________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રભાવના અંગેનું સુલભ સાધન
લેખકઃ–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચેકસી પવિત્ર એવા શ્રી. કલ્પસૂત્રમાં સભિળ્યું છે કે “ભસ્મ રાશિ પ્રહ'ની અસરમાંથી જૈનશાસને મુક્ત થતાં એની પ્રભા પુનઃ વિસ્તરશે. વર્તમાનમાં જુદા જુદા જૈન-જૈનેતર વિદ્વાને જે રીતે જૈનધર્મનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રકાશમાં આણવા પ્રયાસ કરી રહ્યા છે એ ઉપરથી તેમજ ભારતના અને એની બહારના પાશ્ચાત્ય અભ્યાસમાં એ જાણવાની જે જિજ્ઞાસા પ્રવર્તી રહી છે તે જોતાં વિના સંકોચે કહી શકાય કે આપણે જેને દેશકાળના એંધાણ ઓળખીએ તે જૈનધર્મને વિસ્તાર અવશ્ય વૃદ્ધિ પામે ભગવંત શ્રી મહાવીરદેવની ભાવના
સવી જીવ કરું શાસનરસી’ એ બર આવવામાં વિલંબ ન થાય. * જૈન સાહિત્યમાં જે દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણનુયોગ અને ધર્મકથાનુગના વિભાગ છે, એમાં પ્રરૂપાયેલા ધર્મ-અધર્મ–આકાશ-કાળ, જીવ અને પુગલરૂપ ષડૂ વ્ય, સંબંધે અથવા તે જીવ આદિ નવ ત વા સાત નો આદિની સમજમાં યુક્તિપુરસ્સર આધુનિક વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને શોધખોળદ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે એના આંકડા સાંધીને શક્ય હોય એટલી વિશાળ પ્રમાણમાં સામગ્રી પીરસવામાં આવે તે ઉપર વર્ણવેલી અભિરુચિને સંતોષી શકાય. કેવળ સંસ્કૃત કે પ્રાકૃત ગિરામાં રચાયેલ સાહિત્યથી સર્વ કેઈની તૃષા છીપાય પણ નહીં. અલબત્ત, અત્યારની પ્રચલિત ઢબે, વિસ્તૃત પ્રસ્તાવનાયુક્ત ટીકાટીપ્તનવાળા ગ્રંથ સુપ્રમાણમાં અને સસ્તી કિંમતમાં છૂટથી પ્રચારની નજરે તૈયાર કરવામાં આવે તો ધાર્યો હેતુ બર આવે. એ સારુ સંગીન ફંડ અને અભ્યાસી વિદ્વાનોને મેટા, પ્રમાણમાં સહકાર જોઈએ. વળી, એ માટે જૈન સમાજ પાસે એક વ્યવસ્થિત અને સર્વમાન્ય ખાતુ સતત કામ કરનારું જોઈએ. જૈન સમાજમાં આજે જે સ્થિતિ પ્રવર્તે છે અને જે જાતનું માનસ દષ્ટિગોચર થાય છે તે જોતાં ભગવંત શ્રી વર્ધમાનસ્વામીનાં અમૂલ તોનું પાન વિશ્વભરના માન કરી શકે એ પ્રકારની ઉપર વર્ણવી વ્યવસ્થા આજે તે શક્ય નથી લાગતી પણ નજીકના દશકામાં અમલી બને તેવાં ચિહ્નો પણ જણાતાં નથી. જ્ઞાની પ્રભુના વચન મુજબ કઈ યુગપ્રધાન પાકે અને વાતાવરણ બદલાઈ જાય છે એ જુદી વાત છે.
જ્યાં આ સ્થિતિ છે ત્યાં નિરાશ બની લમણે હાથ દેવા કરતાં હાથમાંનાં સાધનને ઉપયોગ શક્તિ મુજબ સતેજ બનાવ એ નહિ મામા કરતાં કહેવાના મામા સારા' એ વૃદ્ધોક્તિ પ્રમાણે ઈષ્ટ લેખાય. એ નજરે વિચાર કરીએ તે રાજનગર-મુનિસંમેલને નિયુક્ત કરેલી સમિતિ દ્વારા “શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિક આજે વર્ષોથી જે કાર્ય કરી રહેલ છે તેના પર આપણી આંખ ઠરે છે. સમિતિમાં બિન ભિન્ન વિચારશ્રેણીના મુનિમહારાજે હેવા છતાં અને જૈન સમાજમાં જુદા જુદા નિમિત્તે ઊભા થયેલ વા-વંટોળ સામે છતાં, એમાં જરા પણ અટવાયા કે ખેંચાયા વિના તટસ્થવૃત્તિથી માસિકે જે આછુ-પાતળું કામ કરી દેખાડ્યું છે એ સૌ કોઈને આશીર્વાદને પાત્ર તે છે જ પણ જૈનધર્મને સાચે સંદેશ યથાર્થરૂપમાં ફેલાવવાની પિતાની શક્તિનાં નિતર દર્શન કરાવે છે. સંચાલકો તરફથી નાંખવામાં આવેલી ટેલને જૈન સમાજ પૂરા ઉમંગથી વધાવી લઈ આર્થિક બાજુ સહર બનાવી દે તે, સંચાલકોએ સેવેલાં ખાં ફળવામાં શંકા ધરવાપણું ન રહે.
માસિક નિયમિત અને વધુ પાનાવાળું થાય તે દિ' ઉમે જૈનધર્મ માટે-લોકેત્તર
For Private And Personal Use Only