણીઓના પણ જીવનના ભોગે હું જીવું” એ હેય છે. “હું તેઓને પ્રાણુ આપી શકતો નથી, તેઓનાં પ્રાણે મારી માલિકીના નથી અને તેમના કિમતી પ્રાણોને કયા હક દાવાથી હણી શકું?” એ વિચાર નાસ્તિકને સ્વયં આવો મુશ્કેલ છે.
આથી આપણુ આ આર્યાવર્ત માં દયાળુ અને હિંસાર વિચારોનું દૂધ ચાલ્યા કરે છે, અને તે તુમુલ કંદને અદ્યાપિ પર્ય તને આસ્તિકવર્ગ, ઋષિમુનિ કથિત આપ્તવચનોના આધારે (નાસ્તિક વર્ગને ઠડા બનાવી દઈને) સમાવી દેવામાં સફળ જ છે. એવા આપણા આ દયાપ્રધાન આર્યાવર્તમાં પણ કાળદે આજે નાસ્તિક વિચારોને નિરંકુશ નાચતા પણ જોઈ રહેવું પડે, એ આસ્તિક વર્ગની નબળાઈની પરાકાષ્ટા છે. આજે આ આર્યાવર્ત માં નાસ્તિક વર્ગ, આસ્તિક વર્ગને પણ સફાઈપૂર્વક નાસ્તિક બનાવી દેવામાં પાવરધો જોવાય છે. એથી વધુ દુઃખ ક્યું હોઈ શકે?
For Private And Personal Use Only