SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ] સિંહપુરુષ મૃગલાં પહેલાં પૃથ્વીના આધારથી ડરીને આકાશમાં આશ્રય શોધવા કૂદ્યાં, પણ ત્યાંયથી ડરીને નીચે પડ્યાં. ઢન્યાં તે ઢળ્યાં. કેતરમાંથી કેસરીસિંહ બહાર ધસી આવ્યું. પહેલાં તે તેણે પણ સામે ગરવ કર્યો. છડાને ઝંડે ઊંચે કરી, પંજાના આઘાતથી પૃથ્વીનાં પડનાં પડે ઊખેડી સામને કર્યો, પણ આખરે એય નિર્બળ બની જમીન પર ઢળી પડ્યો! કાળદેવતાનાં જાણે કાળડમરુ વાગ્યાં! સંહારને દેવ પૃથ્વી, આકાશ ને પાતાળને કબજે લઈ રહ્યો. આમ્રવૃક્ષ પરથી પાકેલાં આમ્ર ખરી પડે એમ રંગબેરંગી પંખીઓથી છવા ચેલી વનસ્થળી રંગોળીની રૂપશેભા ધરી બેઠી હતી! દૂર, દૂર સ્નાન કરી રહેલી રાજરમણુએ પણ ભયથી વ્યાકુળ બની ગઈ કેઈ ચક્રવતી રાજાનું સૈન્ય નદીનાં પાણીમાંથી ફેંકારા કરતું એમને ઘેરી વળતું કયું ! ભયથી છળીને એ નાઠી. કેઈ અડધે જઈને ભૂમિ પર, ઝંઝાવાતમાં કેળ ફસડાઈ પડે તેમ ફસડાઈ પડી. કેઈ બેભાન બની ઢળી પડી, કેટલીક ગર્ભિણીએના ગર્ભ ગળી ગયા ! નાદશક્તિને વિસ્તાર વધતે ગયે. પેલા જુવાનના ગાલ તાંબાની મશક જેવા બની ગયા હતા. ડુંગરા ડોલ્યા. આભના પડદા ચિરાયા. હવામાં ભયંકર મજા લહેરવા લાગ્યાં. રાની પશુ ભૂત જેમ રડવા માંડયાં. પ્રેતસેના આકાશી યુદ્ધ ખેલવા માંડી. ધબક્તા પ્રાણને ઠારી દે, વહેતા લેહીને થિજાવી દે-એ એ ભયંકર ૨૨! સ્વરે ગૂંજી રહ્યા ! આખી ચેતન દુનિયા જાણે નિશ્ચતન બનતી ચાલી ! હવા થંભી! જળ થંક્યું ! પૃથ્વી ડેલી ! દિશાઓ કંપી! પ્રલયના પિકારથી પૃથ્વી કંપી રહી. આખરે જુવાને સ્વરે બંધ કર્યા. બદ્ધાંજલિ મુક્ત કરી. વદન પર આવેલ પ્રસ્વેદ લૂછો! ઉત્સાહથી ચમક્તાં નેત્રો વડે એણે ચારે તરફની સૃષ્ટિનું વિહંગાવલેકન કર્યું! | વિજયી દ્ધાના મુખ પર વિલસી રહે એવું એક હાસ્ય એના વદન પર વિલસી રહ્યું! સાધના પછીની સિદ્ધિની અમુલખ પળનીત એની આંખોમાં ઝગી રહી! આજથી કાલક અપ્રતિસ્પર્ધય! કાલક સિંહનાદી !' “રાજકુમાર!” પ્રલયથી નિતિન બનેલી પૃથ્વી પર જાણે ચેતનને પિકાર પડયો. બેભાન દ્ધો જાગે એમ આખું વાતાવરણ હજી ભાનમાં આવી રહ્યું હતું, ને આ સ્વસ્થ સ્વર કેને? For Private And Personal Use Only
SR No.521693
Book TitleJain_Satyaprakash 1952 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy