________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૦ ] આબૂ રાણકપુરનાં જગપ્રસિદ્ધ દેરા [ ૧૭૧
આ ગાઈડમાં જેને જેમ ડીક લાગ્યું તેમ લખ્યું છે. ઈતિહાસની સાથે સત્ય, અર્ધસત્ય ને ગપષ્ટકોને પણ વણી લેવામાં આવ્યાં છે. એક મિત્રે આ અંગે લક્ષ દેરતાં મેં એક ગાઈડ ખરીદી. એ ગાઈડનું નામ છે “માઉન્ટ આબુ.” એના લેખક છે શ્રી ઓમપ્રકાશ ગુપ્તા. તેઓ માઉન્ટ આબુના ટૂરિસ્ટ ઓફિસર અને આબૂ મ્યુનિસિપાલિટિના સેક્રેટરી છે. પ્રકાશક ને મુદ્રક સેક્રેટરી શ્રી. શાન્તિલાલ વાડીલાલ શાહ, ગુજરાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રેડ, પિત્તળિયા બંબા, અમદાવાદ છે. કિંમત બાર આના છે. પૃષ્ઠ ૭૦ લગભગ છે. મારા હાથમાં આવી તે સુધારા વધારા સાથેની ઈ. સ. ૧૯૫૩-૫૪ની નવી આવૃત્તિ છે. પુસ્તક બીજી રીતે આટલી કિમતમાં સુંદર છે. અન્યાન્ય માહિતીઓ પણ સારી છે, સચિત્ર પણ છે.
અમને લાગે છે કે મૂળ પુસ્તક શ્રી. ગુપ્તાજીએ અંગ્રેજી યા હિંદીમાં લખ્યું હશે. એને આ પુસ્તક ગુજરાતીમાં અનુવાદ છે. અનુવાદ સામાન્ય કટિ ને ઘણે ઠેકાણે ભૂલ ભરેલ છે. જેમ કે ભગવાનની મૂતિઓને પૂતળાં લખ્યાં છે. વાચકને આછો ખ્યાલ આવે તે માટે નીચે ફકરે રજૂ કરું છું. તેબો પુસ્તકમાં લખે છે:
“આ મંદિરની દીવાલની ચારે બાજુ બાવન દેરીઓ છે, જેમાં જેના ભિન્ન ભિન્ન તીર્થકરોની મૂર્તિઓ છે. બહારના દેખાવે તે સરખાવી શકાય તેવાં નથી, પરંતુ પૂતળાં ઉપરની નિશાનીઓથી તે જુદા પડે છે. આ નિશાનીઓ પલાંઠીઓ વાળીને બેઠેલાની નીચે અને કેકવાર ઊભેલી મૂર્તિઓના પગ હેઠળ તરત જ મળી આવે છે.”
અહીં લેખકને કહેવાને એ આશય છે કે મૂર્તિઓ બાહ્ય દેખાવે સમાન છે, પણ પલાઠી નીચેનાં લાંછનથી જુદી જુદી રીતે ઓળખી શકાય છે.
આવી તે અનેક ભૂલે પુસ્તકમાં છે. એક ઠેકાણે જણાવે છે કે“પદૃવાલી વિમળશાહ અને તેના સુરિ વર્ધમાન પર વધારે પ્રકાશ પાડે છે.
અહીં કહેવાને અર્થ એ છે, કે પટ્ટાવલિ વિમળશાહ ને શ્રી, વધ માનસુરિ પર વધારે પ્રકાશ પાડે છે. આગળ વધતાં લખે છે કે
માઉન્ટ આબુદા પર આવેલું રિષભદેવનું મંદિર પાસે જાતિના પ્રધાન શ્રી.વિમલે બંધાવ્યું હતું. આ માણસ કે જેનું છત્તર બીજાએથી ઊચું રહ્યું હતું તે ચંદ્રાવતીના મુખ્ય શહેરને સ્થા૫નાર હતા, અને ૧૩ ધાર્મિક સૂરિઓને રક્ષણહાર હતે. હજુ સુધી ત્યાં વિમળશાહનું નામ ભુલાયું નથી. વર્ધમાનસૂરિ નામના ગુરુએ સમગ્ર સમર્પણને લગતી વિધિ સં. ૧૦૦૮ (ઈ. સ. ૧૦૩૧) માં કરી અને પછી મંદિર પાસે ખોરાક વગર રહીને સ્વર્ગગમન કર્યું"
“૧૩ ધાર્મિક સુરિઓને રક્ષણહાર ' આને અર્થ કંઈ સમજાતું નથી પણ સમગ્ર સમર્પણને અથ પ્રતિષ્ઠાવિધિ ને “રાક વગર રહીને'ને અર્થ અનશન થાય છે. .
અલબત્ત, આનું કારણુ લેખક યા અનુવાદકનું જૈન પારિભાષિક શબ્દોનું અજ્ઞાન માત્ર : જ સૂચવે છે; પણ આવાં માહિતી દર્શક પુસ્તકોમાં એવી ભૂણે ખરેખર અક્ષમ્ય છે. નહિ તે લિંગને સાદો અર્થ કરનાર પરદેશીઓને આપણે ઠપકે ન આપી શકીએ. !
આ સિવાય એવી ઘણી ભૂલે છે. તદુપરાંત વસ્તુપાળ-તેજપાળની જે વંશવલી આપી છે, તેમાં પણ નામે બેટી રીતે મૂકયાં છે.
For Private And Personal Use Only