SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૦ ] પુરાતન વૈશાલી અને તેનાં અવશેષ [ ૧૭૯ વજદેશ કર્યો છે, જેમાં ફગુમુદા નદી આવેલી છે. વજજ શબ્દ પાછળ અમુક ઐતિહાસિક વિષયને સંબંધ છે. પણ અહીં વિસ્તાર કર ઉચિત નથી. જેનાગમેમાં તે વિદ, લિચ્છવી અને મલકીના નામે જ સ્પષ્ટ આપેલાં છે. કોઈ સ્થાન ઉપર વજજ શબ્દનો પ્રયોગ કર્યો નથી. ભારતમાં જેટલા જેને વસે છે અને જેટલા વણિકોએ વૈષ્ણવ કે શૈવધર્મ અપનાવ્યો છે તે સઘળાના પૂર્વ પુરુષોની વાસભૂમિ વિદેહ અને વિશાલા છે. અહીં જ મગધરાજ્ય સાથે ગણતંત્રાધિપતિઓને ખુનખાર જંગ થયો હતો. અહીં જ ભગવાન મહાવીરે ચૌદ ચોમાસામાં નિવાસ કર્યો હતો. અહીં જ તથાગત શ્રમણોની એક પરિષદ્ ભેગી થઈ હતી. આની પાસેના જ વાણિયગામમાં મહાધનિક મહાવીર ભક્ત આનંદ શ્રાવક નિવાસ કરતો હતો. આમ ચિરસ્મરણીય અનેક બનાવોની પુણ્ય સ્મૃતિ આપતા વૈશાલીને તજીને ગણતંત્રાધિપતિઓ માલવામાં જઈ વસ્યા હતા, ત્યાં પણ તેઓ માત્રાના નામે પિતાને ઓળખાવતા. કેટલાક વિદ્વાનું માનવું છે કે વૈશાલી–ગવાન મહાવીરની જન્મભૂમિ છે પણ એ વાત અયુક્ત ભાસે છે. વૈશ્નાલી તે મહાવીરનું મોસાળ છે. છતાં જૈન ઈતિહાસમાં વૈશાલીનું સર્વ શ્રેષ્ઠ ગૌરવ છે, એમાં બે મત છે જ નહીં. વદેશમાં પુરાતનકાળે હાલ મુજફરપુર જિલ્લે, ચંપારણ્ય, દરભંગારાજ્યને કેટલાક ભાગ, છપરા જિલ્લાના સેનપુર, થાણ સેનપુર, પરસા અને મીરજાપુર ઉપરાંત બીજો પણ પ્રદેશ સામેલ હતા. - લિચ્છવી, મલકી, વાજી, જટ–ઉ થરિયા વગેરે અનેકને સમાવેશ ગણતંત્રમાં હતો. ભગવાન મહાવીરને જન્મ જથરિયા જાતિમાં થથે હતા. વૈશાલી હાલ બનિયા-બસાઢને નામે પ્રખ્યાત છે. તેની નજીકમાં બખરાગામમાં સમ્રાટ પ્રિયદશોને સ્તંભ છે. પશ્ચિમ પ્રદેશમાં વસતા જેને પિતાની આ પૂર્વવાસ ભૂમિ ભૂલી ગયા હતા, પરંતુ વિદ્વાનોએ એ વાત જાહેર પત્રો દ્વારા પ્રસિદ્ધ કરવાથી હવે તેઓ તેને થોડે અંશે ઓળખતા થયા છે. જેથરિયા જાત આજે પણ એક લડાયક વીર જાતિ છે. લિચ્છવી ગણતંત્ર ભારતમાં એટલું ગૌરવ પ્રાપ્ત હતું કે ગુપ્તવંશી રાજાઓએ પોતાને લિચ્છવી દૌહિત્ર તરીકે ઓળખવામાં ગૌરવ માન્યું છે. વૈશાલીના ખેદકામમાંથી ૧ હાથીદાંતની દીવી અને બીજી પણ કેટલીક વસ્તુઓ મળી છે. અહીંથી સૌથી મોટામાં મોટી ઈટ ૧૮૧૦૪૨ ઈંચ માપની છે. જે કંઈ ખેદકામ થયું છે તે ગઢમાં જ થયું છે અને તે તેવુ ફૂટ ઊંડે સુધી પહોંચી શક્યું છે. તેમાંથી શું શું મળ્યું તે માટે પુરાતત્ત્વના રીપોર્ટ જેવા ભલામણ છે. બસાઢ ગામ (હાજીપુરથી ૧૮ માઈલ ઉત્તરે મુજફરપુર જિલ્લામાં રખ પરગણામાં) અને ગઢની પશ્ચિમ બાજુ બાવન પોખરના ઉત્તર ભાગ ઉપર એક નાનું હમણાંનું મંદિર છે. ત્યાં મધ્યકાળની વિષ્ણુ, હર, ગૌરી, ગણેશ, સપ્તમાતૃકા, બુદ્ધ, બોધિસત્વ, અને જૈનતીર્થકરોની ખંડિત મૂર્તિઓ પડેલી છે. છેલ્લામાં છેલ્લું વૈશાલી કયા વખતમાં નાશ પામ્યું એ વિદ્વાનોને શૈધને વિષય છે. વૈશાલી મુજફરપુર સ્ટેશનથી વીસ માઈલ કાચી સડક પર ગયા પછી ત્રણ માઈલ ગાડા રસ્તે જવું પડે છે. એની પાસે ચકદાસ, કહુઆ, વાસકુંડ, અને બીજાં ગામ છે. For Private And Personal Use Only
SR No.521700
Book TitleJain_Satyaprakash 1953 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1953
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy