SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ ] શ્રી. મહાવીરસ્તુતિ દ્વત્રિશિકા [ વર્ષ : ૧૮ વિદ્યા ભવન-મુંબઈથી પ્રકાશિત થઈ છે. ભાવનગરથી પ્રકાશિત થયેલ ધાત્રિશિકાઓમાં ઘણે સ્થળે શુદ્ધિની અપેક્ષા રહે છે. અર્થગહન એ કાવિંશિકાઓ તે તે સ્થળે શુદ્ધ પાઠ નહિ હોવાને કારણે ગહનતામાં વધારો કરે છે. તે કાત્રિશિકાઓ પૈકી પ્રથમ કાત્રિશિકાનો ટૂંકમાં પરિચય લેવાથી પણ તેમની શૈલીને. ખ્યાલ આવશે. તે આ પ્રમાણે છે – (૧-૨-૩) સ્વયં થનારા, અભૂત પદાર્થોના પ્રકાશક સૂર્ય, અનેક સ્વરૂપ, અદ્વિતીય ક્ષાયિક ભાવથી ઓળખાતા, ન ઓળખાય એવા, વ્યાઘાત વગર વિશ્વને કિનાર, આદિ મધ્ય અને અંત રહિત, પુણ્ય-પાપથી મુકત, સંપૂર્ણપણે આત્માના સર્વગુણેથી યુક્ત (સર્વ ઈન્દ્રિયેના ગુણેથી વિમુક્ત) ઈન્દ્રિયોથી વિમુક્ત, સ્વયંતિવાળા, સર્વત્ર પ્રકાશ કરનારા, ગણના ન થઈ શકે એવા, અનંત યુગ સુધી સ્થિર રહેનારા, અચિંત્ય પ્રભાવવાળા અલેકશી કુહેતુ અને કુતર્કના પ્રપંચરહિત-સદ્દભાવશુદ્ધ અને જેને કોઈ પ્રતિવાદ નથી એવા સ્યાદ્વાદના સ્થાપક, યતિઓ-મુનિઓના સ્વામી, એવા વર્ધમાન જિનને કે જેમનું સત-શાસન પ્રતિદિન વધતું છે-તેમને નમસ્કાર કરીને હું સ્તવીશ, . (૪) હે વીર! કાવ્ય શક્તિ બતાવવા માટે, એક બીજાની ઈર્ષ્યાથી કાતિ વિસ્તાર કરવાની ભાવનાથી કે કેવળ શ્રદ્ધાથી તમારી સ્તુતિ નથી કરતી, પણ તમે ગુણાપૂજ્ય છે માટે આ આદર છે. (૫) કુવાદીઓને, એક બીજા ઉપર આક્ષેપ કરવાના રસથી ચીમળાયેલા ચિત્તવાળા, પિતાના વાદમાં જ પૂવપર નિશ્ચય કરવામાં મૂઢતાવાળા, તત્વથી ઉન્માર્ગે જનારા જોઈને પુરુષ તમારે વિષે મંદ આદરવાળો કેમ થાય ? અર્થાત ને જ થાય. (૬) ગુણ જોવામાં આંધળી ચેતનાવાળાઓ એકઠા થઈને તમારા જે જે દે ગાય છે તે ખરેખર પોતાને જ ઠેષ કરનાર છે, તે દોષે જ વિશિષ્ટ સમજથી જાણ્યા છતાં સજજનેને તમારા સદ્ધચના સ્વીકારમાં કારણરૂપ થાય છે. (૭) પણ નિસત્વ પ્રાણીઓ ઉપર દયા કરતા ને પિતાના માંસનું દાન દેવામાં પણ મમતા વગરના બીજાઓ તમારી કૃતાર્થ-કુશલતા મેળવ્યા વગર મેધા વગરને તેઓ પોતે જાતે જ દયાપાત્ર બને છે-બીજાને કૃપા જન્મે એવી સ્થિતિમાં મુકાય છે. | [આ કથન ખાસ કરીને બૌદ્ધદર્શન માટે છે. બુદ્દે એક જન્મમાં સુધા વાઘણને દયાથી પિતાનું શરીર ખાવા માટે અર્પણ કર્યું હતું પણ તે કૃતાર્થ-કુશલતા નથી કે ધ્યાનો માર્ગ નથી એમ સ્તુતિકાર જણાવે છે.] (2) આ માણસ કોઈ જુદે છે કે તમારા વચનામૃત-ઔષધને કરુણામય અને પિતાના કરેલા કલેશને નાશ કરવામાં અસ્પષ્ટ એવા વચનોથી નહિ વડત ભવદુઃખથી વિહ્વળ એ શાંતિને પામે છે. [ એવા પ્રકારના વચનથી તમારા વચનને ચૂંથનાર શાંતિ પામતો નથી.] (૯) અન્યથી દોરવાયેલી અલ્પ મતિવાળે તુચ્છ તર્ક-શાસનના વિસ્તારથી અને સંસા રમાં સ્થિર કરનારાઓથી તમારા ઉપદેશેલા સન્માર્ગથી ઊંધે માર્ગે ચાલનારો આત્મા લાંબા કાળ સુધી અમુકત કેમ ન થાય? અર્થાત થાય જ, (૧) અહીં–આ જન્મમાં જ વિપરીત જનારાને સુદ્રજને પરસ્પર દંડે કે ન દંડે પણ નીચ વાદીઓ તમારાથી વિપરીત બોલનારા આ જન્મમાં અને પર જન્મમાં નિરપરાધીઓને દહે છે. For Private And Personal Use Only
SR No.521693
Book TitleJain_Satyaprakash 1952 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy