________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮
નિદ્ર કરતાં હરણાં ચમકયાં. મેર હૂક કરતા ઊડીને ઢાળ પર બેઠા, ચરતી ધેનૂઓએ કાન ઊંચા કર્યાં.
એ ભૂમિ પર ઝંઝાવાતના આ રણકાર થઈ રહ્યો.
અવાજ વધ્યા. યુવાનનું ગળું ફૂલીને મશક જેવું થઈ ગયું. એની છાતીના ઘેરાવા ખમણા થઈ ગયા. માંસલ સ્નાયુઓ હીરની દોરી જેમ તણાઈ ગયા. આ કોઈ નાદબ્રહ્માના ઉપાસક લાગ્યો. નાદના નિનાદ એવા લાગ્યા કે જાણે મેરુશિખર પાછળથી કાઈ પ્રચંડ વાવાઝોડું નિમ્ ધ મનીને આવી રહ્યું છે ! નાસેા, રક્ષણ શેાધે!! આશ્રય લ્યે, નહિ તે ન જાણે કાંના કયાં ફૂંકાઈ જઈશું !
અવાજ વિશેષ તીવ્ર બન્યા: હવે એમ લાગવા માંડ્યુ કે પ્રલયના પવન પાતાળ ફાડીને બહાર નીકળવા ઘમસાણુ મચાવી રહ્યો છે. પૃથ્વીનાં પડ ફાટું ફાટું થઈ રહ્યાં !
અવાજ વિશેષ વધ્યા. જીવાનના માં સામે મીટ મંડાય તેમ નહેાતી. અગ્નિકુંડ જેવુ... એ ઝગારા મારતું હતું. મેઘગર્જનાના જેવા અવાજ વધી રહ્યો, એમ ભાસ્યું કે પૃથ્વીક'પ પહેલાંની પળેાના ભયંકર ગડેડાટ જાગી રહ્યા છે !
અવાજ સવિશેષ ધ્યેા ! હવે એ જાણે ઘૂંટાતા હતા. ઝેરી સાપ ઝુ'ચળાં વાળે એમ ગુ'ચળાં વળતા હતા, પહાડનાં શિખર કડેડાટ કરતાં પડતાં હાય, આકાશના આશરા છાડી વીજળી પૃથ્વી તરફ ધસતી હોય, મેઘગના ખવિહીન ખની તૂટી પડતી હાચ એવા ભાસ થયા. ખારે મેઘ સામટા પૃથ્વી પર તણ તૂટી પડવા તાળાઈ રહ્યા.
પૃથ્વી પર ઊભા રહેવું સલામત નહતુ. આકાશમાં આશ્રય લેવામાં જોખમ હતુ. હુવા તા ભયંકર જ હતી.
સ્નાન કરતા હાથીએએ સુઢ માંમાં નાખી દીધી, વનના એ રાજવીએ થોડી વાર એમ ને એમ સ્તબ્ધ ઊભા, પછી પાછલા પગે હઠવા લાગ્યા. જાણે કાઈ વિકરાળ કાળ તેમની સામે આવીને ઊભે હાય ! થાડા પાછા ખસીને, એ માં ફેરવીને નાડા ! ન જોઈ વાટ, ન જોયા માર્ગ, ન જોઈ કેડી ! કોઈ પર્યંત સાથે અથડાઈને નીચે તૂટી પડ્યા, કેાઈ કંદરામાં ગબડી પડયા. ન ગબડચા એ ઊભી પૂંછડીએ નાઠા !
જ્યાં પડ્યા ત્યાં અમૃત અવસ્થામાં પડ્યા. એ અવસ્થામાં પણ આંખા મીંચીને ને સૂંઢ માંમાં ઘાલીને પડ્યા ! જાણે કાઈ કાળ આવીને એમની સામે ખડા હતા.
ઢાળાવ પર ચરતી ધેનૂ પહાડ પરથી શિલા ગખકે એમ ગબડતી નીચે આવી. કેટલીયના પ્રાણ છૂટી ગયા.
અવાજ–વધ્યા, પ્રલયના કપ એમાં ગડેડાટ કરતા લાગ્યા.
For Private And Personal Use Only