________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૪–૫ ]
પ્રાયશ્ચિત
[ v
સિદ્ધ થાય કે ન થાય પણ વિજય તે ધ્યેય માટે જે સમગ્ર પ્રાણશક્તિના અધ્ય આપે છે. તેઓને છે, પ્રાયશ્ચિત્ત દ્વારા આવી અખંડ ધ્યેયપૂજા શકય બને છે, કારણુ, ધ્યેયના વિઘ્નરૂપ દોષાનું સંશોધન ને શુદ્ધિ તે કરી દે છે.
પ્રાર્થના દ્વારા પ્રાયશ્ચિત્તની વૃત્તિ પ્રબળ થાય છે, પ્રાથનાથી માનવી ઈશ્વરમય બને છે ને પૂર્ણતાના પ્રકાશમાં પેાતાની અપૂર્ણતા તેને ખૂંચે છે તે દોષશુદ્ધિ—પ્રાયશ્ચિત્ત તરફ વળે છે, શ્વિર આમ અપરોક્ષ રીતે માનવીની દુળતાના ઉપાય બને છે. આથી જ વિવેકાનંદ લખે છે કે— whatever may be the Position of philosophy or ethicsSo long as there is weakness in human heart there shall be faith in God '' અર્થ:- તત્ત્વજ્ઞાન તે નીતિનું ગમે તે થાય—જ્યાં સુધી માણુસના હૃદયમાં નબળાઈ જેવી વસ્તુ છે ત્યાં સુધી ઈશ્વરમાં તેની શ્રદ્ધા કાયમ રહેશે. શા માટે? કારણ કે ઈશ્વર જ તેની દુબળતાઓનેા ઉપાય છે. ઈશ્વરના સાન્નિધ્યમાં માનવી પોતાની મર્યાદિત શક્તિને આત્મલઘુતા રૂપ સમજતા થાય છે તે જીવનદિરના વધુ સેાપાન ઊંચે ચઢે છે. ઇશ્વરના ચરણુ સમીપ તેનું અંતર રડી ઊઠે છે કે મારે ગતિશીલ તીર્થયાત્રી બનવું છે અને પ્રાયશ્ચિત્તની આ વિકાસની ગતિ માત્ર ભવિષ્યના સ્વપ્નમાંથી નથી આવતી પણ ભૂતકાલની શિખામામાંથી આવે છે. જીવનના ઇતિહાસમાં વેગીલા પ્રસંગેાનું માધ્યસ્થ નિરક્ષણ કરી જુની ભૂલામાંથી નવું ડહાપણ ખીલવવાનું જે કરી શકે છે તે પ્રાયશ્ચિત્તની કળા શીખ્યા છે.
પ્રાયશ્ચિત્ત જેવી વસ્તુ ન હોત તો શું થાત. કલ્પવુ' હોય તા મહાન લેખક સ્ટીવન્સની એ ૉ, જેકિલ એન્ડ મિ. હાઇડ” વાર્તા વાંચવી જોઇ એ. મિ. હાઇડના પાત્ર દ્વારા સ્ટીવન્સન કહે છે કે પાપ તા વર્ષોના તૃણકુરા જેમ ખૂબ ઝડપથી વધતું જ જાય છે, તેને પ્રાયશ્ચિત્તથી નહિ રાકવામાં આવે તે સત્ અસના મિશ્રણુરૂપ માનવીમાં શેતાની ળતુ' વ ́સ્વ થાય છે એટલે સુધી કે ડે. જેકિલને મિ. હાઇડ બનવા માટે પછી તે પ્રયોગશાલાની દવા નથી લેવી પડતી પણ મગીયાના બાંકડા પર એઠા બેઠા તે મિ, હાઇડમાં રૂપાંતર પામે છે, અસત્ તેને બીજો સ્વભાવ થઇ પડે છે. સથીયે વધુ સત્ય અસત્ તેને માટે થઈ પડે છે. પ્રાયશ્ચિત્ત વિના પતન કઈ ખાઈમાં કેટલે ઊડે લઈ જશે તે ક્રાણુ કહી શકે? પ્રાયશ્ચિત્તથી શું શું લાભ થાય તે જાણવા બાઈબલની ખ્રિસ્તીકથા “સેન્સન એન્ડ ડીક્ષાઈલા ” વાંચવા જેવી છે. ડીલાલાના રૂપમાં માહિત થઈ ખળ ગુમાવી બેઠેલ સેક્સન પ્રાયશ્ચિત્ત દ્વારા એવું બળ મેળવે છે કે ફિલીસ્ટાઇનાના વિરાટ મદિરના મહાકાય સ્થભાને પેાતાના બાહુબળથી તોડી નાંખે છે. આપણી કથાઓમાં તે પ્રાયશ્ચિત્તનુ* મહત્ત્વ સૂચત્રતા ઘણાય દાખલાઓ છે. સ્ત્રીનું કાપેલુ' મસ્તક હાથમાં લઈ નાસતા ક્રૂર લૂટારુ કે હસતાકુદતા વાછરડાના બે ટુકડા કરતા ચેર પણ પ્રાયશ્ચિત્તથી એટલે શુદ્ધ થઈ શકે છે કે નવપ્રભાતના અરુણાથે તેના નામથી શુભ શરૂઆત કરીએ છીએ. આ દૃષ્ટતા સમજાવે છે કે સંજોગા ગમે તેવા હોય, દેશકાળ ગમે તેવા નિકૃષ્ટ હોય પણ સૌ માટે પ્રાયશ્ચિત્તથી વિકાસની શકયતા તે એકસરખી ઊભી જ છે. ગમે તેવા પતિત ગમે ત્યારે તે ઇચ્છે તેા વિકાસ કરી શકે છે. ચૈતન્ય સમુદ્રના પેટાણુમાં, દોષ તે ત્રુટીઓની જે પાતાળસૃષ્ટિ છે તે પ્રાયશ્ચિત્તના એક આંસુમાં ડૂબી જશે-પ્રાયશ્ચિત્તના એક નાના વિચારથી તે પાતાળસૃષ્ટિના વિનાશ થશે. જીવન સમગ્રનુ ધાર પાપ છેલ્લી ક્ષણેાના સાચા પ્રાયશ્ચિત્તથી નાશ પામે છે. પ્રાયશ્ચિત્તનુ' તપ તપનાર તપસ્વી જ જલદીથી જન્મ-મૃત્યુના પારગામી બને છે.
For Private And Personal Use Only