________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
! 8 અ I अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिर्नु मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
क्रमांक
વર્ષ : ૨૮ || વિક્રમ સં. ૨૦૦૯: વીર નિ. સં. ૨૪૭૯ ઈ. સ. ૧૫૩ | સંવ : ૧ જેઠ સુદિ ૪: સેમવાર: ૧૫ જુન
નિર્બળ મન
લેખકઃ–પૂજ્ય મનિરાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી જે માણસે પોતાની મનોભૂમિને સિદ્ધાન્તના રસાયણથી વજમણી બનાવી નથી એ માણસ સંગોની મધ્યમાં રહેલ ચંચલ લેલક જેવો છે. ક્ષણમાં શૂરવીરને વેશ પહેર અને ક્ષણ પછી કાયરને સ્વાંગ ધારણ કરતાં પણ વાર નથી લગાડતો.
આ માણસ જે બેલતે હોય છે તે સત્ય નથી હોતું. એ જે વિચારોને ઉચ્ચાર હોય છે તે વિચારે પરિપકવ નથી હોતા, એ જે નિર્ણય લેતો હોય છે તે નક્કર નથી હતા ! એ ઘણું ખરું સંયોગો પર દૃષ્ટિ રાખી જીવનારો અતિસામાન્ય માનવ હોય છે.
એ સંયોગ સામે ટક્કર ઝીલી શકતું નથી એટલે પ્રતિકૂલ સંગો આવતાં ભયને માર્યો બલવાનું નથી બેલી શકતો અને ન બોલવાનું બેલી નાખે છે. ઘણીવાર તે એ માનસિક ભૂમિકામાં ઘણું વખતથી ઘૂટેલું, પિતાના ચિર-અનુભવમાંથી તારવેલું અને પિતે પ્રિય બનાવેલું સત્ય પણ પ્રગટ કરી શકતો નથી, અને સવેગોને લીધે અણધાર્યું આવેલું, જ્યાં ત્યાંથી સ્થૂલ રીતે ભેગું કરેલું અને હૃદયે જેને માટે સમ્મતિ ન આપી હોય એવું એ વ્યક્ત કરે છે અને તેને જણાવવા પ્રયત્ન કરે કે, આ જ મારા વિચારોનું પરિપકવ ફળ છે. પણ ખરી રીતે એ આત્માની સંમતિ વિનાનું હોય છે અને ભય ને નિર્બળતામાંથી પ્રગટેલું હોય છે.
જેમ એના અભિપ્રાય માટે બને છે તેવું જ એના નિર્ણય માટે, સંકટ માટે પણ બને છે. કરેલા નિર્ણયને પ્રતિકૂલ સંગો ઊભા થતાં એ શીઘ ચંચલ થઈ જાય છે. નિર્ણયના આધારે સવૃત્તિ એને અગ્ય કાર્ય ન કરવા સમજાવે છે–પકાર કરીને કહે છે-“ નહિ, નહિ; આ કાર્ય તારાથી ન થાય, કારણ કે આ કાર્ય ન કરવાને તે નિર્ણય કર્યો છે. આ કાય તે આત્મસાક્ષીએ ત્યાગ કર્યો છે. આ કાર્ય ન કરવાનું તે અમુકને વચન આપ્યું છે; વચનભંગ ન કર. વિશ્વાસઘાતના પથે ન જા. વચનભંગ જેવું પાપ કર્યું હોઈ શકે? પ્રતિજ્ઞાભંગનું પાપ આત્માને પશ્ચાત્તાપની પાવકજવાળામાં જીવનભર બાલ્યા કરે છે. માટે નિર્ણયને
For Private And Personal Use Only