________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૦ ]. આબૂ-રાણકપુરનાં જગપ્રસિદ્ધ દેરાં [ ૧૭૩ ઊંચકો. આથી ભીમદેવે વિમળશાહને સૈન્ય લઈને તેને જીતવા મોકલ્યા. વિમળશાહની રણશુરતાથી ડરીને ચંદ્રાવતીને ધંધૂકરાજ નાસી ગયો. ભીમદેવે વિમળશાહને દંડનાયક બનાવી ચંદ્રાવતીમાં રાખ્યા. પાછળથી વિમળશાહે ધંધુકરાજને બેલાવ્યો ને રાજા ભીમદેવ સાથે સંધિ કરાવી દીધી. રાજા ધંધૂકે પછી સદા પાટણની આણુ માની. વિમળશાહનું લેખકને મન આ પાપ ગણાતું હોય તે ગણી શકાય. બીજું કોઈ પાપ મળતું નથી. વૈરભાવે પરસ્પર છ કાઢેલી ગપાછક જેવી વાતને આજના વૈજ્ઞાનિક યુગમાં લેખકે સ્વીકારવી ને પુસ્તકમાં દાખલ કરવી એ સંસ્કારી ને સુજન લેખકવર્ગ માટે ઉચિત નથી, ને પોતાની શુદ્ધ બુદ્ધિ પર શંકા આણવા જેવું છે. આ વિષે ઉક્ત ગ્રંથનું એક વધુ લખાણ રજૂ કરીશું. કુંભારીઆ કે કુંભાણું –
આ જેનનાં પાંચ દેવાલયનું જૂથ છે. અહીંથી નીકળતાં આરસ જ એ મંદિરે બાંધવામાં વપરાય લાગે છે. તેનું નકશીકામ ઘણું જ ઉત્તમ પ્રકારનું છે અને કલાના ઉપાસકે તે કૃતિઓ માટે ખૂબ જ માન ધરાવે છે. તેની આસપાસના પથ્થર યાત્રાળુઓને બતાવવામાં આવે છે, જે નીચેની દંતકથાનાં પૂરક છેઃ
“વાત એવી છે કે કુંભાણું નામના અંબાજીના મંદિર નજીક આવેલા ગામમાં વિમળશાહ રહેતા હતા. તેણે ત્યાં તે વીસમા તિર્થંકર “પાર્શ્વનાથ' નાં ક૬૦ મંદિરો બંધાવ્યાં હતાં,
માતાજી” જેઓ વિમળનાં રક્ષક અને માર્ગદર્શક તરીકે કામ કરતાં હતાં તેઓને આ બાંધકામ જોઈ ઈર્ષા થઈ અને તેને દર્શન દઈ સીધે પ્રશ્ન કર્યોઃ “આ મંદિર તે કોની મદદથી બંધાવ્યાં છે?”
“મારા ગુરુની મદદથી,” વિમળશાહે જવાબ આપો.
“દેવીએ તેને ત્રણ વાર આ સવાલ પૂછયો અને ત્રણે વખત વિમળશાહે એ જ જવાબ આપે. પિતાની અવગણનાથી ગુસ્સે થઈને તથા ઈર્ષાને લઈ માતા બૂમ પાડી ઊડવાંઃ “દેડ વિમળશાહ, દેડ, હજી વખત છે.”
વિમળે જોયું કે માતાજી જે કહી રહ્યાં છે તે જ કરવા ચાહે છે. એટલે તે નાઠો અને અંબાજીના મંદિરના ભોંયરામાં થઈ આબુ પર્વત પર સલામત રીતે પહોંચ્યા. ત્યાં સુધી તેણે દેવા જ કર્યું. કાપેલા માતાજીએ પછી પિતાનું સંહારનું કાર્ય આરંળ્યું સાંજ પડતાં પહેલાં તે ૩૬૦ પૈકીનાં પાંચ સિવાય બધાં મંદિરે જમીનદોસ્ત થઈ ગયાં. પાંચ મંદિરે તેમણે એટલા માટે રાખ્યાં કે જેથી લેકે જોઈ શકે કે પહેલાં શું હતું અને તેમના કોપનું પરિણામ કેવું ભયંકર આવે છે. આ વાર્તાની સત્યતાની સાબિતી તરીકે આ ચુનાળા પથ્થરો હજી બતાવવામાં આવે છે જ્યારે શ્રદ્ધાળુઓ તેને ધરતીકંપનું પરિણામ જણાવે છે. ”
અહીં લેખકે હંમેશાં પરસ્પરના વેરભાવ વધારવામાં માનતા પેટભરા લેકેએ ઘડી કાઢેલીઅંધશ્રદ્ધાળુ લેકેને ભરમાવનારી વાતને વચન આપ્યું છે પણ એ સામે તેઓએ એવી જ દંતકથાઓ પર લક્ષ આપ્યું હતું તે આવી વાતોથી પુસ્તકનાં પૃષ્ઠનાં પૃષ્ઠ ભરવાં ન પડત.
આની સામે રજૂ કરી શકાય તેવી વિમલ પ્રબંધમાં એક વાર્તા આવે છે: સેનાપતિ વિમલશાહ મંદિર બંધાવતા હતા, ત્યારે વાલિના નામને એક વ્યંતરદેવ એને તેડી પાડત હતે. વિમલશાહે અંબિકાદેવીનું આરાધન કર્યું. દેવી હાજર થયાં ને કહ્યું કે તને ક્ષેત્રપાલ હેરાન કરે છે. તેને નૈવેષથી સંતુષ્ટ કરજે, વિમલશાહે મીઠાઈ કરી તેને મધ્યરાત્રિએ આમંચે,
For Private And Personal Use Only