SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦]. શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૧૮ અર્થ -આઠ તત્વ દૃષ્ટિઓનાં નામ આ પ્રમાણે જાણવી. ૧–મિત્રા દષ્ટિ૨– તારા દૃષ્ટિ, ૩–બલા દૃષ્ટિ, ૪–દીપ દૃષ્ટિ, પ–સ્થિર દષ્ટિ. –કાંતા દૃષ્ટિ. ઉ– પ્રભા દષ્ટિ. ૮–પરા દષ્ટિ. આ દરેક દૃષ્ટિનાં લક્ષણ નિર્મળ બેધને અનુસારે જાણી શકાય છે. ૫. ૬૦. પ્રશ્ન–પહેલી મિત્રા દષ્ટિ કયારે પ્રગટ થાય છે? ઉત્તર–પહેલી મિત્રા દષ્ટિ યથાપ્રવૃત્તકરણના અંતિમ ભાગમાં જ્યારે મિથ્યાત્વની સ્થિતિરૂપ મેલ ઘટતો જાય, અને લગભગ ગ્રંથિભેદ થવાનો હોય, તે વખતે પ્રગટ થાય છે. આ મિત્રા દૃષ્ટિમાં અરિહંત ભગવતે કહેલા જીવ, અજીવ વગેરે તેની ઉપર વ્યવહારથી સહેજ આદરભાવ પ્રગટ થાય છે એટલે રાગ ઓછો થવાથી જેમ રોગીને અનાજ ઉપર આદરભાવ થાય છે, તેમ ભવ્ય જીવને મિથ્યાત્વરૂપી વ્યાધિ ઘટવાથી તેમાં આદરભાવ પ્રગટ થાય છે. તથા અલ્પ વ્યાધિવાળો જીવ જેમ તે વ્યાધિના વિકારોથી પીડાતે નથી અને ઈષ્ટ અર્થની સિદ્ધિને માટે પ્રયત્ન કરે છે, તેમ આ દૃષ્ટિ ને પામેલો જીવ પિતાના હિતને સાધનારા કાર્યોમાં પ્રયત્ન કરે છે. કહ્યું છે કે-- अपूर्वकरणप्राया, सम्यक्त्वरुचिप्रदा। अल्पव्याघेरिवानस्य, रुचिवत्तत्त्ववस्तुषु ॥१॥. ૬૧. પ્રન–બીજી તારે દષ્ટિ કયારે પ્રગટ થાય? ઉત્તર-જ્યારે તત્ત્વરૂપી (આદર) ગુણ કંઈક સ્પષ્ટ થાય અને આત્માને હિતકારી એવા યમ નિયમ વગેરે સાધવામાં કંટાળે ને ઉપજે તથા તત્વને જાણવાની સહેજ ઈચ્છ, થાય ત્યારે બીજી તારા દૃષ્ટિ પ્રગટ થઈ છે એમ સમજી લેવું. કહ્યું છે કે तारायां तुमनाकस्पष्टं, नियमश्च तथाविधः॥ અને દિતા, વિશTRા તરવવા ? I ૬૧. ૬૨. પ્રશ્ન-ત્રીજી બલા દષ્ટિ કયારે ઉત્પન્ન થાય ? ઉત્તર–જ્યારે જીનેશ્વર ભગવંતે કહેલા જીવ અજીવ વગેરે તને સાંભળવાની અધિક ઈચ્છા થાય અને હિતકારી ને ક્રિયા સાધવામાં નિરંતર અધિક પ્રવૃત્તિ થાય ત્યારે સમજી લેવું કે આપણામાં બલાદષ્ટિ ઉત્પન્ન થઈ છે. આ દષ્ટિ પ્રગટ થવાની સાથે હૃદયમાં એવી સહભાવના પ્રગટ થાય છે કે અમારામાં વિશેષ બુદ્ધિ નથી કારણ કે વિશિષ્ટ ક્ષયોપશમ થાય તે જ વિશેષ બુદ્ધિ પ્રગટે અને તે કર્મને ક્ષશમ અમને થયા ન હોવાથી વિશિષ્ટ બુદ્ધિ અમને પ્રાયે નથી અને અમે શાસ્ત્રનું રહસ્ય પણ સમજી શકતા નથી માટે જિનેશ્વર ભગવંતના વચને અમે પ્રમાણભૂત માનીએ છીએ. આ દ્રષ્ટિમાં ઈદ્રિયો સુસ્થિર (શત) થાય છે અને ધર્મક્રિયા કરતી વખતે અપૂર્વ શમભાવ અને નમ્રતા ગુણ દેખાય છે. તેમજ ગુણવંત પુરુષોને જોઈને તેમના પ્રત્યે આદરભાવ પ્રગટ થાય છે. ક૨. ૬૩. પ્રશ્ન-ચથી દીકા દષ્ટિ જ્યારે પ્રગટ થાય ? ઉત્તર–જ્યારે ધર્મ સાધવામાં નિરંતર ઉદ્યમ કરવાનું મન થાય અને પદાર્થને સૂકમ બોધ ભલે ન હોય તે પણું તને પરમ ઉલ્લાસથી સાંભળવાની નિર્મલ ઉત્કંઠા થાય ત્યારે સમજી લેવું કે દીમા દષ્ટિ પ્રગટ થઈ છે. આ દૃષ્ટિમાં ભવ્ય જીવ જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મને પિતાના પ્રાણથી પણ વહાલે ગણે છે તે ધર્મને માટે પ્રાણુને પણ ત્યાગ કરવા તૈયાર થાય છે. તેમજ પ્રાણના સંકટમાં પણ ધમને યોગ કરતા નથી.-૬૩. [ જુઓ : અનુસંધાન ટાઈટલ પેજ ૨-૩ ] For Private And Personal Use Only
SR No.521699
Book TitleJain_Satyaprakash 1953 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1953
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy